Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Sadesati: 30 વર્ષ પછી મેષ રાશિની સાડાસાતી શરુ થશે, જાણો આવનાર અઢી વર્ષમાં શનિ કેવું ફળ આપશે ?

Shani Sadesati Effect On Mesh Rash: 29 માર્ચ 2025 ના રોજ શનિનું રાશિ પરિવર્તન થશે. શનિ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે. જેના કારણે મેષ રાશિની સાડાસાતી શરુ થશે. મેષ રાશિ પર 30 વર્ષ પછી શનિની સાડાસાતી શરુ થવા જઈ રહી છે. 
 

Shani Sadesati: 30 વર્ષ પછી મેષ રાશિની સાડાસાતી શરુ થશે, જાણો આવનાર અઢી વર્ષમાં શનિ કેવું ફળ આપશે ?

Shani Sadesati Effect On Mesh Rash: 29 માર્ચ 2025 ના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે. શનિનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિના લોકોનું જીવન બદલી નાખશે. જેમાંથી એક રાશિ છે મેષ રાશિ. શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને તેની સાથે જ કેટલીક રાશિની સાડાસાતી શરૂ થશે અને કેટલીક રાશિઓની ઢૈયા શરુ થશે. જેમાં મેષ રાશિની સાડાસાતી શરૂ થવા જઈ રહી છે.જ્યારે મકર રાશિના લોકોની સાડાસાતી 29 માર્ચથી પૂરી થઈ જશે.

fallbacks

આ પણ વાંચો:  Budh Vakri : 15 માર્ચથી મીન રાશિમાં બુધ વક્રી થશે, રાજા જેવું સુખ ભોગવશે આ 5 રાશિઓ

શનિના રાશિ પરિવર્તનથી કુંભ રાશિ પર સાડાસાતીનું અંતિમ ચરણ શરૂ થશે મીન રાશિ પર અને મેષ રાશિ પર પણ સાડાસતીનો પ્રભાવ વધશે. મેષ રાશિના લોકો પર સાડાસાતીનું પ્રથમ ચરણ શરૂ થશે. 

મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ

આ પણ વાંચો:  સાડાસાતી-ઢૈયાનો આવશે અંત, ભાગ્યના બંધ દરવાજા ખુલશે, ધાર્યું નહીં હોય એટલું મળશે ધન

મેષ રાશિના લોકોને શનિની સાડાસાતી દરમિયાન કેવું ફળ આપશે તે તેમની કુંડળીમાં શનિની સ્થિતિ ઉપર પણ આધાર રાખે છે. શનિની સાડાસાતી દરમિયાન જે અશુભ ફળ મળે છે તેનાથી બચવા માટે અત્યારથી જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું. ખાસ તો મેષ રાશિના લોકોએ પોતાના સંબંધોને મહત્વ આપવું આ સમય દરમિયાન સંબંધો પર ખાસ ધ્યાન આપવું. 

આ પણ વાંચો: મીન રાશિમાં સર્જાશે સૂર્ય, બુધ અને રાહુનો ત્રિગ્રહી યોગ, 4 રાશિઓ આળોટશે ધનમાં

શનિ હંમેશા વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે. શનિની સાડાસાતી પ્રથમ ચરણમાં મેષ રાશિના લોકો પર ચિંતા વધી શકે છે. જોકે પરેશાન થવાની જરૂર નથી. શનિ આ સમય દરમિયાન જીવનનું સત્ય સામે લાવશે. મેષ રાશિના લોકો સારી રીતે સમજી શકશે કે કોણ પોતાનું છે અને કોણ નથી. મેષ રાશિના લોકોને નોકરીમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન નોકરી બદલવાના પણ વિચાર આવી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More