Home> Spiritual
Advertisement
Prev
Next

Holi 2025: હોળી-ધૂળેટીનું સંપૂર્ણ પંચાંગ, ચંદ્ર ગ્રહણ, ભદ્રા કાળથી લઈ હોલિકા દહનનું શુભ મુહૂર્ત

Holi 2025: હોળીનો મહાપર્વ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળી અને ધૂળેટીના શુભ મુહૂર્ત, ભદ્રા, ચંદ્ર ગ્રહણ અંગે પંચાંગ શું કહે છે ચાલો તમને જણાવીએ.
 

Holi 2025: હોળી-ધૂળેટીનું સંપૂર્ણ પંચાંગ, ચંદ્ર ગ્રહણ, ભદ્રા કાળથી લઈ હોલિકા દહનનું શુભ મુહૂર્ત

Holi 2025: હોળીનો મહાપર્વ કાશી, મથુરા સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. આ દિવસનું ધાર્મિક મહત્વ છે તેથી જરૂરી છે કે પંચાંગની વિગતો અનુસાર ધાર્મિક વિધિ કરવામાં આવે. સનાતન ધર્મમાં પંચાંગ અનુસાર જ તહેવારની ઉજવણી કરવાની પરંપરા છે. હિન્દુ ધર્મમાં શુભ મુહૂર્ત અને શુભ કાળમાં જ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2025 માં હોળી અને ધુળેટીના પર્વ ને લઈને પંચાંગની બધી જ વિગતો તમને જણાવીએ. હોળીના શુભ-અશુભ મુહૂર્ત, રાહુકાળ અને હોલિકા દહનનું શુભ મુહૂર્ત આ વર્ષે કયું છે ચાલો જાણીએ. 

fallbacks

આ પણ વાંચો:Chaturgrahi Yog 2025: મીન રાશિમાં 4 શુભ ગ્રહોનો અદ્ભુત સંયોગ, 5 રાશિ માટે સુખનો સમય

આ વર્ષે હોળીકા દહન 13 માર્ચ 2025 ના રોજ થશે. જ્યારે ધુળેટીનો પર્વ 14 માર્ચ 2025 ના રોજ ઉજવાશે. હોળીની તિથિ એટલે કે પૂર્ણિમાની શરૂઆત 13 માર્ચ 2025 ના રોજ સવારે 10:35 થી થશે. પૂર્ણિમાની પૂર્ણાહુતિ 14 માર્ચ 2025 ના રોજ બપોરે 12.23 કલાકે થશે.

આ પણ વાંચો: માર્ચ મહિનામાં રાજા જેવું સુખ ભોગવશે આ 3 રાશિઓ, શશ, માલવ્ય સહિત 3 રાજયોગ લાભ કરાવશે

14 માર્ચ 2025 નું પંચાંગ 

ધુળેટીના દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેશે. ધુળેટીના દિવસે રાહુ કાળનો સમય સવારે 11.01 થી બપોરે 12:30 સુધીનો રહેશે. આ દિવસે સૂર્યની રાશિ કુંભ અને ચંદ્રની રાશિ સિંહ હશે. 

આ પણ વાંચો: આજથી કુંભ રાશિમાં અસ્ત થઈ જશે શનિ, 9 એપ્રિલ સુધીમાં 3 રાશિઓ ભોગવશે રાજા જેવા ઠાઠ

હોળી પર ચંદ્રગ્રહણ 

આ વર્ષે હોળીના પર્વ પર ચંદ્રગ્રહણ પર થવાનું છે. પરંતુ પંચાંગ અનુસાર ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે નહીં તેથી તેનો સૂચત કાળ પણ ભારતમાં માન્ય ગણાશે નહીં.

આ પણ વાંચો: ગુરુની રાશિમાં શુક્ર થશે વક્રી, માર્ચ મહિનામાં 3 રાશિઓ કરશે મોજ, થશે અણધાર્યો ધન લાભ

હોલિકા દહનનું શુભ મુહૂર્ત

આ વર્ષે પણ હોલિકા દહનના દિવસે ભદ્રા રહેશે. 13 માર્ચ 2025 ના રોજ હોલિકા દહન કરવાનું છે અને 13 માર્ચે સવારે 10.04 મિનિટથી ભદ્રાની શરુઆત થશે, જેનું સમાપન રાત્રે 10.30 મિનિટે થશે. એટલે કે 13 માર્ચે રાત્રે 10.40 મિનિટ પછી હોલિકા દહન કરી શકાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More