Home> Sports
Advertisement
Prev
Next

'140 કરોડની જનતાની દુઆ..', જાડેજાની પત્ની રિવાબા જીતથી ખુશખુશાલ, અનોખી સ્ટાઈલમાં પાઠવી શુભેચ્છા

IND vs NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે 12 વર્ષ બાદ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટની ત્રીજી ટ્રોફી જીતી છે. તમામ ચેમ્પિયન ખેલાડીઓ માટે અભિનંદનનો ધસારો જોવા મળ્યો હતો. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાના પત્ની બીજેપી ધારાસભ્ય રીવાબાએ પણ ટીમ ઈન્ડિયાને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

'140 કરોડની જનતાની દુઆ..', જાડેજાની પત્ની રિવાબા જીતથી ખુશખુશાલ, અનોખી સ્ટાઈલમાં પાઠવી શુભેચ્છા

IND vs NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે 12 વર્ષ બાદ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટની ત્રીજી ટ્રોફી જીતી છે. તમામ ચેમ્પિયન ખેલાડીઓ માટે અભિનંદનનો ધસારો જોવા મળ્યો હતો. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાના પત્ની બીજેપી ધારાસભ્ય રીવાબાએ પણ ટીમ ઈન્ડિયાને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેણે ભારતીય ટીમના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

fallbacks

શું કહ્યું રીવાબા જાડેજાએ?
ભારતની જીત પર રિવાબાએ કહ્યું, 'આ બધુ ભારતના લોકોની શુભકામનાઓ અને પ્રાર્થનાને કારણે શક્ય બન્યું છે. ભારતીય ટીમ જે રીતે રમી રહી હતી, અમે આખી ટૂર્નામેન્ટમાં અજેય રહ્યા. તમામ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. મને આશા છે કે ટીમ ભવિષ્યમાં પણ આવું જ પ્રદર્શન કરતી રહેશે.

જાડેજા સંન્યાસ લેશે નહીં! 
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેલાઈ ગયા હતા. કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિની અફવાઓ પણ ઉડી હતી, પરંતુ તેણે ફાઈનલ બાદ પુષ્ટિ કરી હતી કે તે હજુ નિવૃત્તિ લેવાનો નથી. રવિન્દ્ર જાડેજાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું આયોજન કર્યું નથી, તેથી બિનજરૂરી અફવાઓ ફેલાવવી નહીં. બંને દિગ્ગજોએ T20 વર્લ્ડ કપ 2025 પછી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

જાડેજાને મળ્યો હતો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ 
રવિન્દ્ર જાડેજાએ ન્યુઝીલેન્ડ સામે 10 ઓવર નાંખી અને એક વિકેટ લીધી. પરંતુ આ મેચમાં રવિન્દ્ર જાડેજા એક પણ શાનદાર કેચ પકડી શક્યો ન હતો. પરંતુ પોતાની ઝડપી ફિલ્ડિંગથી ઘણા રન બચાવ્યા. જેના કારણે તેને શ્રેષ્ઠ ફિલ્ડર પસંદ કરવામાં આવ્યો હતો. ફાઈનલ મેચમાં રવિન્દ્ર જાડેજાની પત્ની પણ તેને સપોર્ટ કરતી જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More