Chaitra Navratri 2025: હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભક્તો આ દિવસોમાં વ્રત પણ રાખે છે. ચૈત્ર નવરાત્રી માતાજીની આરાધના કરવાનો પર્વ હોય છે. આ નવરાત્રીમાં પૂર્ણ શ્રદ્ધાથી માતાજીની ભક્તિ કરવામાં આવે તો જીવનના બધા જ કષ્ટથી છુટકારો મળે છે. આ નવરાત્રીમાં પણ લોકો ઘરમાં માતાજીની સ્થાપના કરતા હોય છે અને નવ દિવસ તેમની પૂજા અર્ચના કરે છે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે માતાજીને પ્રસન્ન કરવાનો એક અચૂક ઉપાય તમને જણાવીએ.
આ પણ વાંચો: Numerology: લગ્નની તારીખ પરથી જાણો પત્ની જીવનભર પ્રેમ કરશે કે થતી રહેશે તકરાર
પંચાંગ અનુસાર 30 માર્ચ અને રવિવારથી ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ થયો છે. નવરાત્રીની પૂજા દરમિયાન માતાજીને લાલ ચુંદડી અર્પણ કરવી પણ શુભ ગણાય છે. નવરાત્રીમાં માતા દુર્ગાને લવિંગ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. જો પૂજા દરમિયાન રોજ માતાજીને નવ લવીંગ અર્પણ કરવામાં આવે તો નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. નવરાત્રી ના નવ દિવસ માટે નવ લવિંગનો ઉપયોગ કરવાનો હોય છે.
ચૈત્ર નવરાત્રીમાં લવિંગ અર્પણ કરવાના ફાયદા
આ પણ વાંચો: 5 એપ્રિલથી સર્જાશે મંગળ શનિનો લાભયોગ, 5 રાશિના લોકો થશે માલામાલ, નોકરીમાં થશે પ્રગતિ
મંગળ ગ્રહ શાંત થશે
માં દુર્ગાને નવરાત્રી દરમિયાન લવિંગ અર્પણ કરવાથી મંગળ ગ્રહ શાંત થાય છે. તેનાથી મંગળ ગ્રહના દુષ્પ્રભાવ ઓછા થાય છે અને દોષથી પણ મુક્તિ મળે છે.
આ પણ વાંચો: વડોદરાની એકદમ નજીક આવેલું છે ખાસ મંદિર, અહીં દર્શન કરવાથી દુર થઈ જાય છે પૈસાની તંગી
આર્થિક સ્થિતિ મજબૂત થશે
નવરાત્રી દરમિયાન માતાજીની લવિંગ અર્પણ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. જો જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય અને કાર્યમાં સફળતા મળતી ન હોય તો નવરાત્રીમાં માતાજીને લવિંગ અર્પણ કરવાનો ઉપાય કરવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે