Home> Health
Advertisement
Prev
Next

હાથથી જમવાથી શરીરને થતા લાભ વિશે જાણો, આ વાત જાણી વિદેશીઓ પણ ચમચી છોડી અપનાવી રહ્યા છે આ દેશી સ્ટાઈલ

Benefits of Eating Food with Hands: આપણી સંસ્કૃતિ હાથથી ભોજન કરવાની છે. જો કે મોડર્ન જમાનામાં લોકો હાથથી જમવાની વસ્તુઓ પણ ચમચી અને ફોર્ક વડે ખાય છે. જો કે હવે પછી તમે ચમચીથી ખાવાની આદત છોડી દેશો કારણ કે આજે તમને હાથથી જમવાથી થતા લાભ વિશે જાણવા મળશે.
 

હાથથી જમવાથી શરીરને થતા લાભ વિશે જાણો, આ વાત જાણી વિદેશીઓ પણ ચમચી છોડી અપનાવી રહ્યા છે આ દેશી સ્ટાઈલ

Benefits of Eating Food with Hands:  આજના મોડર્ન સમયમાં લોકો ચમચી અને ફોર્કની મદદથી ભોજન કરવાનું પસંદ કરે છે. કાંટા અને ચમચીથી જમવું સ્ટાઈલ અને સ્વચ્છતાનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ આપણા વડિલો હાથથી જમવાનું પસંદ કરે છે. હાથથી ભોજન કરવું એક પરંપરા છે એવું નથી. હાથથી ભોજન કરવું સાઈંટિફિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી લાભકારી છે. આ વાત જાણતા વિદેશીઓ પણ કેટલીક વસ્તુઓ હાથથી ભોજન કરવાનું અપનાવે છે. તો ચાલો તમને પણ જણાવીએ હાથથી ભોજન કરવાથી કેવા લાભ થાય છે?

fallbacks

આ પણ વાંચો: Jamun: રાવણા ખાવામાં આ 5 ભુલ કરશો તો ફાયદાને બદલે કરશે નુકસાન

ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો અનુસાર આપણું શરીર પંચ તત્વથી બનેલું છે. જેમાં આંગળીઓ પણ અલગ અલગ તત્વની ઓળખ છે. જેમકે અંગૂઠો અગ્નિ તત્વ છે, તર્જની આંગળી વાયુ, મધ્યમા આંગળી આકાશ, અનામિકા આંગળી પૃથ્વી તત્વ અને સૌથી નાની આંગળી જળ તત્વ સાથે જોડે છે. જ્યારે તમે આ પાંચ આંગળીના પોઈંટને જોડીને ભોજન ગ્રહ કરો છો તો શરીરને પણ આ 5 તત્વોની અસર થાય છે.

આ પણ વાંચો: એક નહીં અનેક રોગની દવા છે આ કાળા દાણા, પાચન માટે અમૃત છે, ખાવાથી સાંધાના દુખાવા મટશે

હાથથી જમવાના ફાયદા

અલગ અલગ રીસર્ચ પછી સામે આવ્યું છે કે હાથથી ભોજન કરવામાં આવે તો શરીરને નીચે દર્શાવ્યાનુસારના લાભ થાય છે.

1. હાથથી ભોજન કરવામાં આવે તો પાચન તંત્ર સારી રીતે કામ કરે છે અને ખાધેલો ખોરાક ઝડપથી પચે છે. આયુર્વેદ અનુસાર જ્યારે તમે ખોરાક મોંમાં મુકો છો તો આંગળીઓ યોગ મુદ્રામાં હોય છે જેના કારણે ભોજન ઝડપથી પચે છે.

2. જેમ જેમ હાથ ચલાવો છો તેમ તેમ શરીરની તમામ વસ્તુઓ બદલે છે. પરિણામે શરીરમાં બ્લડ સર્કુલેશન સુધરે છે. 

આ પણ વાંચો: કિડનીની પથરીથી દવા વિના છુટકારો મેળવવાનો બેસ્ટ ઉપાય, રોજના આહારમાં આ 4 ફેરફાર કરી લો

3. જ્યારે તમે ખોરાકને સ્પર્શ કરો છો તો આંગળીઓ ભોજનના તાપમાનને અનુભવે છે. તેથી તમે અંદાજ લગાવી શકો છો કે ભોજન કેટલું ઠંડુ કે ગરમ છે તેના પરથી મગજ આગળનું કામ કરે છે.

4. હાથથી જમતી વખતે મગજ એ બાબતે એક્ટિવ હોય છે કે તમે કેટલું જમો છો, શું ખાવ છો, કેટલી સ્પીડથી આવ છો.. જેના કારણે ભોજનનું પાચન સરળ બને છે. 

આ પણ વાંચો: અભિનેત્રી દીપિકા કક્કડને થયું કેન્સર, લિવરના આ 5 સંકેતને ઈગ્નોર કરવાની ભુલ ન કરવી

5. હાથથી ભોજન કરવાથી ભોજનની માત્રા નિર્ધારિત રહે છે. જેના કારણે તમે ઓવરઈટિંગ કરવાનું ઘટાડી શકો છો. 

જો કે હાથથી જમવું કે ચમચીનો ઉપયોગ કરવો તે વ્યક્તિગત પસંદગીની બાબત છે. પરંતુ જો તમે કોઈ જગ્યાએ હાથથી જમો છો તો હવે પછી સંકોચ ન અનુભવતા. કારણ કે જો તમે હાથને બરાબર સાફ કરી અને જમો છો તો શરીરને ફાયદો કરો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More