Home> Spiritual
Advertisement
Prev
Next

June 2025: પંચાંગ અનુસાર જૂન 2025 માં કયા વ્રત અને તહેવાર આવશે ? કયા ગ્રહો ગોચર કરશે ? આ રહ્યું લિસ્ટ

June 2025 Special Days: ગુજરાતી પંચાંગ અનુસાર જૂન 2025 માં જેઠ અને અષાઢ બંને માસ હોવાથી ઘણા વ્રત, તહેવાર આવશે. આ માસમાં બે ખાસ એકાદશી પણ આવશે. તો ફટાફટ ચેક કરી લો જૂન માસના વ્રત અને તહેવાનું લિસ્ટ.
 

June 2025: પંચાંગ અનુસાર જૂન 2025 માં કયા વ્રત અને તહેવાર આવશે ? કયા ગ્રહો ગોચર કરશે ? આ રહ્યું લિસ્ટ

June 2025 Special Days: જૂન મહિનામાં કેટલાક ખાસ વ્રત, તહેવાર આવશે. જૂન મહિનામાં જેઠ માસનો શુક્લ પક્ષ અને અષાઢ માસનો કૃષ્ણ પક્ષ પણ આવશે. એટલે કે જૂન મહિનામાં જેઠ અને અષાઢ એમ બંને માસના વ્રત અને તહેવારો ઉજવાશે. આ સાથે જ જૂન મહિનાની શરુઆતથી અંત સુધીમાં શક્તિશાળી ગ્રહોનું ગોચર પણ થશે. જૂન મહિનાની શરુઆતમાં જ તમને આ માસના વ્રત, તહેવાર અને ગ્રહ ગોચરનું લિસ્ટ જણાવીએ. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 31 મે 2025: કુંભ રાશિના લોકો આજે કાર્યક્ષેત્રમાં સફળતાની ટોચ પર પહોંચશે

જૂન મહિનાના પંચાંગ અનુસાર ગંગા દશેરા, નિર્જળા એકાદશી, ગુપ્ત નવરાત્રી સહિતના પ્રમુખ તહેવારો આવશે. સાથે જ સૂર્ય ગોચર, મંગળ ગોચર, બુધ ગ્રહનો ઉદય, બુધનું રાશિ પરિવર્તન પણ થશે. તો ચાલો આ બધા જ ખાસ દિવસો કઈ તારીખે આવશે તે જાણી લો.

જૂન 2025 માં આવનાર વ્રત અને તહેવારો

આ પણ વાંચો: Guru Ast 2025: જૂન મહિનામાં અતિચારી ગુરુ અસ્ત થઈ આ 5 રાશિઓને કરાવશે બંપર લાભ

4 જૂન- મહેશ નવમી
5 જૂન- ગંગા દશેરા
6 જૂન- નિર્જળા એકાદશી
8 જૂન- પ્રદોષ વ્રત 2025
10 જૂન- વટ સાવિત્રી વ્રત
11 જૂન- જેઠ માસ પૂર્ણિમા, કબીરદાસ જયંતી
12 જૂન- અષાઢ માસનો પ્રારંભ
14 જૂન- સંકષ્ટી ચતુર્થી
15 જૂન- મિથુન સંક્રાંતિ
21 જૂન- યોગિની એકાદશી
23 જૂન- પ્રદોષ વ્રત, માસિક શિવરાત્રી
25 જૂન- અષાઢ માસ અમાસ
26 જૂન-ગુપ્ત નવરાત્રી પ્રારંભ
27 જૂન- જગન્નાથ રથ યાત્રા
28 જૂન- વિનાયક ચતુર્થી

આ પણ વાંચો: લાલ કિતાબના અચૂક ટોટકા, જે કરે તેના ઘરે દોડતા આવે માં લક્ષ્મી, રાતોરાત આવે અમીરી

જૂન માસ 2025 ગ્રહ ગોચર

6 જૂન- બુધ ગ્રહનો મિથુન રાશિમાં પ્રવેશ
7 જૂન- મંગળનું સિંહ રાશિમાં ગોચર
9 જૂન- મિથુન રાશિમાં ગુરુ અસ્ત થશે
11 જૂન- બુધ મિથુન રાશિમાં ઉદય થશે
15 જૂન- સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
22 જૂન- કર્ક રાશિમાં બુધનો પ્રવેશ
29 જૂન- વૃષભ રાશિમાં શુક્રનું ગોચર

આ પણ વાંચો:  તુલસીના કુંડામાં રાખી દો 1 રુપિયાનો સિક્કો, જેમ તુલસીનો વધશે એમ ઘરમાં રુપિયા વધશે

જૂન મહિનામાં થનાર ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન

- સૂર્ય 8 જૂન એ મૃગશિરા નક્ષત્રમાં અને 22 જૂન એ આદ્રા નક્ષત્રમાં ગોચર કરશે.
- બુધ 9 જૂન એ આદ્રા નક્ષત્રમાં. 16 જૂને પુનર્વસુ અને 25 જૂને પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે.
- શુક્ર 13 જૂન એ ભરણી નક્ષત્રમાં અને 26 જૂને કૃતિકા નક્ષત્રમાં ગોચર કરશે.
- મંગળ 7 જૂન એ મઘા અને 30 જૂને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે.
- 14 જૂન એ ગુરુ આદ્રા નક્ષત્રમાં અને 30 જૂન એ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More