Rahu Shani Yuti 2025: 29 માર્ચ 2025 ના રોજ શનિ ગ્રહ મીન રાશિમાં ગોચર કર્યો છે. મીન રાશિમાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે જેના કારણે મીન રાશિમાં શનિ અને રાહુની યુતિથી પિશાચ યોગ બન્યો છે. રાહુ અને શનિની યુતી 51 દિવસ સુધી રહેશે. મીન રાશિમાં શનિ 2025 સુધી ગોચર કરશે. જ્યારે રાહુ 18 મે 2025 ના રોજ મીન રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં ગોચર કરશે. 18 મેથી શનિ અને રાહુની યુતિ તૂટી જશે. પરંતુ ત્યાં સુધીના દિવસો દેશ દુનિયા અને દરેક રાશિ પર વ્યાપક અસર કરશે.
આ પણ વાંચો: Shanidev: આ 5 રાશિવાળાઓના દુઃખના દહાડા પુરા, શનિના ઉદયથી આજથી પલટાશે આ રાશિઓનું નસીબ
રાહુ અને શનિની યુતિની રાશિઓ પર અસર
જ્યોતિષશાસ્ત્રમાં શનિ અને રાહુની યુતિ વિશેષ રૂપથી પ્રભાવી માનવામાં આવે છે. આ બંને ગ્રહનો સ્વભાવ એકબીજાથી વિપરીત છે. જ્યારે તે બંને સાથે હોય છે ત્યારે નવા અવસરની સાથે નવા પડકારો પણ ઊભા કરે છે. આ યુતિની અસર રાશિઓ પર મિશ્રિત રીતે જોવા મળશે. મોટાભાગની રાશિને આ યુતિની નકારાત્મક અસર જોવી પડશે પરંતુ કેટલીક રાશિ છે તેમના માટે શનિ અને રાહુ ફળદાયી સિદ્ધ થશે. રાશિ ચક્રની ત્રણ રાશી એવી છે જેમને રાહુ અને શનિ સફળતા ધન અને સમૃદ્ધિ આપશે.
આ પણ વાંચો: મીન રાશિમાં બનશે શનિ-શુક્ર-રાહુ-બુધનો ચતુર્ગ્રહી યોગ, 14 તારીખથી સુધરશે આર્થિક હાલત
આ 3 રાશિ માટે શનિ અને રાહુની યુતિ શુભ
વૃષભ રાશિ
રાહુ અને શનિની યુતિ વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. આ સમયે કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધી જશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પ્રબળ સંભાવના. નોકરી કે વ્યવસાયમાં પ્રમોશન મળી શકે છે. આ સમય દરમિયાન કાર્યો સંભાળીને કરવા. મહેનતનું યોગ્ય ફળ મળશે. ધન સંબંધિત બાબતોમાં ચિંતા કરવાની જરૂર નહીં રહે.
આ પણ વાંચો: આ 5 રાશિઓનું અઢી વર્ષનું તપ ફળશે, 9 એપ્રિલથી લાઈફ બદલી જશે, શનિ ધનના ઢગલે બેસાડશે
મકર રાશિ
મકર રાશિના લોકો માટે આ સમય સફળતા અને સમૃદ્ધિ મેળવવાનો છે. શનિ મકર રાશિનો સ્વામી ગ્રહ છે શનિ અને રાહુનો પ્રભાવ મહેનતનું ફળ અપાવશે. મહેનત અને સંઘર્ષનું પરિણામ હવે જોવા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. શનિના પ્રભાવથી કારકિર્દીમાં ઉચ્ચ પદ મળી શકે છે.
આ પણ વાંચો: બસ 10 દિવસની વાર પછી આ 7 રાશિઓનો દબદબો વધશે, સૂર્ય-શુક્રનો યોગ રાતોરાત ચમકાવશે ભાગ્ય
કુંભ રાશિ
કુંભ રાશિ માટે પણ શનિ અને રાહુની યુતિ શુભ સાબિત થશે. શનિની સ્થિતિ કુંભ રાશિના લોકોને અધિક પરિશ્રમ કરાવશે પરંતુ સાથે જ લાભ પણ આપશે. મહેનતનું ફળ ધન અને સમૃદ્ધિ તરીકે મળશે. વેપારમાં રોકાણ કરવાનું વિચારો છો તો આ સમયે લાભકારી સિદ્ધ થશે. સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધશે. આત્મવિશ્વાસ વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે