Home> Sports
Advertisement
Prev
Next

Vinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિ લીધી છતાં હજું પણ સિલ્વર મેડલની આશા જીવંત, જાણો કઈ રીતે 

વાત જાણે એમ છે કે પેરિસ ઓલિમ્પિકમાં વિનેશની સિલ્વર મેડલની આશા હજુ જીવંત છે, જો કે તેને મેડલ મળશે કે નહીં તે અંગે આજે નિર્ણય લેવાશે. અયોગ્ય જાહેર કરાયા બાદ ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે CASમાં પોતાને અયોગ્ય જાહેર કરાઈ તે વિરુદ્ધ અપીલ કરી છે.

Vinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિ લીધી છતાં હજું પણ સિલ્વર મેડલની આશા જીવંત, જાણો કઈ રીતે 

રેસલર વિનેશ ફોગાટે આજે કુશ્તીને અલવિદા કરી દીધુ. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી. જો કે આજે તેના મેડલ ઉપર પણ સુનાવણી થવાની છે. આવામાં ભારત માટે શું વિનેશના મેડલની આશા છે કે નહીં. આ અંગે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ) પોતાનો નિર્ણય આપશે. 

fallbacks

...તો મળશે મેડલ!
વાત જાણે એમ છે કે પેરિસ ઓલિમ્પિકમાં વિનેશની સિલ્વર મેડલની આશા હજુ જીવંત છે, જો કે તેને મેડલ મળશે કે નહીં તે અંગે આજે નિર્ણય લેવાશે. અયોગ્ય જાહેર કરાયા બાદ ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે CASમાં પોતાને અયોગ્ય જાહેર કરાઈ તે વિરુદ્ધ અપીલ કરી છે. ફોગાટે કહ્યું છે કે તેને જોઈન્ટમાં સિલ્વર મેડલ આપવામાં આવે. આ સાથે જ તેણે ફાઈનલ મુકાબલો રમવાની પણ મંજૂરી માંગ હતી પરંતુ તે ફગાવી દેવાઈ. હવે વિનેશની સિલ્વર મેડલની માંગણી પર નિર્ણય લેવાશે. CASએ પોતાનો આ ચુકાદો સંભળાવવા માટે ગુરુવાર સવાર સુધીનો સમય માંગ્યો છે. રમત મામલાની કોર્ટ સવારે 11.30 વાગે પોતાનો નિર્ણય આપશે. જો CAS વિનેશના પક્ષમાં નિર્ણય આપે તો IOC એ વિનેશને જોઈન્ટમાં સિલ્વર મેડલ આપવો પડશે. એટલે કે 50 કિલો વજનની કેટેગરીની કુશ્તી ફાઈનલમાં મેચ હારનારી રેસલર સાથે વિનેશને પણ સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવો પડશે. 

CAS નું શું છે કામ
કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ Court of Arbitration for Sport (CAS) દુનિયાભરમાં રમતો માટે બનાવવામાં આવેલી એક સ્વતંત્ર સંસ્થા છે. તેનું કામ રમતો સંબંધિત તમામ કાનૂની વિવાદોની પતાવટનું છે. 1984માં સ્થપાયેલી આ આંતરરાષ્ટ્રીય સંસ્થા ખેલ સંબંધિત વિવાદોને મધ્યસ્થતાના માધ્યમથી ઉકેલવાનું કામ કરે છે. તેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના લોજેનમાં છે અને તેની કોર્ટો ન્યૂયોર્ક, સિડની અને લોજનમાં છે. અસ્થાયી કોર્ટ ઓલિમ્પિકના મેજબાન શહેરોમાં પણ સ્થાપવામાં આવે છે. 

વિનેશે લીધી નિવૃત્તિ
હતાશ વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યુ કે મા કુશ્તી મારી સામે જીતી ગયા અને હું હારી ગઈ માફ કરજો, તમારું સપનું મારી હિંમત બધુ તૂટી ચૂક્યા છે, આનાથી વધુ તાકાત હવે નથી રહી. અલવિદા કુશ્તી 2001-2024. તેણે માફી માંગતા કહ્યું કે હું તમારા બધાની હંમેશા ઋણી રહીશ. 

માત્ર 100 ગ્રામ વધુ હતું વજન
ઓલિમ્પિકમાં ભારતની આશાઓને બુધવારે મોટો ઝટકો મળ્યો. વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થતા જ જાણે હડકંપ મચી ગયો. 50 કિલોગ્રામ વજનની કેટેગરીમાં તેનું વજન નિર્ધારિત જેટલું હોવું જોઈએ તેના કરતા 100 ગ્રામ વધુ આવ્યું. વિનેશ પાસે ગોલ્ડ મેડલ જીતવાના ઉજળા ચાન્સ હતા. પરંતુ વધુ વજન આવતા ફાઈનલના ગણતરીના કલાકો પહેલા જ તેને અયોગ્ય જાહેર કરાઈ. આવામાં એક નિયમના કારણે તે સેમીફાઈનલ જીતવા છતાં મેડલથી ચૂકી ગઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More