Mangal Vakri 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ગ્રહ તેના નિશ્ચિત સમય સુધી એક રાશિમાં પ્રવેશ કરે છે. રાશિ પરિવર્તન દરમિયાન ગ્રહો વક્રી પણ થતા હોય છે. જ્યારે ગ્રહ વક્રી થાય છે ત્યારે લોકોને જીવન પર અલગ અલગ રીતે અસર કરે છે. હાલ ગ્રહોના સેનાપતિ મંગળ કર્ક રાશિમાં બિરાજમાન છે. કર્ક રાશિમાં જ મંગળ વક્રી થવાના છે. મંગળ ગ્રહના વક્રી થવાથી 12 રાશિના લોકો પર અલગ અલગ પ્રભાવ જોવા મળશે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 16 જાન્યુઆરી: વૃષભ રાશિના લોકોને આજે સાનુકૂળતા રહેશે, આજનું રાશિફળ
મંગળ ગ્રહ 21 જાન્યુઆરી અને મંગળવારે સવારે 9:37 મિનિટે વક્રી થશે. વક્રી થઈને મંગળ કર્ક રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ અવસ્થામાં મંગળ 3 એપ્રિલ 2025 સુધી રહેશે. ત્યાર પછી ફરીથી મંગળ કર્ક રાશિમાં આવશે. મંગળનું આ ગોચર ત્રણ રાશીના લોકોનું ભાગ્ય ચમકાવશે.
વક્રી મંગળ આ ત્રણ રાશિને કરાવશે લાભ
આ પણ વાંચો: પાપી ગ્રહ રાહુની શુક્ર સાથે બનશે યુતિ, આ રાશિઓ માટે શુભ સમય, ધનના થશે ઢગલા
મેષ રાશિ
મેષ રાશિના લોકોનું જીવન બદલી જશે. મંગળ ગોચરથી જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. કારકિર્દીમાં સફળતા મળશે. સામાજિક કાર્યોમાં રુચિ વધશે. વધારે વિચારમાં કરવામાં સમય ન બગાડો. વિવાદોથી દૂર રહેવાથી મનપસંદ રહેશે. માનસિક સ્થિતિ સુધરશે.
આ પણ વાંચો: વર્ષો પછી મીન રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિઓને અચાનક થશે ધનલાભ, કારર્કિદી ચમકશે
મિથુન રાશિ
મંગળના વક્રી થવાથી કામકાજમાં પ્રગતિ થશે. ક્રોધ પર કાબુ રાખવો જરૂરી છે. મન પ્રસન્ન રહેશે. દાંપત્ય જીવનમાં શાંતિ રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. આત્મવિશ્વાસ વધશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. વેપારમાં લાભ થઈ શકે છે.
આ પણ વાંચો: Mangal Ke Upay: વર્ષ 2025 માં મંગળ કરશે માલામાલ, કરી લો આ 5 કામ, ધન, સમૃદ્ધિ વધશે
કુંભ રાશિ
કુંભ રાશિ માટે પણ સમય સારો રહેશે. આ સમય દરમિયાન નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. નોકરી બદલવાનો વિચાર પણ આવી શકે છે. કારકિર્મા સફળતા મળશે. વેપારીઓને ખૂબ ધન લાભ થશે. ધન કમાવાની તકો મળશે. આર્થિક સ્થિતિમાં ફેરફાર થશે. ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. લવ લાઈફ સુધરશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે