Home> Sports
Advertisement
Prev
Next

તિલક વર્મા બાદ વધુ એક ધુરંધર રિટાયર્ડ આઉટ...CSKએ ફિફ્ટી મારનાર બેટ્સમેનને ચાલુ મેચમાં કર્યો મેદાન બહાર

IPL 2025 : મુલ્લાનપુરમાં રમાયેલી પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં આ ધુરંધર બેટ્સમેન રિટાયર્ડ આઉટ થયો હતો, તે આઈપીએલ ઈતિહાસમાં રિટાયર્ડ આઉટ થનારો પાંચમો ખેલાડી બન્યો છે. તે 49 બોલમાં 69 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

તિલક વર્મા બાદ વધુ એક ધુરંધર રિટાયર્ડ આઉટ...CSKએ ફિફ્ટી મારનાર બેટ્સમેનને ચાલુ મેચમાં કર્યો મેદાન બહાર

IPL 2025 : થોડા દિવસો પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન તિલક વર્મા IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રિટાયર્ડ આઉટ થયા બાદ ડગઆઉટમાં પરત ફરતો જોવા મળ્યો હતો, જે બાદ ઘણો હોબાળો થયો હતો. તિલક IPL ઈતિહાસમાં રિટાયર્ડ આઉટ થનાર ચોથો ખેલાડી બન્યો હતો. જો કે હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન ડેવોન કોનવે પણ રિટાયર્ડ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

fallbacks

પંજાબ કિંગ્સના આ સ્ટારને BCCIએ ફટકાર્યો મોટો દંડ...આ ભૂલ પડી ગઈ ભારે

ફિફ્ટી ફટકાર્યા બાદ રમી રહેલા ડેવોન કોનવેને ચેન્નાઈએ રિટાયર્ડ આઉટ કર્યો 

ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની 18મી ઓવરમાં ડેવોન કોનવે રિટાયર્ડ આઉટ થયો હતો. ઓવરના પાંચમા બોલ પર એમએસ ધોનીએ સિક્સ ફટકાર્યા બાદ કોનવે રિટાયર્ડ આઉટ થયો હતો. તેના સ્થાને રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો હતો અને 5 બોલમાં 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. કોનવે 49 બોલમાં 69 રન બનાવીને ડગઆઉટમાં પરત ફર્યો હતો.

જ્યારે તે મેદાન છોડી રહ્યો હતો ત્યારે ચેન્નાઈ કેમ્પ તેને તાળીઓથી વધાવી રહ્યો હતો. કોનવે બોલને યોગ્ય રીતે ટાઈમ કરી શકતો નહોતો, જેના કારણે ચેન્નાઈએ આ નિર્ણય લીધો હતો. જો કે ચેન્નાઈએ આ નિર્ણય લેવામાં થોડો સમય લીધો હતો.

એક ઓવરમાં 6 સિક્સ, 39 બોલમાં IPL સદી... કોણ છે આ 24 વર્ષીય બેટ્સમેન

IPLમાંથી રિટાયર્ડ આઉટ થયેલા ખેલાડીઓ

  • રવિચંદ્રન અશ્વિન vs લખનૌ, મુંબઈ, 2022
  • અથર્વ તાયડે vs દિલ્હી, ધર્મશાલા, 2023
  • સાઈ સુદર્શન vs મુંબઈ, અમદાવાદ, 2023
  • તિલક વર્મા vs લખનૌ, લખનૌ, 2025
  • ડેવોન કોનવે vs પંજાબ, મુલ્લાનપુર, 2025

પંજાબ અને ચેન્નાઈ વચ્ચેની મેચ કેવી રહી ?

પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ હતી, જેમાં શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં પંજાબે 18 રનથી જીત મેળવી હતી. મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં PBKSએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર પ્રિયાંશ આર્યની તોફાની સદીની મદદથી પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા.

220 રનના લક્ષ્યનો પીછો કરતા સુપર કિંગ્સ ઓપનર ડેવોન કોનવેની અડધી સદી અને શિવમ દુબે સાથે તેની ત્રીજી વિકેટની 89 રનની ભાગીદારી છતાં પાંચ વિકેટે 201 રન જ બનાવી શકી. કોનવેએ રચિન રવિન્દ્ર સાથે પ્રથમ વિકેટ માટે 61 રન જોડ્યા હતા. પંજાબ કિંગ્સ માટે લોકી ફર્ગ્યુસન સૌથી સફળ બોલર રહ્યો, તેણે 40 રનમાં બે વિકેટ લીધી. મહેન્દ્ર સિંહ ધોનીએ ચોક્કસપણે 12 બોલમાં 27 રન બનાવ્યા. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More