Home> Spiritual
Advertisement
Prev
Next

March 2025: માર્ચ મહિનામાં રાજા જેવું સુખ ભોગવશે આ 3 રાશિઓ, શશ, માલવ્ય અને લક્ષ્મી નારાયણ રાજયોગ બંપર લાભ કરાવશે

March 2025: જ્યોતિષ ગણના અનુસાર માર્ચ મહિનામાં એક-બે નહીં 3 અત્યંત શુભ યોગ સર્જાશે. આ રાજયોગની અસરથી 3 રાશિના લોકો માર્ચ મહિનામાં રાજા જેવું સુખ ભોગવશે. કઈ 3 રાશિ માટે આ સમય શુભ છે ચાલો તમને પણ જણાવીએ.
 

March 2025: માર્ચ મહિનામાં રાજા જેવું સુખ ભોગવશે આ 3 રાશિઓ, શશ, માલવ્ય અને લક્ષ્મી નારાયણ રાજયોગ બંપર લાભ કરાવશે

March 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહો તેના નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્ર બદલે છે. ગ્રહો જ્યારે રાશિ અને નક્ષત્ર બદલે છે તો તેની અસર લોકોના જીવનની સાથે દેશ અને દુનિયા પર પણ જોવા મળે છે. માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને 14 માર્ચે હોળીની ઉજવણી થશે. હોળીના પર્વની સાથે વિશેષ જ્યોતિષીય સંયોગ પણ સર્જાવવા જઈ રહ્યા છે. માર્ચ મહિનામાં ગ્રહોની શુભ સ્થિતિના કારણે ત્રણ શક્તિશાળી યોગ સર્જાવાના છે. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 1 માર્ચ: ધન રાશિને આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થશે

14 માર્ચે હોળી ઉજવાશે અને આ દિવસે શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં સ્થિત હશે, જેના કારણે માલવ્ય રાજયોગ બની રહ્યો છે. ત્યારે શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હશે જેના કારણે શશ રાજયોગનું નિર્માણ થશે. આ ઉપરાંત સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ અને શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બનવાનો પણ સંયોગ સર્જાશે. આ બધા જ શુભ સંયોગના કારણે 3 રાશિના લોકોને અણધાર્યા લાભ થવાની સંભાવના છે. આ ત્રણ રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ. 

આ પણ વાંચો: આજથી કુંભ રાશિમાં અસ્ત થઈ જશે શનિ, 9 એપ્રિલ સુધીમાં 3 રાશિઓ ભોગવશે રાજા જેવા ઠાઠ

મિથુન રાશિ 

મિથુન રાશિના લોકો માટે આ સમયે લાભનો છે. માલવ્ય રાજયોગના પ્રભાવથી અપાર સફળતા અને આર્થિક લાભ થઈ શકે છે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. માનસિક શાંતિ મળશે. પરિવાર સાથે સુખદ સમય પસાર થશે. સંતાન સંબંધિત કોઈ ખુશખબરી મળી શકે છે. કરિયરમાં આવતી બાધાઓ દૂર થશે. નવા અવસર પ્રાપ્ત થશે. શુભ સંયોગના કારણે જીવનમાં ખુશીઓ આવશે.

આ પણ વાંચો: ગુરુની રાશિમાં શુક્ર થશે વક્રી, માર્ચ મહિનામાં 3 રાશિઓ કરશે મોજ, થશે અણધાર્યો ધન લાભ

મકર રાશિ 

મકર રાશિના લોકો માટે પણ આ મહિનો લાભકારી રહેશે. શશ અને માલવ્ય યોગના પ્રભાવથી જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. સુખ-શાંતિ બની રહેશે. નોકરી પરિવર્તનની ઈચ્છા પૂરી થઈ શકે છે. સમય અનુકૂળ. કાર્ય ક્ષેત્રમાં માન સન્માન વધશે. આર્થિક દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. ધનની સમસ્યાઓનું સમાધાન આવશે. માતા લક્ષ્મીની કૃપા બની રહેશે. 

આ પણ વાંચો: હોળી પર સૂર્ય-બુધની યુતિથી બનશે શક્તિશાળી બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓને થશે બંપર લાભ

કુંભ રાશિ 

કુંભ રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે. લગ્ન ભાવમાં શશ રાજયોગ અને બીજા ભાવમાં માલવ્ય રાજ્યોગ બનવાથી દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળવાની સંભાવના. લાંબા સમયથી અટકેલા કામ ગતિ પકડશે. જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓની વૃદ્ધિ થશે. વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન અનુભવાશે. આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. પારિવારિક સુખ વધશે. અધુરી ઈચ્છા પૂરી થવાની સંભાવના.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More