Gold Astrology: સોનુ કિંમતી ધાતુ છે. વૈદિક જ્યોતિષ અને ધાર્મિક પરંપરાઓમાં પણ સોનાને અત્યંત શુભ માનવામાં આવ્યું છે. ભારતમાં સોનાને ફક્ત આભૂષણ માટેની ધાતુ તરીકે જ નહીં પરંતુ સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉર્જાનું પ્રતીક પણ ગણવામાં આવે છે. સોનાના આભૂષણ સ્ત્રી-પુરુષ બંને પહેરે છે. દરેક વ્યક્તિ પોતાના અંગ ઉપર કોઈને કોઈ સોનાની વસ્તુ પહેરે જ છે. પરંતુ આ સોનુ બધા જ લોકો માટે શુભ નથી. રાશિ ચક્રની ફક્ત 5 રાશિ એવી છે જેમના માટે સોનું શુભ ફળદાયક છે. આ 5 રાશિના લોકો માટે સોનુ ભાગ્ય બદલનાર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 7 May 2025: આજે ગ્રહોની ચાલ આર્થિક સ્થિતિને સુધારવાની કોશિશ સફળ કરશે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનું ધારણ કરવાથી ગુરુ ગ્રહ અને સૂર્ય ગ્રહને બળ મળે છે. આ બંને ગ્રહો જ્ઞાન, યશ, સફળતા, ભાગ્ય વધારનાર ગ્રહ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ અને સૂર્ય શુભ સ્થિતિમાં હોય તો સોનું ધારણ કરવાથી તેનો પ્રભાવ વધી જાય છે.
કયા દિવસે સોનું પહેરવું ?
આ પણ વાંચો: મેષ રાશિમાં સર્જાશે શક્તિશાળી બુધાદિત્ય રાજયોગ, આ રાશિના લોકોની લોટરી લાગી જશે
સોનું પાવરફુલ થતું છે તેથી તેને શુભ સમય અને શુભ દિવસે જ ધારણ કરવું જોઈએ. સોનું ધારણ કરવા માટે એક શુભ દિવસ અને મુહૂર્ત હોય છે. જો તમે સમય અને મુહૂર્ત જોયા વિના સોનું પહેરો છો તો ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર સોનું પહેરવા માટે શુભ દિવસ છે. આ 4 માંથી કોઈ એક દિવસે શુભ મુહૂર્ત જોઈને સોનું ધારણ કરવામાં આવે તો તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે.
આ પણ વાંચો: શુક્રના નક્ષત્ર પરિવર્તનથી બદલશે સમય, અખૂટ ધન, સમૃદ્ધિ અને સફળતા મેળવશે આ 3 રાશિઓ
કેવી રીતે સોનું પહેરવું ?
સોનું પહેરતી વખતે તેને શુદ્ધ કરવું પણ જરૂરી છે. સોનાના આભૂષણને સૌથી પહેલા ગંગાજળ અથવા દૂધથી શુદ્ધ કરો. તને એક પાત્રમાં રાખીને તેની પૂજા કરો. સોનું પહેતા પહેલા ઓમ ગુરુવે નમઃ અથવા ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. ત્યાર પછી સોનાનું આભૂષણ ધારણ કરી લો.
આ પણ વાંચો: ઘરમાં બરકત વધારવાના રામબાણ ઉપાયો, આ કામ કરનારના ઘરમાં ધનની તંગી ક્યારેય ન સર્જાય
કઈ રાશિઓ માટે સોનુ શુભ ?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ, કર્ક, સિંહ, ધનુ અને મીન રાશિના લોકો માટે સોનું શુભ માનવામાં આવે છે. કારણ કે આ રાશિઓ સૂર્ય અને ગુરુથી પ્રભાવિત હોય છે. સોનું પહેરવાથી આ રાશિના લોકોને લાભ મળે છે. આ રાશિના લોકો સોનું પહેરે તો તેમને વધારે લાભ મળવા લાગે છે અને સૂર્ય અને ગુરુની સ્થિતિ વધારે પ્રબળ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે