Home> Spiritual
Advertisement
Prev
Next

Guru Gochar 2023: ગુરૂનો 12 વર્ષ બાદ મેષ રાશિમાં પ્રવેશ, આ પાંચ જાતકો માટે ખુલશે ભાગ્યનો ખજાનો

Guru Rashi Parivartan 2023 April: ગુરૂનું રાશિ પરિવર્તન ઘણા જાતકો માટે લાભકારી સાબિત થશે. જાણો ગુરૂ ગોચરથી ક્યા જાતકોના સારા દિવસો આવશે. 

Guru Gochar 2023: ગુરૂનો 12 વર્ષ બાદ મેષ રાશિમાં પ્રવેશ, આ પાંચ જાતકો માટે ખુલશે ભાગ્યનો ખજાનો

નવી દિલ્હીઃ Guru Gochar 2023: જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ રાશિ પરિવર્તનને એક મહત્વની ઘટના માનવામાં આવી છે. ગુરૂ પ્રતિ વર્ષ એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. વર્ષ 2023માં ગુરૂ મીન રાશિમાંથી નિકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂનું ગોચર મેષ રાશિમાં આશરે 12 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે. ગુરૂ 22 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂ ગોચરથી દરેક 12 રાશિઓ પ્રભાવિત થશે. ગુરૂના મેષ રાશિમાં જવાથી ઘણા જાતકોને લાભ મળશે. જાણો આ લિસ્ટમાં કઈ રાશિ સામેલ છે. 

fallbacks

મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે ગુરૂનું મેષ રાશિમાં ગોચર લાભકારી સિદ્ધિ થશે. આ દરમિયાન તમને જે વસ્તુની જરૂરીયાત હશે તે પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યમાં પહેલાથી સુધાર થશે. લગ્ન જીવન સુખદ રહેશે. 

મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકો માટે ગુરૂ ગોચર આર્થિક પ્રગતિ લઈને આવી રહ્યું છે. આ દરમિયાન તમને નોકરીમાં નવી તક મળશે. નોકરી કરનાર જાતકોની આવકમાં વધારા સાથે પ્રમોશન મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. 

આ પણ વાંચોઃ પુરી થઈ સૂર્ય-શનિની યુતિ, આ રાશિના લોકો માટે શરુ થયો સારો સમય, હવે થશે ભાગ્યોદય

કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. શુભ સમાચાર મળવાના સંકેત છે. યાત્રામાં લાભ થશે. પરિવારમાં ખુશીનું આગમન થશે. ભાગ્યને કારણે કેટલાક કામ થશે. આધ્યાત્મ પરફ ઝુકાવ વધશે. ગુરૂ ગોચર તમારા જીવનમાં આર્થિક સંપન્નતા લાવશે. 

કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકો માટે ગુરૂ રાશિ પરિવર્તન લાભકારી સિદ્ધ થશે. આ દરમિયાન તમારૂ સુતેલું ભાગ્ય જાગી જશે. માન-સન્માન વધશે. વેપારીઓ માટે આ સમયે અનુકૂળ રહેવાનો છે. જીવનમાં ખુશી આવશે.

મીન રાશિઃ રોજગારની શોધ કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર જાતકો માટે આ સમય લાભકારી સાબિત થશે. આવકમાં વધારો થવાનો સંકેત છે. કરિયર પ્રમાણે આ સમય અનુકૂળ રહેવાનો છે. 

આ પણ વાંચોઃ હનુમાન જન્મોત્સવ બાદ સૂર્યનું મહાગોચર, 14 એપ્રિલથી આ જાતકોનું ભાગ્ય ચમકી જશે

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More