Mahadev Favourite Mulank: અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિની જન્મ તારીખ પરથી તેનો મૂળાંક નક્કી થાય છે. આ મૂળાંક પરથી તેના જીવન વિશે અને ભવિષ્ય વિશે જાણકારી મળી શકે છે. મૂળાંક 1 થી 9 વચ્ચે હોય છે. દરેક અંક પર કોઈને કોઈ દેવી-દેવતાની વિશેષ કૃપા રહે છે. આજે તમને જણાવીએ કયા મૂળાંકના લોકો પર મહાદેવ પ્રસન્ન રહે છે. એટલે કે કયા મૂળાંકના લોકો શિવજીના પ્રિય હોય છે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 11 જૂન 2025: મિથુન રાશિ માટે બુધવાર સિદ્ધિનો દિવસ છે, આ સમયનો લાભ લેવો
આ મૂળાંકના લોકો પર મહાદેવની વિશેષ કૃપા હોય છે. ભોળાનાથ તેમની બધી મનોકામના કોઈ ને કોઈ રીતે પુરી કરે છે. આ મૂળાંકના લોકો શિવજીની કૃપાથી રાજા જેવો વૈભવ ભોગવે છે. તો ચાલો જાણીએ કઈ તારીખોએ જન્મેલા લોકો શિવજીને અતિપ્રિય હોય છે.
આ પણ વાંચો: Roti: ભયંકરમાં ભયંકર ગ્રહ દશામાં પણ વાળ વાંકો નહીં થાય, કરી લો રોટલીનો આ ઉપાય
મૂલાંક 5
5, 14, 23 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 5 હોય છે. જે બુધ ગ્રહ સાથે જોડાયેલો અંક છે. આ તારીખોએ જન્મેલા લોકો સમજદાર, વાતચીત કરવામાં નિપુણ અને સમાજ સાથે ચાલનાર હોય છે. મૂળાંક 5ના લોકો જો શ્રદ્ધાથી શિવજીની ઉપાસના કરે તો તેમને કરિયર, વેપાર અને પારિવારિક જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ મૂળાંક ધરાવતા લોકો પર શિવજીની ખાસ કૃપા રહે છે.
આ પણ વાંચો: આ રાશિઓના લોકો રુપિયા ગણતા ગણતા થાકશે, ગુરુ બનાવશે અત્યંત શુભ ધનલક્ષ્મી રાજયોગ
મૂળાંક 7
જે લોકોનો જન્મ 7, 16, 25 તારીખે થયો હોય છે તેમનો મૂળાંક 7 હોય છે. આ અંક કેતુ સાથે સંબંધિત છે. આવા લોકો આધ્યાત્મિક, રહસ્યમયી અને શાંત સ્વભાવના હોય છે. ભગવાન શિવ પ્રત્યે તેમનું આકર્ષણ સ્વાભાવિક હોય છે. ભોળાનાથની આરાધના કરવાથી આ લોકોને માનસિક શાંતિ, આર્થિક સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે. શિવજીની કૃપાથી આ લોકોને જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
આ પણ વાંચો: રવિવારે આ સફેદ વસ્તુનું દાન કરવાથી ચમકી જશે ભાગ્ય, આ છે ધન પ્રાપ્તિના 3 અચૂક ઉપાયો
મૂળાંક 9
9, 18, 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. આ અંક મંગળ ગ્રહ સાથે સંકળાયેલો છે. આ લોકો સ્વભાવથી સાહસી, સંઘર્ષશીલ અને નિડર હોય છે. ભગવાન શિવ પ્રત્યે તેમનો ભાવ ગાઢ હોય છે. મૂળાંક 9 ધરાવતા લોકો શિવજીની પૂજા કરે તો વિશેષ લાભ થાય છે. આ લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હાર માનતા નથી અને જીવનમાં સફળ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે