Home> Spiritual
Advertisement
Prev
Next

Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રી ફળશે આ 3 રાશિઓને, ધન લાભ થવાની સાથે વધશે પ્રતિષ્ઠા

Chaitra Navratri 2025 Rashifal: ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ 30 માર્ચ 2025 થી શરુ થશે. આ વર્ષે માં દુર્ગાની સવારી હાથી છે. આ નવરાત્રી 3 રાશિના લોકો માટે અત્યંત શુભ રહેવાની છે. 
 

Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રી ફળશે આ 3 રાશિઓને, ધન લાભ થવાની સાથે વધશે પ્રતિષ્ઠા

Chaitra Navratri 2025 Rashifal: હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર મહિનાની એકમથી નવરાત્રિનો પ્રારંભ થાય છે અને નવમી નીતિથી પર નવરાત્રીનું સમાપન થાય છે. આ વર્ષે નવરાત્રીની શરૂઆત 30 માર્ચ 2025 અને રવિવારથી થશે. ચૈત્ર નવરાત્રીમાં વિશેષ ધાર્મિક અનુષ્ઠાન અને માતાજીની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કરેલા આ કાર્યથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી વધે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે માં દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે જે શુભ સંકેત છે. માન્યતા છે કે જ્યારે માં દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે ત્યારે સંસારમાં સમૃદ્ધિ અને ખુશહાલી વધે છે. 

fallbacks

આ પણ વાંચો: વાસ્તુ દોષ દુર કરવા ઘરમાં આ જગ્યાઓએ રાખી દો સિંધવ મીઠું, ચુંબકની જેમ ખેંચાઈ આવશે ધન

ચૈત્ર નવરાત્રીના વિશેષ શુભ યોગ 

ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શરૂઆત સિદ્ધિ યોગની સાથે ઇન્દ્ર યોગ પણ બનશે. જે ખૂબ જ શુભ અને લાભકારી ગણાય છે. આ સાથે જ નવરાત્રીના પહેલા દિવસે રેવતી નક્ષત્ર હશે જે સૌભાગ્યકારી છે. સર્વાર્થ સિદ્ધિયોગ 30 માર્ચે 4.35 થી શરૂ થશે અને 1 એપ્રિલે સવારે 6.12 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે તેવી પણ માન્યતા છે. ચૈત્ર નવરાત્રીના લોકો માટે પણ શુભ રહેશે. આ 3 રાશિના લોકોના જીવનમાં નવરાત્રિથી સારો સમય શરૂ થશે. 

ચૈત્ર નવરાત્રી 2025 ની રાશિઓ ઉપર અસર 

આ પણ વાંચો: એપ્રિલ 2025 થી આ રાશિઓની આર્થિક સ્થિતિ સુધરશે, શુક્ર રાતોરાત બનાવી શકે છે અમીર

મિથુન રાશિ 

મિથુન રાશિના લોકો માટે આ નવરાત્રી શુભ સંકેત સાથે આવી રહી છે. માં દુર્ગાની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વેપાર અને નોકરીમાં લાભની વિશેષ તક પ્રાપ્ત થશે. નવો વ્યવસાય શરૂ કરવાની યોજના પર વિચાર કરી શકો છો. આ સમય શુભ રહેશે. માં દુર્ગાના આશીર્વાદથી કાર્યના સકારાત્મક પરિણામ મળશે. આ સમય દરમિયાન ધન લાભ થવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આત્મવિશ્વાસ અને માનસિક સ્થિતિ મજબૂત થશે. 

આ પણ વાંચો: Budh Margi 2025: 7 એપ્રિલથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, માર્ગી બુધ અપાવશે સફળતા અને ધન

તુલા રાશિ 

તુલા રાશિના લોકો માટે પણ નવરાત્રી અત્યંત લાભકારી રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. માં દુર્ગાના આશીર્વાદથી માનસિક શાંતિ અને શારીરિક સ્ફૂર્તિનો અનુભવ થશે. તુલા રાશિના લોકોને આ સમયે કરિયર અને કારોબારમાં સફળતા પ્રાપ્ત થશે. જે સમસ્યાઓ આવી રહી હતી તે હવે દૂર થવા લાગશે. નવી તકો પ્રાપ્ત થશે અને મહેનતનું ફળ પણ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને રોકાણ લાભકારી રહેશે. 

આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રીમાં મંગળ બદલશે રાશિ, કન્યા સહિત 3 રાશિઓને થશે જબરદસ્ત ધન લાભ

મકર રાશિ 

મકર રાશિ માટે પણ નવરાત્રી શુભ છે. લાંબા સમયથી જે આર્થિક સમસ્યાઓ હતી તે દૂર થવા લાગશે. માં દુર્ગાની કૃપાથી નાણાકીય લાભના અવસર પ્રાપ્ત થશે. કાર્ય સ્થળ પર મહેનતનું ફળ મળશે. દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ વધશે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. કામમાં સમસ્યા આવી રહી હતી તો તે નવરાત્રી દરમિયાન દૂર થઈ જશે. અટકેલા કામ સંપન્ન થવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More