Home> Spiritual
Advertisement
Prev
Next

Budh Vakri 2025: 15 માર્ચથી મીન રાશિમાં બુધ વક્રી થશે, રાજા જેવું સુખ ભોગવશે આ 5 રાશિઓ, વધશે ધન અને પ્રતિષ્ઠા

Budh Vakri 2025: ગ્રહોના રાજકુમાર ગણતરીના દિવસોમાં જ વક્રી થશે. બુધના વક્રી થવાથી 12 માંથી 5 રાશિઓ પર સકારાત્મક અસર જોવા મળશે. આ 5 રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
 

Budh Vakri 2025: 15 માર્ચથી મીન રાશિમાં બુધ વક્રી થશે, રાજા જેવું સુખ ભોગવશે આ 5 રાશિઓ, વધશે ધન અને પ્રતિષ્ઠા

Budh Vakri 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈપણ ગ્રહ પોતાની ચાલ બદલે છે ત્યારે તેનો શુભ અને શુભ પ્રભાવ રાશિઓ પર પડે છે. ગ્રહ રાશિ પરિવર્તન કરીને માર્ગી અને વક્રી પણ થાય છે. ગ્રહોની સીધી અને ઉલ્ટી ચાલ પણ રાશિઓ પર અલગ અલગ રીતે પ્રભાવ પાડે છે. ગ્રહોના રાજકુમાર બુધ હાલ મીન રાશિમાં ગોચર કરે છે. ગુરુની રાશી મીનમાં ગણતરીના દિવસોમાં બુધ વક્રી થશે. 

fallbacks

આ પણ વાંચો: સાડાસાતી-ઢૈયાનો આવશે અંત, ભાગ્યના બંધ દરવાજા ખુલશે, ધાર્યું નહીં હોય એટલું મળશે ધન

પંચાંગ અનુસાર 15 માર્ચ અને શનિવારે બપોરે 12:15 મિનિટે બુધ ગ્રહ મીન રાશિમાં વક્રી થઈ જશે. આ અવસ્થામાં બુધ 4 એપ્રિલ 2025 સુધી રહેશે. ગુરુની રાશિ મીનમાં બુધના વક્રી થવાથી 5 રાશિના લોકોને લાભ જ લાભ થવાના છે. આ પાંચ રાશિ કઈ છે તે પણ જાણીએ. 

આ પણ વાંચો: 29 માર્ચથી આ રાશિઓને લાગશે પનોતી, જાણો શનિની પનોતીના ખરાબ પ્રભાવથી બચવા શું કરવું ?

મેષ રાશિ 

બુધ ગ્રહના વક્રી થવાથી મેષ રાશિના લોકોને લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળશે. કામનો ભાર ઓછો થશે. અંગત જીવનમાં સુધારો આવશે. જીવનસાથીનો સહયોગ મળશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે. 

આ પણ વાંચો: મીન રાશિમાં સર્જાશે સૂર્ય, બુધ અને રાહુનો ત્રિગ્રહી યોગ, 4 રાશિઓ આળોટશે ધનમાં

વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે પણ 15 માર્ચ પછીનો સમય શુભ રહેશે. બુધના વક્રી થવાથી જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. સંબંધોમાં સુધારો થશે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે. ભાગ્યોદય થઈ શકે છે. માન સન્માન વધશે. 

આ પણ વાંચો: શુક્ર કરશે પાપી ગ્રહ રાહુના નક્ષત્રમાં પ્રવેશ, આ યુતિથી આ 3 રાશિ થશે માલામાલ

તુલા રાશિ 

તુલા રાશિ માટે પણ બુધનું વક્રી થવું ફળદાયક રહેશે. ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓ માટે સારો સમય. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. વિદેશ યાત્રા પર જવાનું પ્લાનિંગ થઈ શકે છે કામમાં સફળતા મળશે 

આ પણ વાંચો: હોળી પછી પાપી ગ્રહ રાહુ-કેતુ બદલશે નક્ષત્ર, 4 રાશિઓને થઈ શકે છે ભારે ધન હાનિ

કુંભ રાશિ 

કુંભ રાશિના લોકો માટે પણ સારો સમય. મીન રાશિમાં બુધ વક્રી થશે જેના કારણે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. રોકાણ કરવાનો વિચારી રહ્યા હોય તો સમય સારો. જીવનસાથી સાથેના મતભેદ દૂર થશે. 

આ પણ વાંચો:  હોળી-ધૂળેટીનું સંપૂર્ણ પંચાંગ, ચંદ્ર ગ્રહણ, ભદ્રા કાળથી લઈ હોલિકા દહનનું શુભ મુહૂર્ત

મીન રાશિ 

મીન રાશિમાં જ બુધ વક્રી થશે જેના કારણે આ રાશિના લોકોને પણ લાભ થશે. કાર્યક્ષેત્રમાં સહયોગ પ્રાપ્ત થશે. અટકેલા કામ પુરા થશે. ધનની આવક વધશે. મન પહેલા કરતા વધારે પ્રસન્ન રહેશે. મતભેદ દૂર થઈ શકશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More