Putrada Ekadashi 2025 Date: પુત્રદા એકાદશી નામ પરથી ખ્યાલ આવી જાય છે કે આ એકાદશીનું વ્રત સંતાન સંબંધિત છે. શ્રાવણ મહિનામાં આવતી એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે. પૌરાણિક કથાઓ અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ એકાદશી કરવાથી સંતાનસુખના આશીર્વાદ મળે છે. પુત્રદા એકાદશી વર્ષમાં 2 વાર આવે છે. એકવાર શ્રાવણ માસમાં અને બીજી એકાદશી પોષ માસમાં આવે છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પુત્રદા એકાદશી આવશે.
આ પણ વાંચો: સૂર્યદેવને અતિપ્રિય છે આ 3 રાશિઓ, આ લોકો રોજ સૂર્યને અર્ધ્ય આપે તો પણ થઈ જાય માલામાલ
પુત્રદા એકાદશી 2025
પંચાંગ અનુસાર આ વર્ષે એકાદશીની તિથિ એટલે કે પુત્રદા એકાદશી 4 ઓગસ્ટ 2025 ના રોજ સવારે 11.41 મિનિટથી શરુ થશે અને 5 ઓગસ્ટ બપોરે 1.12 મિનિટે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર આ વર્ષે એકાદશીનું વ્રત 5 ઓગસ્ટ અને મંગળવારે માન્ય ગણાશે.
આ પણ વાંચો: બીલીપત્ર ચઢાવવાથી લઈ નંદીની સેવા કરવા સુધીના આ મહાઉપાયો કરવાથી મહાદેવ થશે પ્રસન્ન
સંતાન પ્રાપ્તિના ઉપાય
ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ માસમાં આવતી આ એકાદશીનું વ્રત કરી કેટલાક ખાસ ઉપાયો કરવાથી સંસ્કારી, તેજસ્વી, સ્વસ્થ અને ભાગ્યવાન સંતાન પ્રાપ્ત થઈ શકે છે. સંતાનપ્રાપ્તિની ઈચ્છા રાખનાર મહિલાઓએ આ વ્રત કરવું જોઈએ અને આ રીતે ભગવાનની પૂજા કરવી.
આ પણ વાંચો: ઓગસ્ટ મહિનામાં ધનમાં આળોટશે 4 રાશિના લોકો, બુધ, શુક્ર, સૂર્ય વધારશે સંપત્તિ અને માન
એકાદશીના દિવસે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પહેરી ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરો. પૂજા કર્યા પછી ભગવાનને પ્રસાદ ધરાવી પુત્રદા એકાદશીની કથા વાંચો અને છેલ્લે આરતી કરો. આરતી કર્યા પછી ભગવાન સમક્ષ સંતાનપ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરો.
આ પણ વાંચો: બુધ ગ્રહએ પુષ્ય નક્ષત્રમાં કર્યો પ્રવેશ, 22 ઓગસ્ટ સુધી આ રાશિઓને મળશે બંપર લાભ
સંતાન પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીના દિવસે પૂજા દરમિયાન સંતાન ગોપાલ મંત્રનો જાપ કરો. માન્યતા છે કે આ મંત્રનો જાપ કરનાર પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને નિ:સંતાન દંપતિઓને પણ સંતાનપ્રાપ્તિનું વરદાન આપે છે.
આ પણ વાંચો: Budh Gochar: કર્ક રાશિમાં માર્ગી થશે બુધ, ઓગસ્ટ મહિનાથી 3 રાશિનો ગોલ્ડન ટાઈમ શરુ થશે
સંતાનપ્રાપ્તિ માટેનો ચમત્કારી મંત્ર
ૐ દેવકીસુત ગોવિંદં વાસુદેવ જગત્પતે
દેહી મે તનયં કષ્ણ ત્વામહં શરણં ગત:
સંતાન પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીના દિવસે વંશકવચ અથવા સંતાન ગોપાલ સ્ત્રોતનો પાઠ પણ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે