Chandra Gochar 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જે પ્રકારે શનિ ગ્રહ સૌથી ધીમી ગતિથી ચાલ બદલવા માટે જાણીતો છે બરાબર એ જ પ્રકારે ચંદ્ર સૌથી ઝડપથી રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરવા માટે જાણીતો છે. વૈદિક પંચાંગ મુજબ ગ્રહોના રાજકુમાર બુધના નક્ષત્રમાં ચંદ્ર ગોચર કરશે. 11 માર્ચના રોજ મંગળવારે મોડી રાતે 12.51 કલાકે ચંદ્ર આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આવામાં 3 રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે આ સમય સારો રહેશે. જીવનમાં સકારાત્મક પરિણામ આવી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. ધન વૃદ્ધિના યોગ બનશે. લાઈફ પાર્ટનરનો સાથ મળશે. જીવનમાં ખુશહાલી આવશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. કોઈ નવું કાર્ય શરૂ કરવાનો વિચાર મનમાં આવી શકે છે. સંબંધીઓની અવરજવર રહેશે. મન પ્રસન્ન રહેશે. માન અને સન્માનમાં વધારાના યોગ બની રહ્યા છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. વિદેશ જવાની તક મળી શકે છે. કોઈ એવો પ્રસ્તાવ મળી શકે છે જેનાથી તમારું મન વધુ પ્રસન્ન રહેશે. ઉન્નતિના યોગ છે. કારોબારને વધારવાનું વિચારી શકો છો. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકશે.
કન્યા રાશિ
આત્મવિશ્વાસ વધવાની સાથે દરેક કાર્યમાં સફળતા મેળવી શકશો. અટવાયેલા પૈસા મળશે. વેપારમાં ઉન્નતિ થઈ શકે છે. ઘરવાળા સાથે ક્યાંક જવાનો પ્લાન બની શકે છે. આપસી મતભેદો દૂર થશે. ચંદ્ર ગ્રહની કૃપાથી મન શાંત રહેશે. જૂના કોઈ મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. ધૈર્યથી કામ લેવાનું લાભકારી રહેશે. ધનવૃદ્ધિ સાથે આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે