Home> Spiritual
Advertisement
Prev
Next

Rahu Shukra Yuti: મીન રાશિમાં શુક્ર અને રાહુનું થશે મિલન, કર્ક સહિત 4 રાશિઓને થશે લાભ

Rahu Shukra Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ સુખ, સંપત્તિ, ધન વૈભવ, સૌંદર્યનો કારક ગ્રહ છે. શુક્ર 31 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિ 24 એપ્રિલ 2024 સુધી સર્જાશે. શુક્ર અને રાહુનું આ મિલન કેટલીક રાશિના લોકો માટે લાભકારક સાબિત થશે. તો ચાલો તમને જણાવીએ શુક્ર અને રાહુની યુતિથી કઈ કઈ રાશિને ફાયદો થશે. 

Rahu Shukra Yuti: મીન રાશિમાં શુક્ર અને રાહુનું થશે મિલન, કર્ક સહિત 4 રાશિઓને થશે લાભ

Rahu Shukra Yuti: 31 માર્ચ 2024 ના રોજ શુક્ર ગુરુની રાશિ મીનમાં ગોચર કરશે. આ રાશિમાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. જેના કારણે મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિ સર્જાશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ સુખ, સંપત્તિ, ધન વૈભવ, સૌંદર્યનો કારક ગ્રહ છે. શુક્ર 31 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિ 24 એપ્રિલ 2024 સુધી સર્જાશે. શુક્ર અને રાહુનું આ મિલન કેટલીક રાશિના લોકો માટે લાભકારક સાબિત થશે. તો ચાલો તમને જણાવીએ શુક્ર અને રાહુની યુતિથી કઈ કઈ રાશિને ફાયદો થશે. 

fallbacks

શુક્ર અને રાહુની યુતિથી આ રાશિઓને થશે લાભ

આ પણ વાંચો: Vipreet Raj Yoga: 31 માર્ચથી 24 એપ્રિલ સુધીનો સમય 4 રાશિઓ માટે અતિશુભ, થશે ધન લાભ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે શુક્ર અને રાહુની યુતી ભાગ્ય ભાવમાં સર્જાશે. આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણપણે સાથ મળશે. નોકરી કરતા લોકોને નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે અથવા તો પગારમાં વધારો થઈ શકે છે. વેપારમાં ઉન્નતિના યોગ છે. ધન લાભ અચાનકથી થઈ શકે છે. અટકેલા કામ પુરા થશે.

આ પણ વાંચો: મહિનામાં સૂર્ય, ગુરુ સહિતના ગ્રહોનું મહાગોચર, મેષ સહિત 5 રાશિને ફળશે એપ્રિલ મહિનો

સિંહ રાશિ

રાહુલ અને શુક્રની યુતિ સિંહ રાશિના લોકો માટે પણ લાભકારી છે. આ રાશિના દસમા ભાવમાં આ યુતિ સજાશે. જેના કારણે ધન લાભ થશે અને ભાગ્યનો સાથ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. વૈવાહિક જીવન સારું રહેશે. સંતાન સુખની પ્રાપ્તિ થશે. વેપારમાં ઉન્નતિ અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ છે.

કન્યા રાશિ

શુક્ર અને રાહુની યુતિ કન્યા રાશિના સાતમાં ભાવમાં સર્જાશે. આ સમય દરમિયાન પાર્ટનરનો સંપૂર્ણ સાથ મળશે. ભાગીદારીમાં કોઈ કામ કરી રહ્યા છો તો તેમાં લાભ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે.

આ પણ વાંચો: Budh Vakri 2024: 2 એપ્રિલથી મેષ રાશિમાં બુધ થશે વક્રી, આ 3 રાશિને થશે લાભ જ લાભ

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે પણ શુક્ર અને રાહુની યુતિ શુભ સાબિત થશે. ધન ભાવમાં આ યુતિ સર્જાશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં લાભ મળશે. પ્રમોશન પણ થઈ શકે છે. આવકમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More