Home> Spiritual
Advertisement
Prev
Next

Vastu Tips: સુતી વખતે પલંગ પાસે ન રાખવી આ વસ્તુઓ ક્યારેય, રૂપિયાની તંગી સર્જાતા વાર નહીં લાગે

Vastu Tips: જો આ નિયમોને ધ્યાનમાં રાખવામાં ન આવે અને વસ્તુને ખોટી જગ્યાએ રાખવામાં આવે તો તેની નેગેટિવ એનર્જીનો પ્રભાવ તમારા જીવનમાં પણ પડે છે. આ નેગેટીવ એનર્જી તમને ગરીબ પણ બનાવી શકે છે. ખાસ કરીને કેટલીક વસ્તુઓને બેડ પાસે રાખવું ટાળવું જોઈએ. 

Vastu Tips: સુતી વખતે પલંગ પાસે ન રાખવી આ વસ્તુઓ ક્યારેય, રૂપિયાની તંગી સર્જાતા વાર નહીં લાગે

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવે છે કે તમારી આસપાસ જે વસ્તુઓ હોય છે તેની પણ એક એનર્જી હોય છે અને આ એનર્જી તમારા જીવનને પણ અસર કરે છે. તેથી જ વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને યોગ્ય દિશા અને યોગ્ય જગ્યાએ રાખવાના નિયમો દર્શાવવામાં આવ્યા છે. જો આ નિયમોને ધ્યાનમાં રાખવામાં ન આવે અને વસ્તુને ખોટી જગ્યાએ રાખવામાં આવે તો તેની નેગેટિવ એનર્જીનો પ્રભાવ તમારા જીવનમાં પણ પડે છે. આજે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેને સુતી વખતે પલંગની પાસે રાખવી ન જોઈએ. 

fallbacks

આ પણ વાંચો: હવે ચાંદીના પાયે ચાલશે શનિ, 3 રાશિના લોકોને કરાવશે તગડો લાભ, મળશે અપાર ધન-સંપત્તિ

સાવરણી

હિન્દુ ધર્મમાં સાવરણીને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જ તેને ક્યારેય ખોટી જગ્યાએ રાખવી જોઈએ નહીં. ખાસ કરીને રાત્રે સૂતી વખતે પલંગની નીચે કે પલંગની આસપાસ જાડું રાખવું જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં જાડુ રાખવાથી ધન હાનિ થાય છે.

ઇલેક્ટ્રોનિક વસ્તુઓ

વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે બેડની આસપાસ કોઈ ઇલેક્ટ્રોનિક સામાન જેમકે મોબાઈલ કે ઘડિયાળ પણ રાખવા જોઈએ નહીં. આ સિવાય અભ્યાસ સંબંધિત વસ્તુઓ પણ માથા પાસે રાખીને સૂવું જોઈએ નહીં.

આ પણ વાંચો: Guruvar Ke Upay: ધંધામાં હોય મંદી તો ગુરુવારે કરો આ અચૂક ઉપાય, રોકેટ ગતિથી વધશે નફો

ઓશીકા પાસે રાખો ફટકડી

જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે તે માટે તમે એક કપડામાં થોડી ફટકડી બાંધીને ઓશીકા નીચે રાખી શકો છો. ઓશિકા નીચે ફટકડી રાખીને સુવાથી રાત્રે ઊંઘમાં ખરાબ સપના પણ નહીં આવે. 

આ સિવાય ઓશીકા નીચે પાંચ થી છ એલચી પણ કપડામાં બાંધીને રાખી શકો છો. રાત્રે સૂતી વખતે માથા પાસે પાણી ભરેલું પાત્ર રાખવાથી પણ લાભ થાય છે.

આ પણ વાંચો: Angry Zodiac: ક્રોધી સ્વભાવના હોય છે આ 5 રાશિઓના લોકો, મગજ જાય ત્યારે સામે આવે ગયા..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More