Home> Health
Advertisement
Prev
Next

Depression: ઉદાસી, વધારે પડતી ભુખ સહિતના આ 5 લક્ષણોને ન કરો ઈગ્નોર, ડિપ્રેશનની શરુઆતમાં થાય છે આવું

Early Signs Depression: ડિપ્રેશન એક માનસિક કંડીશન છે. આ કંડીશનની શરુઆતમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. જો કોઈ વ્યક્તિને સતત ઉદાસી, વધારે ભુખ, નકારાત્મક વિચારો સતત રહેતા હોય તો તેણે આ લક્ષણોને ઈગ્નોર કરવા નહીં.
 

Depression: ઉદાસી, વધારે પડતી ભુખ સહિતના આ 5 લક્ષણોને ન કરો ઈગ્નોર, ડિપ્રેશનની શરુઆતમાં થાય છે આવું

Early Signs Depression: વ્યક્તિ ઘણી વાર જીવનમાં એકલતા અનુભવે છે. પ્રેમમાં દગો, નિષ્ફળતા કે પછી જીવનના સંઘર્ષ દરમિયાન વ્યક્તિને ઉદાસી અને એકલતા અનુભવાય તે સામાન્ય છે. પરંતુ જો કોઈ માણસના મનમાં સતત નિરાશાનો ભાવ રહેતો હોય તો તે યોગ્ય નથી. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાંથી ખરાબ સમય દૂર થઈ જાય તેમ છતાં તે ખુશ ન રહે અને એકલતા અનુભવે તો તે ડિપ્રેશનની સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. 

fallbacks

આ પણ વાંચો: ધમનીઓ બ્લોક હોય ત્યારે શરીરમાં દેખાય આ લક્ષણો, 5 માંથી 1 ને પણ ઈગ્નોર ન કરતાં

ડિપ્રેશન એવી સમસ્યા છે જેમાં વ્યક્તિને એકલતા, નિરાશા અને દુઃખ સતત અનુભવાય છે. પરંતુ મોટાભાગના લોકોને એ વાતની જ ખબર હોતી નથી કે તેઓ ડિપ્રેશનના શિકાર છે. જો કોઈ વ્યક્તિને ડિપ્રેશનના આ લક્ષણો જણાતા હોય તો યોગ્ય સારવાર લઈને ડિપ્રેશનને દૂર કરી શકાય છે. 

ડિપ્રેશન શરૂઆતથી લક્ષણ 

આ પણ વાંચો:  શરીરના આ અંગોમાં થતો દુખાવો કિડની ડેમેજનું હોય શકે લક્ષણ, સમયસર ધ્યાન આપવું જરૂરી

હંમેશા ઉદાસી 

ઉદાસ રહેવું ડિપ્રેશનનું સૌથી પહેલું લક્ષણ હોઈ શકે છે. જો બધું જ બરાબર ચાલતું હોય તેમ છતાં તમે ઉદાસી અનુભવતા હોય તો તે ડિપ્રેશનનું લક્ષણ હોઈ શકે છે. કરણ વિના મૂડ ખરાબ થઈ જતો હોય તો ડોક્ટર ની મદદ લેવી. 

આ પણ વાંચો: શું તમે પણ દિવસ દરમિયાન વારંવાર ટચાકા ફોડે રાખો છો ? તો આ વાત તમારા માટે જાણવી જરૂરી

ઊંઘ ન આવવી 

ડિપ્રેશનનું બીજું લક્ષણ છે ઊંઘની પેટર્ન બગડી જવી. ઘણા લોકોને ડિપ્રેશનમાં વધારે પડતી ઊંઘ આવે છે તો ઘણા લોકોને બિલકુલ ઊંઘ આવતી નથી. ઊંઘ ન આવવાની અને વધારે આવવાની બંને સમસ્યા ડિપ્રેશનના કારણે થઈ શકે છે. 

આ પણ વાંચો: જમ્યા પછી ખાઈ લો આ વસ્તુનો એક ટુકડો, નહીં થાય એસિડિટી, તુરંત અસર કરે છે આ દેશી નુસખા

સતત થાકનો અનુભવ 

ડિપ્રેશન દરમિયાન વ્યક્તિના શરીરમાંથી એનર્જી ખતમ થઈ જાય છે. જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તે સતત થાકનો અનુભવ કરે છે અને કોઈ પણ કામ કરવાનું મન પણ નથી થતું. 

આ પણ વાંચો: Health Tips: જમ્યા પછી ગળ્યું ખાવાની ટેવ તમને પણ છે? આયુર્વેદ અનુસાર આ આદત ફાયદો કરે

ભૂખની પેટર્ન બદલી જવી 

ઊંઘની જેમ ડિપ્રેશનમાં ભૂખની પેટર્ન પણ બદલી જાય છે. ઘણા લોકોને અચાનક જ વધારે પડતી ભૂખ લાગે છે તો કેટલાક લોકોની ભૂખ મરી જાય છે. આ બંને સ્થિતિ ડિપ્રેશનનું લક્ષણ હોઈ શકે છે. 

આ પણ વાંચો: Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..

કોઈપણ કામ કરવાની ઈચ્છા ન થવી 

જો કોઈ વ્યક્તિને ડિપ્રેશનનો અનુભવ થતો હોય તો તેને કોઈપણ કામ કરવું ગમતું નથી. કોઈપણ કામની શરૂઆત થાય ત્યારે તો સારું લાગે છે પરંતુ ધીરે ધીરે તે કામમાંથી રુચી દૂર થઈ જાય છે. ડિપ્રેશનનું આ સૌથી મોટું લક્ષણ છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More