Home> Spiritual
Advertisement
Prev
Next

Shakun Apshakun: હાથમાંથી સિંદૂર ઢોળાઈ જાય, પહેરેલું મંગળસૂત્ર તુટી જાય તો શું થાય અર્થ ?

Shakun Apshakun: શાસ્ત્રોમાં શુકન અપશુકન સંબંધિત સંકેતો વિશે જણાવેલું છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલાના હાથે સિંદૂર ઢોળાય કે તેનું મંગળસૂત્ર અચાનક તુટી જાય તો તેનો અર્થ શું થાય છે ? ચાલો જાણીએ શુકનશાસ્ત્ર અનુસાર આ ઘટના કેવો સંકેત કરે છે.
 

Shakun Apshakun: હાથમાંથી સિંદૂર ઢોળાઈ જાય, પહેરેલું મંગળસૂત્ર તુટી જાય તો શું થાય અર્થ ?

Shakun Apshakun: હિન્દુ શાસ્ત્રમાં જીવનના વિવિધ પાસાં સંબંધિત શુભ અને અશુભ સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે. વિશેષ રૂપે શુકનશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઈ મોટી ઘટના બનવાની હોય તો તેની પહેલા કેટલાક સંકેત પ્રકટ થાય છે. આ સંકેત આપણને જણાવે છે કે ભવિષ્યમાં જીવનમાં આવનારી પરેશાનીઓ પ્રત્યે સચેત થઈ જવું. જેમાં સૌભાગ્યવતી સ્ત્રીના હાથમાંથી સિંદુર ઢોળાઈ જવું અથવા તો મંગળસૂત્ર અચાનક તૂટી જવું સૌથી મુખ્ય માનવામાં આવે છે. આ બંને અશુભ ઘટનાનો સંકેત છે. 

fallbacks

આ પણ વાંચો: સિંહ સહિત 4 રાશિઓ માટે ક્રૂર બનશે શનિ અને મંગળ, 28 જુલાઈથી આ રાશિઓએ સંભાળીને રહેવું

અચાનક પહેરેલું મંગળસૂત્ર તૂટી જવું 

મંગળસૂત્ર વિવાહિત મહિલા માટે ફક્ત આભૂષણ નહીં પરંતુ સુખી વૈવાહિક જીવન અને પતિના લાંબા આયુષ્યનું પ્રતિક હોય છે. શુકનશાસ્ત્ર અનુસાર જો કોઈ મહિલાનું મંગળસૂત્ર અચાનક તૂટી જાય તો તેને અત્યંત અશુભ માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે પતિના જીવનમાં કોઈ સંકટ કે મુશ્કેલી આવી શકે છે. આ સ્થિતિમાં મહિલાએ સતર્ક થઈ ધાર્મિક ઉપાય કરવા જોઈએ. વિશેષ રૂપે તુલસી માતાની પૂજા કરી પતિની રક્ષા અને તેના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરવી શુભ ગણાય છે. 

આ પણ વાંચો: ખૂબ જ શક્તિશાળી છે બજરંગ બલીના આ 5 મંત્રો, તુરંત અસર જોવા મળે, મનનો ડર થઈ જાય દુર

સિંદૂર ઢોળાઈ જવું 

સિંદૂર હિંદુ વિવાહ પરંપરામાં સૌથી શુભ પ્રતિક ગણવામાં આવે છે. લગ્ન સમયે પતિ પોતાની પત્નીના સેંથામાં સિંદૂર ભરે છે.. સિંદૂર વૈવાહિક જીવનની પવિત્રતા અને પતિના આયુષ્યનું પ્રતિક હોય છે. શુકનશાસ્ત્ર અનુસાર જો સિંદૂર લગાડતી વખતે હાથમાંથી સિંદૂર ઢોળાઈ જાય તો તે પણ અપશુકન ગણાય છે. આ અપશુકન પતિના સ્વાસ્થ્ય, આયુષ્ય અથવા કાર્ય સંબંધિત સમસ્યાનો સંકેત કરે છે. 

આ પણ વાંચો: 30 વર્ષ પછી શનિ અને મંગળનો બનશે ખતરનાક સમસપ્તક યોગ, આ રાશિઓની વધશે મુશ્કેલી!

પરિણીત મહિલાઓએ સિંદૂર હંમેશા સંભાળીને રાખવું જોઈએ. સિંદૂર દાંપત્ય જીવનનું પ્રતિક હોય છે. સિંદૂર ઢોળાઈ જાય તો તુરંત જ ભગવાન વિષ્ણુની પૂજા કરી આવનારા સંકટને ટાળવાની પ્રાર્થના કરવી શુભ ગણાય છે.

આ પણ વાંચો: શ્રાવણ મહિનામાં કયા સમયે અને કેવી રીતે કરવી શિવ પૂજા, જાણે સરળ વિધિ અને 7 જરૂરી નિયમ

સિંદૂર અને મંગળસૂત્ર વિશે માન્યતા એવી પણ છે કે સૌભાગ્યવતી સ્ત્રીએ આ બંને વસ્તુઓ અન્ય સ્ત્રીને વાપરવા આપવી નહીં. તેવી જ રીતે અન્યનું સિંદૂર અને મંગળસૂત્ર પોતે વાપરવું નહીં. આમ કરવાથી દાંપત્યજીવન પર નકારાત્મક અસર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More