Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Dev: આજે સર્જાયો શનિના અંક 8 નો દુર્લભમાં દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાને ફળશે એન્જલ નંબર 888

Shani Dev Number: આજની તારીખમાં 888 નંબરનો સંયોગ બની રહ્યો છે. જેને અંકશાસ્ત્રમાં પાવરફુલ એન્જલ નંબર માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર 888 એન્જલ નંબરનો યોગ મનની ઈચ્છા પૂરી કરનાર હોય છે. આ સંયોગમાં કોઈપણ વ્યક્તિ પોતાના મનની ઈચ્છા પૂરી કરી શકે છે. 

Shani Dev: આજે સર્જાયો શનિના અંક 8 નો દુર્લભમાં દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાને ફળશે એન્જલ નંબર 888

Shani Dev Number: 8 ઓગસ્ટ 2024 અને ગુરુવારનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે આઠમા મહિનાની 8 તારીખ છે અને વર્ષ 2024 નો ટોટલ આંક પણ આઠ થાય છે. આ રીતે આજની તારીખમાં 888 નંબરનો સંયોગ બની રહ્યો છે. જેને અંકશાસ્ત્રમાં પાવરફુલ એન્જલ નંબર માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર 888 એન્જલ નંબરનો યોગ મનની ઈચ્છા પૂરી કરનાર હોય છે. આ સંયોગમાં કોઈપણ વ્યક્તિ પોતાના મનની ઈચ્છા પૂરી કરી શકે છે. 

fallbacks

આ પણ વાંચો: Astro Upay: ગણતરીના દિવસોમાં દુર થઈ જશે ગરીબી, ઘરની આ 3 જગ્યાએ રાખી દો આ સફેદ વસ્તુ

શનિનો અંક 8 

જ્યોતિષશાસ્ત્રમાં જે રીતે દરેક રાશિનો સ્વામી ગ્રહ હોય છે તે રીતે અંકશાસ્ત્રમાં દરેક અંક કે મૂળાંકનો પણ સ્વામી ગ્રહ હોય છે. જેમાં અંક 8 શનિદેવનો અંક છે. શનિદેવને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે, તેથી મૂળાંક 8 સાથે સર્જાયેલો આ યોગ એ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો કરાવી શકે છે જેમનો મૂળાંક 8 હોય અથવા તો જેની રાશિ શનિની રાશિ હોય. આ રાશિના લોકોને અપાર સફળતા તેમજ ધન પ્રાપ્ત થઈ શકે છે. 

આ પણ વાંચો: શનિ કૃપાથી સોનાની જેમ ચમકશે 3 રાશિવાળાનું ભાગ્ય, બગડતા કામ બનવા લાગશે, થશે ધનલાભ

888 એન્જલ નંબર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય

888 દુર્લભ સંયોગ 3 રાશિવાળા લોકોને વિશેષ લાભ કરાવશે. આ ત્રણ રાશિ છે તુલા, મકર અને કુંભ. શનિ તુલા રાશિમાં ઉચ્ચના હોય છે અને મંગળ તેમજ કુંભ રાશી શનિની રાશિ છે. તેથી આ 3 રાશીના લોકોને શનિ કૃપાથી વિશેષ લાભ થશે. જીવનમાં ધન અને સફળતા મળશે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે કાળા તલ, કાળા કપડા, જૂતા-ચપ્પલ વગેરેનું દાન કરવું. આ સિવાય પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો.

આ પણ વાંચો: બુધની વક્રી ચાલથી 4 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરુ, આ રાશિના લોકો દિવસ-રાત ગણશે રુપિયા

લાયન ગેટ પોર્ટલ શું છે ?

દર વર્ષે ઓગસ્ટ મહિનામાં પૃથ્વી, સિરીયસ અને ઓરિયન તારામંડળની એક સીધમાં આવે છે. આ મહત્વની જ્યોતિષીય ઘટના છે. તેને લાયન ગેટ પોર્ટલ કહેવાય છે. આ ઘટના એક પાવરફુલ એનર્જીનું પોર્ટલ બનાવે છે જેના સ્વામી સૂર્ય છે. આજે એટલે કે 8 ઓગસ્ટે પણ લાયન ગેટ પોર્ટલ 888 બની રહ્યો છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More