EARTHQUAKE: વિચારો જો તમે કોઈ હોટલની છત પર બનેલા શાનદાર સ્વિમિંગ પૂલમાં આરામ કરી રહ્યાં છો, સુરજ આથમી રહ્યો છે અને હળવી ઠંડી-ઠંડી હવા ચાલી રહી છે. પરંતુ અચાનક ધરતી હલવા લાગે અને સમજે સમજી ન શકો કે શું થઈ રહ્યું છે. બેંગકોકમાં તાજેતરમાં આવેલા ભૂકંપ દરમિયાન આવું એક કપલ સાથે થયું છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 28 માર્ચે મ્યાનમારમાં ભયાનક તબાહી મચાવનાર ભૂકંપ આવ્યો હતો, જેની અસર થાઈલેન્ડમાં પણ જોવા મળી હતી. આ ભૂકંપને કારણે અત્યાર સુધી 1600થી વધુ લોકોના મોત થયા છે.
સ્વિમિંગ પૂલમાં મજા માણી રહ્યું હતું કપલ અને આવ્યો ભૂકંપ
બેંગકોકની એક લક્ઝરી હોટલમાં એક કપલ સ્વિમિંગ પૂલમાં આરામ કરી રહ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને પૂલની બાજુમાં સૂઈ રહ્યા છે, પરંતુ પછી અચાનક ભૂકંપનો આંચકો અનુભવાય છે. શરૂઆતમાં તેમને લાગે છે કે તે થોડું વાઇબ્રેશન હશે, પરંતુ ટૂંક સમયમાં જ આખી હોટેલ બિલ્ડિંગ ધ્રૂજવા લાગે છે. ભૂકંપના આંચકાને કારણે પૂલમાં પાણી ઊછળવા લાગે છે અને એવું લાગે છે કે તે પૂલમાંથી બહાર પડી જશે. કપલ ડરી જાય છે અને તરત જ પૂલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગે છે. વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે હોટલના ઉપરના માળેથી પાણીના પ્રવાહો નીચે આવવા લાગે છે, જે દ્રશ્યને વધુ ડરામણું બનાવે છે.
હોટલનો વીડિયો થયો વાયરલ
કપલને જ્યારે ખબર પડે છે તો તે ઝડપથી પૂલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂકંપના મોટા આંચકાથી પૂલમાં ઉભેલા લોકો ગભરાઈ જાય છે અને ભાગવા લાગે છે. આ કપલે સમય રહેતા પૂલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને ખુબને બચાવી લીધા હતા. વીડિયોને લઈને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
યુઝર્સે આપ્યા રિએક્શન
વીડિયોને Khaosod - ข่าวสด નામના ફેસબુક એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. તેવામાં સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યું- એક સમય માટે કપલનું કલેજું મોઢામાં આવી ગયું. એક યુઝર્સે લખ્યું- મરતાં મરતા બચી ગયા. તો એક અન્ય યુઝર્સે લખ્યું કે- ભૂકંપ આવી ગયો છે અને આને રોમાન્સ કરવો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે