આ વર્ષે 12 એપ્રિલ 2025ના શનિવારે હનુમાન જયંતી છે અને તે દિવસે મીન રાશિમાં પંચગ્રહી યોગ બની રહ્યો છે. મીન રાશિમાં બુધ, શુક્ર, શનિ, રાહુ અને સૂર્યનો જમાવડો થવાથી બુધાદિત્ય, શુક્રાદિત્ય યોગ, લક્ષ્મી નારાયણ યોગ, અને માલવ્ય યોગ જેવા અનેક રાજયોગ પણ બની રહ્યા છે. આ બધા રાજયોગ 4 રાશિના જાતકોને ખુબ ફાયદો કરાવશે. જાણો કોણ છે તે લકી રાશિઓ...
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો પર હનુમાનજીના દિવસે બજરંગબલીની ભરપૂર કૃપા વરસશે. તમારા સારા અટકેલા કામ ઝડપથી પૂરા થવા લાગશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. નવી નોકરી મળી શકે છે. અટકેલા પૈસા પરત મળશે. બેરોજગારોને રોજગારી મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે પણ આ સમય ખુબ શુભ રહેશે. તમારું ભાગ્ય ચમકશે. સફળતા કદમ ચૂમશે. ધનલાભ થશે. આત્મવિશ્વાસ વધશે. બિઝનેસમાં નફો થશે. ઘરમાં ખુશહાલી રહેશે. માન સન્માન વધશે.
વૃશ્ચિક રાશિ
બજરંગબલીની કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકોને નોકરીમાં પ્રગતિ, પગાર વધારો મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામો મળશે. વેપારમાં તેજી રહેશે. આર્થિક લાભ થશે. ઘરમાં સુખ સુવિધાઓ વધશે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે પણ હનુમાન જન્મોત્સવ પર બનેલા શુભ યોગ ખુબ લાભ કરાવશે. કરિયરમાં પ્રગતિ થશે. ધન સંપત્તિ વધશે. વેપારીઓને લાભ કરાવશે. કોઈ ખુશખબર મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે