Home> Gujarat
Advertisement
Prev
Next

ગળામાં સોનાની ચેન પહેરીને નીકળો તો સાચવજો! 52 ગુનાને અંજામ આપનાર શાતિર આરોપી 35 વર્ષે ઝડપાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવાની મુહિમ ચાલી રહી છે ત્યારે 35 વર્ષ થી ફરાર આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ના હાથે લાગ્યો છે આ આરોપી નું નામ છે અશોક ડાહ્યાભાઈ ઠાકોર.

ગળામાં સોનાની ચેન પહેરીને નીકળો તો સાચવજો! 52 ગુનાને અંજામ આપનાર શાતિર આરોપી 35 વર્ષે ઝડપાયો

ઉદય રંજન/અમદાવાદ : ચેઇન સ્નેચિંગના 52 ગુનાને અંજામ આપનાર શાતિર આરોપી ૩૫ વર્ષે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો. આરોપી અશોક ઠાકોર ૩૫ વર્ષ સુધી પોલીસને ચકમો આપતો રહ્યો. એટલો શાતિર કે એની સાથેના બધા આરોપીઓ પકડાયા પણ અશોક ડાહ્યાભાઈ ઠાકોર 52 ગુનાઓમાંથી ૨ ગુનામાં વોન્ટેડ હતો. 

fallbacks

ડાકોર ટેમ્પલ કમિટીનો વધુ એક મોટો નિર્ણય; પ્રથમ વખત ઠાકોરજીની આરતીનું સ્થળ બદલાશે...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવાની મુહિમ ચાલી રહી છે ત્યારે 35 વર્ષ થી ફરાર આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ના હાથે લાગ્યો છે આ આરોપી નું નામ છે અશોક ડાહ્યાભાઈ ઠાકોર, ત્યારે આ આરોપીની ક્રાઇમ કુંડળીની વાત કરી તો વર્ષ 1983 થી 2008 સુધીમાં અમદાવાદ ના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 52 થી વધુ ચેઇન સ્નેચિંગ ના ગુનાઓ આચર્યા હતા. જેમાંથી 50 ગુનામાં આરોપીની અગાઉ ધરપકડ થઇ ચૂકી હતી અને 2 ગુનામાં એની ધરપકડ કરવાની બાકી હતી અને ફરાર ફરી રહ્યો હતો. જેમાં અશોક ડાહ્યાભાઈ ઠાકોરની સુરેન્દ્રનગર ના રતનપર થી ધરપકડ કરી લેવામાં આવી છે. 

સ્વામીના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો LIVE વીડિયો, શબ્દોમાં પણ ન વર્ણવી શકાય તેવી ઘટના..

ઓઢવના 1991 ના ગુનામાં અને ગાંધીનગર, કલોલ તાલુકામાં નોંધાયેલા ગુનામાં એની ધરપકડ બાકી હતી. મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી અશોક ઠાકોર ફોનનો ઉપયોગ કરતો જ નહોતો, એટલે પોલીસને એનું લોકેશન શોધવામાં પણ મુશ્કેલી પડતી હતી. પરંતુ હ્યુમન ઈન્ટેલિજન્સ નેટવર્કના આધારે આખરે અશોક ઠાકોર પર 2 મહિના વોચ રાખીને એની ધરપકડ કરવામાં આવી. સુરેન્દ્રનગર અને અમદાવાદ ના અંતરિયાળ ગામોમાં રહીને છૂટક મજૂરી કરીને રહેતો. સતત પોતાનું લોકેશન બદલતો રહેતો જેથી પોલીસની નજરથી બચી શકાય. 

'તું તારા મિત્રો અને સગાની વાતોમાં આવી ગઈ અને મને છોડી દીધો', ઈમોશનલ નોટ લખીને યુવકે

અશોક ઠાકોરની અગાઉની ક્રાઇમ હિસ્ટ્રી અને ઓળખના આધારે તેની ખરાઈ અને ધરપકડ શક્ય બની, બીજી મહત્વની ઓળખ બની એના જમણી આંખ પરનું નિશાન જેના કારણે પોલીસે એને ઓળખી કાઢ્યો, કારણ કે ૩૫ વર્ષનો અંતરાલ ખૂબ લાંબો હોય છે જેમાં માણસના ચહેરામાં ઘણા પરિવર્તન આવતા હોય છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પ્રયત્નથી આરોપી હવે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

About the Author

કિંજલ પટેલ, વર્ષ 2021થી ZEE 24 કલાક (ડિજિટલ) સાથે છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. ગુજરાતના મુખ્ય સમાચાર, લોકલ ગુજરાતી સમાચાર, ગુજરાતના રાજકારણ અને ગુજરાતના ક્રાઈમ સમાચાર સહિત અનેક કેટેગરીમાં... Read more

Read More