Home> Gujarat
Advertisement
Prev
Next

''72 કલાકથી વધુ એક દિવસ લો પણ બોડીનો પ્રોપર પાર્ટ વ્યવસ્થિત રીતે અમને આપો"

Ahmedabad Plane Crash: કાકા-કાકી ગુમાવનાર ભત્રીજાએ કહ્યુ ''72 કલાકથી વધુ એક દિવસ લો પણ બોડીનો પ્રોપર પાર્ટ વ્યવસ્થિત રીતે અમને આપો' તેવી સરકારને અપીલ કરી હતી. નડિયાદથી UK પ્રથમ વખત જતા પવાર દંપતિએ છેલ્લો વિડિયો કોલ કરી પુત્રને ખુશી બતાવી હતી. 

''72 કલાકથી વધુ એક દિવસ લો પણ બોડીનો પ્રોપર પાર્ટ વ્યવસ્થિત રીતે અમને આપો

નચિકેત મહેતા/ખેડા: અમદાવાદમાં પ્લેન ક્રેસ દુર્ઘટના ખેડા જિલ્લા માટે દર્દનાક બની છે. ખેડા જિલ્લાના એક-બે નહીં પરંતુ 17 જેટલા પરિવારોના વ્યક્તિઓએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે. નડિયાદમાં રહેતા પવાર પરિવારના મોભી અને તેમની પત્ની સૌપ્રથમ વખત સાત સમંદર પાર રહેતા પુત્રને મળવા UK જવા નીકળ્યા અને પ્લેન ક્રેસની દુર્ઘટના બની. પ્રથમ વખત ફ્લાઈટની સફર આખરી બની ગઈ. દંપતિએ છેલ્લો વિડિયો કોલ કરી પુત્રને ખુશી બતાવી અને અંતિમ તસ્વીરો એરપોર્ટ પર લીધી હતી.

fallbacks

પ્લેન ક્રેશ બાદ ખૌફનાક હતું મંજર! 1000 ડિગ્રી સુધી ગરમી...શ્વાન-પક્ષીઓ પણ ભસ્મ થયા!

નડિયાદમાં ન્યુશોરક ગ્રાઉન્ડ પાસે સરસ્વતી નગરમાં રહેતા મહાદેવભાઇ તુકારામ પવાર અને  આશાબેન મહાદેવભાઈ પવાર પોતાના UK ખાતે રહેતા પુત્રને મળવા પહેલી વખત ફ્લાઈટમા બેસી જઈ રહ્યા હતા. દંપતી ને પ્રથમ વખત ફ્લાઈટમા બેસવાની ખુશી હતી. નડિયાદ ખાતે રહેતો તેમના બીજો પુત્ર રમેશભાઈ અને તેમના પરિવારજનો આ દંપતીને મુકવા એરપોર્ટ ગયા હતા. 

પ્લેન ક્રેશમાં એકમાત્ર બચેલા યુવકે PM મોદીના કાનમાં શું કહ્યું? જાણી થશો હક્કા બક્કા

કાકા-કાકી ગુમાવનાર ભત્રીજા મહેશભાઈ પોતાની ભીની આંખે જણાવ્યું કે, સવારે અમે સૌ મૂકવા ગયા અને બપોરે હજી પરત આવ્યાને થોડો સમય થયો ત્યાં પ્લેન ક્રેશના સમાચાર સાંભળ્યા જે પછી તરજ મોબાઇલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસો કર્યા હતા. જોકે મહાદેવભાઇ પવારના મોબાઇલ ફોન પર રીંગ જાય પણ રીસીવ ન કરતા અમે ચિંતામાં મૂકાયા અને તમામ કામકાજ છોડી તમામ લોકો અમદાવાદ દોડ્યા હતા. જ્યાં સૌપ્રથમ તો એરપોર્ટ પર ગયા હતા જ્યાંથી માલૂમ પડ્યું કે તમામને અસારવા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જોકે ત્યાં હોસ્પિટલમાં રોકકડ અને વાતાવરણ જ તંગ હતું. ચારેય તરફ અફડાતફડીનો માહોલ હતો. આમ છતાં મોડી રાત્રે ડીએનએ લેવાયા છે.

5 MBBS વિદ્યાર્થી, 1 PG રેસિડેન્ટ ડોક્ટર, સુપરસ્પેશાલિસ્ટની પત્ની..માર્યા ગયેલા લોકો

વધુમાં તંત્રને બે‌ હાથ જોડીને તેમણે અપીલ કરી છે કે, '72 કલાકથી વધુ એક દિવસ લો પણ બોડીનો પ્રોપર પાર્ટ વ્યવસ્થિત રીતે અમને આપો' આ ફક્ત મારા એક પુરતી વાત નહીં તમામે તમામ લોકો માટે છે અમારી લાગણી સિધી અમારા પરિવારજનો સાથે જોડાયેલી છે. આ અમારી સૌની લાગણી છે તેવી સરકારને અપીલ છે. મહાદેવભાઇના પુત્રએ પણ કહ્યું કે હાલ સુધી મારા પિતાનો ફોન પર રીંગ જઈ રહી છે. એરપોર્ટ પર લીધેલી અંતિમ તસ્વીર ક્ષણની અંતિમ બની ચૂકી છે.

'પ્લેનમાંથી કૂદયો નહોતો, સીટ સહિત હું બહાર પડી ગયો...', વિશ્વાસે જણાવી સમગ્ર હકીકત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More