Home> Technology
Advertisement
Prev
Next

જૂના iPhoneમાં પણ ચાલશે ખાસ AI ફીચર…બસ કરવું પડશે આ એક કામ, 90% લોકોને નહીં હોય ખબર...

જો તમે પણ AI ફીચર્સને કારણે નવા iPhone માં અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો, તો રાહ જુઓ. આ ટ્રિક વડે તમે જૂના iPhoneમાં પણ લેટેસ્ટ AI ફીચર્સનો આનંદ માણી શકો છો. આવો જાણીએ તેના વિશે...

જૂના iPhoneમાં પણ ચાલશે ખાસ AI ફીચર…બસ કરવું પડશે આ એક કામ, 90% લોકોને નહીં હોય ખબર...

Magic Eraser AI Feature: શું તમે પણ જૂનો iPhone વાપરો છો? અને જો તમને લાગે છે કે તેમાં લેટેસ્ટ AI ફીચર્સનો ઉપયોગ કરી શકાતો નથી, તો આ સમાચાર તમને ઘણી મદદ કરી શકે છે. આ અહેવાલમાં અમે તમને જણાવીશું કે તમારા જૂના iPhone પર પણ ઑબ્જેક્ટ રિમૂવલ જેવી એડવાન્સ AI સુવિધાઓનો ઉપયોગ કરવાની રીત જણાવીશું, જેણે કંપનીએ માત્ર અને માત્ર લેટેસ્ટ આઈફોન 16 સીરિઝમાં એડ કર્યા છે. આ ફીચરની મદદથી તમે તમારા ફોટામાંથી બિનજરૂરી વસ્તુઓને દૂર કરી શકો છો. ચાલો તેના વિશે જાણીએ…

fallbacks

બસ કરવું પડશે આ એક કામ
ખરેખર, આ માટે તમારે તમારા જૂના iPhoneમાં Google Photosની મદદ લેવી પડશે. તેની મદદથી તમે તમારા જૂના iPhone પર લેટેસ્ટ ઓબ્જેક્ટ રિમૂવલ ફીચર ઉપયોગ કરી શકો છો. Google Photos માં હાજર Magic Eraser ફીચર પણ એપલના ઓબ્જેક્ટ રીમુવલ ફીચરની જેમ કામ કરે છે, જેની મદદથી તમે ફોટામાંથી અનિચ્છનીય વસ્તુઓ, લોકો કે પરેશાન કરતા બેકગ્રાઉન્ડને સરળતાથી દૂર કરી શકો છો.

આ રીતે કરો Magic Eraser નો ઉપયોગ

  • આ માટે સૌથી પહેલા તમારા iPhone પર Google Photos એપ ડાઉનલોડ કરો.
  • આ પછી એપ્લિકેશનમાં લોગ ઇન કરો અને તે ફોટો પસંદ કરો જેમાંથી તમે ઑબ્જેક્ટને દૂર કરવા માંગો છો.
  • આ પછી સ્ક્રીનની નીચે આપેલા ‘Edit’ ઓપ્શન પર ટેપ કરો.
  • અહીં તમે ‘Magic Eraser’નો ઓપ્શન દેખાશે.
  • હવે ફક્ત દૂર કરવાના ઑબ્જેક્ટને હાઇલાઇટ કરો.
  • આમ કરવાથી Google Photos તેની આપમેળે દૂર કરી નાંખશે.

કોઈપણ iPhone પર કરો ઉપયોગ 
Google Photos ની Magic Eraser  સુવિધા માત્ર નવા જ નહીં પણ જૂના iPhone મોડલ પર પણ સરસ કામ કરે છે. મતલબ કે તમારા ફોનમાં iOSનું લેટેસ્ટ વર્ઝન ન હોય તો પણ તમે AI એડિટિંગની આ ખાસ સુવિધાનો આનંદ માણી શકો છો. આ ટ્રિકની મદદથી તમે જૂના iPhone પર જ iPhoneના મોંઘા ફીચર્સનો ઉપયોગ કરી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More