Vakri Grah 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ, રાહુ અને કેતુ વ્યક્તિના જીવન ઉપર સૌથી વધારે અસર કરે છે. આ ગ્રહોને ક્રૂર ગ્રહ પણ કહેવાય છે. કારણકે આ ગ્રહોની દશા દરમિયાન વ્યક્તિને કષ્ટ ભોગવવા પડે છે. ખાસ કરીને દરેક વ્યક્તિને કર્મ અનુસાર ફળ શનિદેવ આપે છે. 17 જુને કુંભ રાશિમાં શનિ વક્રી થશે. આ સમયે દરમિયાન રાહુ અને કેતુ પણ વક્રી અવસ્થામાં હશે. કહેવામાં આગામી 6 મહિના સુધી ત્રણ મુખ્ય ગ્રહ વક્રી દશામાં ગોચર કરશે. જેની અસર દરેક રાશિને થશે પરંતુ ત્રણ રાશિના લોકો એવા છે જેમના માટે આગામી છ મહિના મુશ્કેલી ભર્યા સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:
શુક્રવારે મની પ્લાંટ સંબંધિત કરી લો આ નાનકડો ઉપાય, લક્ષ્મીજીની કૃપાથી દુર થશે ગરીબી
શુક્રની મહાદશા કરે છે ભાગ્યોદય, 20 વર્ષ સુધી રાજા જેવો વૈભવ અને ધન થાય છે પ્રાપ્ત
આ 4 રાશિના લોકોના જીવન પર તુટી પડશે દુ:ખના ડુંગર, અત્યંત અમંગળકારી યોગ વધારશે સમસ્યા
સિંહ રાશિ
શનિ, રાહુ અને કેતુની વક્રી ચાલ સિંહ રાશિના લોકો માટે સમસ્યાઓથી ભરપુર રહેશે. તેમના કામમાં વિવિધ પ્રકારના અવરોધો આવશે. કરેલી મહેનતનું ફળ નહીં મળે. ભાગ્ય સાથ નહીં આપે. કેટલાક નિર્ણયો લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાત લોકોને નોકરીમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવી જરૂરી છે.
કર્ક રાશિ
શનિ, રાહુ અને કેતુની વક્રી ગતિ કર્ક રાશિના લોકો માટે પણ શુભ નથી. આ સમય દરમિયાન ચિંતા અને ધનહાનિ વધવાની સંભાવના છે. કાયદાકીય વિવાદોમાંથી પસાર થવું પડી શકે છે. કોઈપણ વ્યવસાયમાં નાણા રોકવા માટે સમય અનુકૂળ નથી. કાર્યોમાં સફળતા મળવામાં વિલંબ થઈ શકે છે. ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. તબિયત પણ ખરાબ રહી શકે છે વિવાહિત જીવનમાં તણાવ વધવાની સંભાવના છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે શનિ, રાહુ અને કેતુની વક્રી ગતિ સારી નથી. કોઈ નવું કામ શરૂ કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આગામી 6 મહિનામાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કાર્યમાં ધારી સફળતા નહીં મળે. જે લોકો કોઈની સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહ્યા છે તેમના માટે આવનારો શુભ નથી. કાર્યસ્થળ પર કામના બોજના કારણે તમારે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે