Home> Spiritual
Advertisement
Prev
Next

Mangal Gochar 2025: 28 જુલાઈએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે મંગળ, 3 રાશિઓ માટે સર્જાશે ધન-સંપત્તિમાં વધારો થવાના યોગ

Mangal Gochar in Kanya Rashi: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ 28 જુલાઈ 2025 ના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિમાં મંગળ 18 મહિના બાદ ગોચર કરશે. આ ગોચરથી 3 રાશિઓ માટે અત્યંત શુભ યોગ સર્જાશે. જેમાં તેમને આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે.
 

Mangal Gochar 2025: 28 જુલાઈએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે મંગળ, 3 રાશિઓ માટે સર્જાશે ધન-સંપત્તિમાં વધારો થવાના યોગ

Mangal Gochar in Kanya Rashi: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ દર 18 મહિને રાશિ પરિવર્તન કરે છે. મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ છે. આ સમયે મંગળ ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરે છે અને કેતુ સાથે યુતી બનાવી છે. 28 જુલાઈ 2025 ના રોજ મંગળ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને સાથે જ કેતુ અને મંગળની યુતી તૂટી જશે. કન્યા રાશિમાં મંગળના પ્રવેશથી 3 રાશિઓનું ભાગ્ય પલટી મારશે. આ રાશિઓને આકસ્મિક ધન લાભ અને ભાગ્યોદય થવાના યોગ બની રહ્યા છે. આ સમય દરમિયાન વિદેશી યાત્રા પણ થઈ શકે છે. આ રાશિઓ કઈ છે ચાલો જાણીએ. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 9: બુધવાર મેષ, કર્ક, મીન સહિત આ રાશિઓ માટે છે શુભ, સરળતાથી પુરા થશે

મંગળનો કન્યા રાશિમાં પ્રવેશ 3 રાશિઓ માટે શુભ 

સિંહ રાશિ

મંગળનું ગોચર સિંહ રાશિ માટે લાભકારક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ આ રાશિના બીજા ભાવમાં સંચરણ કરશે. આ સમય દરમિયાન આકસ્મિક ધન લાભ થઈ શકે છે સાથે જ નોકરીમાં પણ સારી ઓફર મળી શકે છે. સિંહ રાશિના લોકોને આ સમયે ભાગ્ય સાથ આપશે. વિદેશ યાત્રાના પ્રબળ યોગ બની રહ્યા છે. આ સમયે દરમિયાન આત્મવિશ્વાસ વધશે અને સફળતા મળશે. લીડરશીપનો રોલ નિભાવવા માટે શાનદાર સમય હશે. આ સમયે વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ પણ બની શકે છે. 

આ પણ વાંચો: શ્રાવણ માસમાં 5 રાશિઓ પર રહેશે શિવજીની વિશેષ કૃપા, ક્યારથી શરુ થાય છે શ્રાવણ મહિનો ?

વૃશ્ચિક રાશિ 

વૃશ્ચિક રાશિ માટે પણ મંગળનું ગોચર ફળદાયી સિદ્ધ થશે. મંગળ ગ્રહ આ રાશિના લાભ સ્થાનમાં ગોચર કરશે. તેથી આવકમાં વધારો થવાની શક્યતા સર્જાય છે. આવકના નવા સોર્સ બની શકે છે, નવું કામ શરૂ કરવા માટે પણ આ સમય યોગ્ય રહેશે. જે લોકો ક્રિએટિવ ફીલ્ડમાં કામ કરે છે તેમના માટે 28 જુલાઈ પછીનો સમય શુભ છે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. 

આ પણ વાંચો: 12 વર્ષ પછી ગુરુ અને શનિ બનાવશે દુર્લભ સંયોગ, આ રાશિઓને અપાર ધન સાથે વધશે પ્રતિષ્ઠા

મકર રાશિના નવમા ભાવમાં મંગળ ગોચર કરશે જેના કારણે 28 જુલાઈ પછીનો સમય મકર રાશિ માટે અનુકૂળ સિદ્ધ થશે. અટકેલા કામ પૂરા થશે. વેપાર સંબંધિત યાત્રા સફળ રહેશે. ઘરમાં માંગલિક કે ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ. મહેનતનું ફળ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More