Team India News: અહેવાલો અનુસાર, 2023 વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં ઓડીઆઈ વર્લ્ડ કપની શરૂઆત કરશે જ્યારે એક સપ્તાહ બાદ પાકિસ્તાન સામેની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. બીસીસીઆઈના ડ્રાફ્ટ પ્રોગ્રામમાં આ જાણકારી આપવામાં આવી છે. મોટાભાગના લોકો ઓસ્ટ્રેલિયાની ટીમને 2023 વર્લ્ડ કપમાં ભારત માટે ખતરો માની રહ્યા છે, પરંતુ એવું નથી. એક એવી ટીમ છે જે ભારત માટે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા કરતા વધુ ખતરનાક સાબિત થશે.
વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા નહીં પરંતુ અન્ય ટીમ ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે. વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાને આ ટીમથી ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આ ટીમ બીજી કોઈ નહીં પણ બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશે લગભગ દરેક મોટી ટુર્નામેન્ટમાં ઘણી મોટી ટીમોના સપના તોડી નાખ્યા છે. ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર આકાશ ચોપરાએ આ મોટી ભવિષ્યવાણી કરી છે. બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપ 2023માં ભારત માટે મોટો ખતરો બની શકે છે. આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર આનું મોટું કારણ પણ આપ્યું છે.
આકાશ ચોપડાએ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપતા કહ્યું કે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશથી સાવધાન રહેવાની જરૂર છે. આકાશ ચોપરાએ કહ્યું, 'મને લાગે છે કે 50 ઓવરની ક્રિકેટમાં બાંગ્લાદેશ ખૂબ જ ખતરનાક ટીમ છે અને બાંગ્લાદેશની ટીમ ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે. બાંગ્લાદેશ સામે ભારતની વર્લ્ડ કપ મેચ 19 ઓક્ટોબરે પુણેમાં રમાશે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશે 2007ના ODI વર્લ્ડ કપમાં ભારતને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું હતું, ત્યારબાદ સચિન તેંડુલકરથી લઈને વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ ખેલાડીઓ નિરાશ થયા હતા.
વર્લ્ડ કપ 2023માં ભારતનું સંભવિત શેડ્યુલ
ભારત vs ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, ચેન્નાઈ
ભારત vs અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત vs પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ
ભારત vs બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણે
ભારત vs ન્યુઝીલેન્ડ 22 ઓક્ટોબર ધર્મશાળા
ભારત vs ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ
ભારત vs ક્વોલિફાયર ટીમ, 2 નવેમ્બર, મુંબઈ
ભારત vs દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા
ભારત vs ક્વોલિફાયર ટીમ, 11 નવેમ્બર, બેંગલુરુ
આ પણ વાંચો:
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાત બાદ હવે રાજસ્થાન પર મોટી ઘાત, જાણો ક્યાં પહોંચ્યુ
શક્તિશાળી બિપરજોયની 'આફ્ટર ઈફેક્ટ', લેન્ડફોલ બાદ હવે આ પડકારનો સામનો થશે
બિપરજોયે ગુજરાતમાં મચાવ્યો કહેર, 940 ગામડાઓમાં વીજળી ગૂલ, 22 લોકો ઘાયલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે