Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર વડાલી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર મુસાફરોથી ભરચક્ક ભરેલી કમાન્ડર જીપ ટ્રકની પાછળ ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જીપમાં સવાર 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હાઈવે પર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. હાલ તો ઘાયલ થયા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ પોલીસને જાણ કરવામાં આવી છે.
ચંદ્રગ્રહણની સાથે સૂર્યગ્રહણ પણ મચાવશે તબાહી! આ 15 દિવસ 3 રાશિના જીવનમાં લાવશે ભૂચાલ
ઈજાગ્રસ્તોને ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા હાલમાં તેમને વડાલી તેમજ ઈડર રિફર કરવામાં આવ્યા છે. હાલમાં 108 સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ગોઝારા અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જીપમાં શ્રમિકો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઈડર તરફથી મજૂરીકામ પૂર્ણ કરીને પોતાના ઘરે જતાં મજૂરોને અકસ્માત નડ્યો છે.
સાબરકાંઠાના વડાલી પાસે મુસાફરો ભરેલી જીપ ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયો અકસ્માત, 15 લોકોને પહોંચી ઈજા થતાં હોસ્પિટલ લવાયા#sabarkanta #news #gujarat #zee24kalak pic.twitter.com/TfzuH9PV8U
— Zee 24 Kalak (@Zee24Kalak) March 6, 2025
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાહન અકસ્માતની ઘટનાઓમાં દરરોજ સામે આવતી રહે છે. અવારનવાર રોડ અકસ્માતમાં અનેક લોકોને મોતને ભેટી રહ્યા છે. તેમ છતાં પણ ઓવરલોડ મુસાફરો ભરીને ખાનગી વાહનો રોડ દોડતા જોવા મળતા રહે છે. ત્યારે ફરી એક વખત આવી મોતની સવારી સામે અકસ્માતને લઈ સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે