Home> Technology
Advertisement
Prev
Next

10 હજારથી ઓછી કિંમતમાં મળશે આ લેટેસ્ટ 5G સ્માર્ટફોન, કેમેરા અને ફીચર્સમાં પણ દમદાર

Latest 5G smartphone under 10K: 5G ઝડપથી ભારતમાં રોલઆઉટ થયું છે. તેવામાં ઘણા લોકો હવે 5જી ફોન લેવા ઈચ્છે છે. આજે અમે તમને 10 હજારથી ઓછી કિંમતમાં આવતા શાનદાર 5જી ફોનની માહિતી આપી રહ્યાં છીએ.
 

10 હજારથી ઓછી કિંમતમાં મળશે આ લેટેસ્ટ 5G સ્માર્ટફોન, કેમેરા અને ફીચર્સમાં પણ દમદાર

Latest 5G smartphone under 10K: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સૌથી વધુ વાત પ્રીમિયમ સ્માર્ટફોનની થાય છે, પરંતુ સેલમાં એન્ટ્રી લેવલ સ્માર્ટફોન બાજી મારતા હોય છે. દેશની મોટી વસ્તી આજે પણ પોતાના માટે 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં સ્માર્ટફોન ઈચ્છે છે, જે કટાઉ હોય અને લેટેસ્ટ ટેક્નોલોજી ઓફર કરે. વર્તમાન સમયમાં 5G નેટવર્ક ઝડપથી ભારતમાં રોલઆઉટ થયું છે. તેવામાં ઘણા લોકો હવે 5જી સ્માર્ટફોન લેવા ઈચ્છે છે. શરૂઆતમાં તે મિડ રેન્જમાં મળતા હતા, પરંતુ હવે 10 હજારથી ઓછી કિંમતમાં 5જી ફોન મળી રહ્યાં છે. આજે અમે તમને 10 હજારથી ઓછી કિંમતમાં આવતા 5જી ફોન વિશે માહિતી આપીશું. 

fallbacks

Samsung Galaxy F06 5G
Samsung Galaxy F06 5G ને તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 6.7 ઇંચની ડિસ્પ્લેવાળો આ ફોન એચડી પ્લસ રેઝોલુશન ઓફર કરે છે. ફોનની ડિસ્પ્લેમાં વોટર ડ્રોપ નોચ આપવામાં આવી છે. 5જી કનેક્ટિવિટી ઓફર કરવા માટે તેમાં મીડિયાટેકનું ડાઇમેન્સિટી 6300 પ્રોસેસર મળે છે. Samsung Galaxy F06 5G માં 4GB રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનમાં 5 હજાર એમએએચની બેટરી આપવામાં આવી છે. 25 વોટનું ફાસ્ટ ચાર્જિંગ તેમાં મળે છે. તે 50 મેગાપિક્સલનો મેન કેમેરો ઓફર કરે છે સાથે 2 મેગાગિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરો છે. આ ફોન લેટેસ્ટ એન્ડ્રોયડ 15 પર રન કરે છે.

આ પણ વાંચોઃ ગજબ! વેગનઆર-બલેનો બધાને બાજુ પર હડસેલી લોકોએ આ કાર લેવા માટે કરી પડાપડી

Xiaomi Redmi 14C 5G
Xiaomi Redmi 14C 5G ને 5જી કનેક્ટિવિટી સાથે માત્ર 10 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. ડુઅલ સિમ સપોર્ટવાળો આ ફોન લેટેસ્ટ સ્નેપડ્રેગન  4 Gen2 પ્રોસેસરથી લેસ છે. તેમાં 4જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. ફોનમાં 5160 mAh ની બેટરી આપવામાં આવી છે. 18 વોટનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે. Xiaomi Redmi 14C 5G માં 6.88 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે. 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને વોટર ડ્રોપ નોચ જેવી સુવિધાઓ મળે છે. આ ફોન 50 મેગાપિક્સલનો મેન કેમેરો અને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો ઓફર કરે છે.

Lava Yuva 2 5G
10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં, Lava Yuva 2 5G એ લોકો માટે એક વિકલ્પ બની શકે છે જેઓ ભારતીય બ્રાન્ડ પસંદ કરવા માગે છે. ફોનમાં 6.67 ઇંચની HD પ્લસ ડિસ્પ્લે છે. 90 Hz નો રિફ્રેશ રેટ ઉપલબ્ધ છે. આ ફોનમાં 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોન Unisoc T760 પ્રોસેસરથી ચાલે છે. મુખ્ય કેમેરા સેન્સર 50 MP છે. તેની સાથે અન્ય 2 MP કેમેરા આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલ સાથે ઉપલબ્ધ છે. આ ડિવાઈસ એન્ડ્રોઈડ 14 ઓએસ પર પણ ચાલે છે.

આ પણ વાંચોઃ 400 રૂપિયાથી ઓછી કિંમતમાં Jio ના જબરદસ્ત પ્લાન, બધામાં મળશે અનલિમિટેડ 5G ડેટા

Prem - 1600x900 (44)
સેમસંગ અને Xiaomi સિવાય, Infinix 10,000 રૂપિયાથી ઓછી કિંમતના 5 સ્માર્ટફોન ઓફર કરી રહી છે. આ ડ્યુઅલ સિમ ફોન MediaTek ના ડાયમેન્શન 6300 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તેમાં 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. તેમાં 5 હજાર mAh બેટરી છે, જે 18W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 6.7 ઇંચની HD પ્લસ ડિસ્પ્લે છે. 120 Hz નો રિફ્રેશ રેટ ઉપલબ્ધ છે. તેમાં 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે. સેલ્ફી કેમેરા 8 મેગાપિક્સલનો છે. SD કાર્ડની મદદથી તમે ફોનના સ્ટોરેજને 1 TB સુધી વધારી શકશો. આ ફોન એન્ડ્રોઇડ 14 ઓએસ પર ચાલે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More