Jyotish Shashtra : અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ૧૭૧નું બોઇંગ ૭૮૭નું ડ્રીમલાઇનર એરક્રાફ્ટ ટેકઓફ થતાંની સાથે જ ગણતરીની પળોમાં શા માટે ક્રેશ થઈને અગનગોળામાં પરિવર્તિત થયું હતું. પ્લેનમાં સવાર 241 મુસાફરોનાં મોત નિપજ્યા હતા. અત્યાર સુધી 3 મૃતદેહની ઓળખ કરીને તેમને પરિવારને સોંપાયા છે. 268ના પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. પરંતું આ મોતને જાણ કાળ ખેંચીને લાવ્યું હોય તેવું આ સમયે સર્જાયેલા યોગ કહી રહ્યાં છે.
જ્યોતિષ અનુસાર, વર્ષ 2025 ગ્રહ ગોચરની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. આ વર્ષે ગ્રહોની એવી સ્થિતિ બની છે. જે અગાઉથી જ જાનહાનિના સંકેતો આપી રહી હતી. આવી સ્થિતિ દાયકાઓ પહેલાં અને મહાભારત કાળ દરમિયાન પણ જોવા મળી હતી. હાલમાં ક્રૂર ગ્રહોની યુતિ આ જોખમને વધારી રહી છે, જે ફરીથી ૭ જૂનથી ૫૧ દિવસ માટે બની છે, એટલે કે ગ્રહોની આ વિનાશકારી દશા ૨૮ જુલાઈ સુધી યથાવત્ રહેશે. વર્ષ ૨૦૨૫માં શનિ બાદ રાહુ-કેતુ અને ગુરુનું રાશિ પરિવર્તન થયું છે. હાલમાં રાહુ કુંભ રાશિમાં, કેતુ સિંહ રાશિમાં. ગુરુ મિથુન રાશિમાં અને શનિ મીન રાશિમાં છે. આ સાથે, ગુરુ અતિકારી તેજ ગતિ છે, જે ભીષણ અકસ્માતો, આપત્તિઓ અને જાનહાનિનું કારણ બની શકે છે. એવી માન્યતા છે કે મહાભારતના સમયમાં પણ ગુરુ અતિકારી હતા.
જ્વાળામુખી યોગ કારણભૂત બન્યો
હાલ સમગ્ર દેશ દુનિયામાં ભારે ઉથલપાથલ સર્જાઈ રહી છે. અનેક ભવિષ્યકારો પણ આ અંગેની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. પરંતુ જે સમયે અમદાવાદમા પ્લેન ક્રેશની ઘટના બની હતી, ત્યારે વિનાશકારી અને અશુભ ગણાતા જ્વાળામુખી યોગ સર્જાયો હતો. જ્યોતિષીઓ કહે છે કે, પડવાની તિથીએ આવતા મૂળ નક્ષત્રને કારણે ગુરુવારે જવાળામુખી યોગ બન્યો હતો. બપોરે ૨.૨૮ વાગ્યે જજ્વાળામુખી યોગ પૂરો થાય તે પહેલા જ અમદાવાદની વિમાન દુર્યટનામાં યાત્રીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા.
પત્નીના અસ્થિ વિસર્જન માટે અમરેલી આવેલા પતિનું પ્લેન ક્રેશમાં મોત, બે દીકરીઓ લંડનમાં
જ્વાળામુખી યોગ કેટલો વિનાશકારી છે
આ ઉપરાંત કેટલાક બીજા પણ ગ્રહોની યુતિ સર્જાઈ હતી. દેવગ્રહ ગુરૂ અસ્ત થવાના બીજા જ દિવસે આ દુશંટના સજાઈ એ પણ જાણકારો સંયોગ માની રહ્યા છે. મહ, નક્ષેત્ર અને તિથીના આધારે શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. તેમાં અશુભ યોગ પૈકીનો એક અને સૌથી ખતરનાક ગણાતો એવો જ્વાળામુખી યોગ છે.
જ્યોતિષીના જણાવ્યા મુજબ, બુધવારે રાત્રીએ ૮.૧૧ વાગ્યાથી ગુરુવારે બપોરે ૨.૨૮ વાગ્યા સુધી જવાળામુખી યોગ હતો. કોઈ શુભ કે મંગળ કામ કરવામાં પણ આ યોગનો પડછાયો પડે તો ચોક્કસ કોઈકને કોઈક મુશ્કેલી કે વિઘ્ન આવે છે.
કેતુ અને મંગળની સિંહ રાશિમાં યુતિ ઉપરાંત શનિ અને સૂર્યની દ્રષ્ટિથી હાલ ભારે દિવસો તો ચાલી જ રહ્યા છે.
ગુજરાતથી બસ આટલા કલાક દૂર છે ચોમાસું, પહેલા વરસાદની રાહ જોનારાઓ માટે ખુશીના સમાચાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે