Home> Spiritual
Advertisement
Prev
Next

30 માર્ચથી આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, 2 મોટા રાજયોગનો લાભ, કરિયરમાં લગાવશે ઊંચી છલાંગ, થશે ધનવર્ષા!

આ વખતે સંવતની શરૂઆત દુર્લભ સંયોગથી થશે, કારણ કે આ દિવસે સૂર્યની સાથે ચંદ્રમા, શનિ, બુધ, રાહુ અને પાંચ ગ્રહોની યુતિ મીન રાશિમાં રહેશે. તેવામાં આ સંવત 4 રાશિઓ માટે વિશેષ રૂપે લાભદાયક રહેશે. 

 30 માર્ચથી આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, 2 મોટા રાજયોગનો લાભ, કરિયરમાં લગાવશે ઊંચી છલાંગ, થશે ધનવર્ષા!

Hindu Nav varsh rashifal 2025 :  વૈદિક જ્યોતિષ પ્રમાણે વિક્રમ સંવત 2082ની શરૂઆત 30 માર્ચથી થવાની છે. આ સંવત સિદ્ધાર્થી સંવત હશે. ખાસ વાત છે કે તેના રાજા અને મંત્રી સૂર્ય હશે. આ દરમિયાન સૂર્ય અને ચંદ્રમા એક સાથે મીન રાશિમાં બિરાજમાન હશે. 30 માર્ચે કર્મફળ તથા ન્યાયના દેવતા શનિ, ગ્રહોના રાજકુમાર બુદ, મનના કારક ચંદ્રમા અને પાપી ગ્રહ રાહુ એક સાથે મીનમાં હશે. 

fallbacks

આ દરમિયાન ગ્રહોની યુતિથી બુધાદિત્ય અને માલવ્ય રાજયોગનું નિર્માણ થશે, જે ઘણી રાશિઓ માટે શુભ અને ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હિંદુ નવા વર્ષનું પ્રથમ પર્વ ચૈત્ર નવરાત્રિ અને ગુડી પડવો હોય છે, જેનું ખૂબ મહત્વ છે. આ દિવસ હિંદુ ધર્મ માટે ખાસ હોય છે, કારણ કે આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી.

હિન્દુ નવા વર્ષથી આ જાતકોનું ભાગ્ય ચમકશે
મિથુન રાશિઃ
હિંદુ નવવર્ષ પર દુર્લભ યોગ અને રાજયોગ બનવો આ જાતકો માટે શુભ સાબિત થશે. હિંદુ નવું વર્ષ ખુશીઓ લાવશે. નોકરી અને કરિયરમાં પ્રગતિનો યોગ બનશે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન સાથે પગાર વધારાનો લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાથી મજબૂત થશે. વેપારીઓને ધનલાભ થશે અને કારોબારનો વિસ્તાર કરી શકો છો. બેરોજગારને નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે.

કુંભ રાશિઃ હિંદુ નવું વર્ષ અને મીન રાશિમાં ગ્રહોનો મહાકુંભ આ જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. તમને ભાગ્યનો સાથ મળશે. કરિયરમાં પ્રગતિ થશે. ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે. પરિવારમાં માંગલિક કાર્ય થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. નવું કરવા માટે આ સમય સારો છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. મહેનતનું ફળ મળશે. ઉધારી ચુકતે કરવામાં સફળતા મળશે.

ધન રાશિઃ હિંદુ નવું વર્ષ અને રાજયોગનો નિર્માણ આ જાતકો માટે ખુશીઓ લાવશે. કાર્યમાં આવી રહેલી સમસ્યા દૂર થશે. આર્થિક સ્થિતિ સારી થશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. કરિયરના ક્ષેત્રમાં નવી ગતિ મળી શકે છે. પૈસા સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર થશે. કાયદાકીય મામલામાં મોટી સફળતા મળી શકે છે. અટવાયેલા કામમાં ગતિ મળશે. 

કન્યા રાશિઃ તમારા માટે હિંદુ નવું વર્ષ ભાગ્યશાળી સાબિત થશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કરિયરમાં પ્રગતિ થવાનો યોગ છે. તમને ભાગ્યનો સાથ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. મકાન કે કોઈ અન્ય પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. અટવાયેલા કામ પૂરા કરવામાં સફળ થશો. આ સમયમાં તમારી રિલેશનશિપ અને પાર્ટનરશિપમાં મજબૂતી આવશે. આઈટી, મીડિયા અને રિસર્ચ સાથે જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ રહેશે. 

હિંદુ નવા વર્ષ વિશે જાણો
હિંદુ નવા વર્ષને ભારતીય નવા વર્ષના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષ વિક્રમ સંવત 2028નો શુભારંભ થશે. આ વર્ષે, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ અનુસાર 30 માર્ચ, 2025 થી હિંદુ નવું વર્ષ શરૂ થશે. હિંદુ નવું વર્ષ અંગ્રેજી કેલેન્ડર કરતાં 57 વર્ષ આગળ છે, તેથી અંગ્રેજી કેલેન્ડરનું વર્ષ 2025 છે, જ્યારે હિન્દુ નવું વર્ષ 2082 માં આવવાનું છે. આપણે અંગ્રેજી કેલેન્ડરના વર્ષમાં 57 ઉમેરીને વિક્રમી સંવતનો સમયગાળો ગણીએ છીએ અને પછી સંવત સંખ્યાની ગણતરી કરવા માટે તેમાંથી 78 બાદ કરીએ છીએ.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More