Shani Gochar 2025: વર્ષ 2025 માં શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. આ ગોચર ગણતરીના દિવસોમાં જ થવાનું છે. માર્ચ મહિનાના અંતે શનિ પોતાની રાશી બદલશે. જેના કારણે કેટલીક રાશિના લોકોની પનોતી શરૂ થશે. કેટલીક રાશિઓ એવી છે જેમના પર નાની પનોતી એટલે કે ઢૈયા શરૂ થશે અને કેટલીક રાશિની મોટી પનોતી એટલે કે સાડાસાતી શરૂ થશે.
આ પણ વાંચો: શનિ કરશે ગુરુની રાશિ મીનમાં પ્રવેશ, 4 રાશિનું કરિયર થશે પ્રભાવિત, શનિ દેશે અપાર કષ્ટ
શનિના રાશિ પરિવર્તન અને સાડાસાતીની દ્રષ્ટિએ કેટલીક રાશિના લોકો માટે આવનારા અઢી વર્ષ વધારે લાભકારી નહીં રહે. શનિ સૌથી ધીમી ગતિએ રાશિ બદલે છે મીન રાશિમાં હવે અઢી વર્ષ સુધી શનિ ગોચર કરશે. શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓને ઢૈયા અને સાડાસાતીથી મુક્તિ પણ મળી જશે.
29 માર્ચ 2025 ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તનથી બે રાશિની ઢૈયા શરૂ થશે અને બે રાશિના લોકોની ઢૈયા પૂરી થશે. સાથે જ એક રાશિની સાડાસાતી પૂરી થશે અને કેટલીક રાશિની સાડાસાતી શરૂ થઈ જશે.
આ પણ વાંચો: મીન રાશિમાં સર્જાશે સૂર્ય, બુધ અને રાહુનો ત્રિગ્રહી યોગ, 4 રાશિઓ આળોટશે ધનમાં
આ રાશિઓની શરૂ થશે ઢૈયા
શનિ જ્યારે કુંભ રાશિમાંથી નીકળી જશે તો કર્ક અને વૃશ્ચિક રાશિની ઢૈયા પણ પૂરી થઈ જશે. શનિના મીન રાશિમાં પ્રવેશ સાથે જ ધન રાશિ અને સિંહ રાશિ પર ઢૈયાનો પ્રભાવ શરૂ થશે. 29 માર્ચ 2025 થી સિંહ રાશીના લોકોએ સંભાળીને કામ કરવાની જરૂર પડશે. ઢૈયા દરમ્યાન સ્વાસ્થ્ય, રોજગાર, ધન, પરિવાર સહિત જીવનના બધા જ ક્ષેત્રોમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: આ 5 વસ્તુઓને ખુલ્લી રાખવાથી ઘરમાં આવે દરિદ્રતા, પરિવારને ભોગવવા પડે દુ:ખ
આ રાશિઓ પર શરૂ થશે સાડાસાતી
શનિની સાડાસાતી મકર, કુંભ અને મીન રાશિના લોકો પર હાલ ચાલી રહી છે. મીન રાશિમાં ગોચરની સાથે જ મકર રાશિની સાડાસાતી પૂરી થશે અને મેષ રાશિની સાડાસાતી શરૂ થશે. સાથે જ મીન રાશિ નું સાડાસાતીનું બીજું ચરણ અને કુંભ રાશિ પર અંતિમ ચરણનો પ્રારંભ થશે. વર્ષ 2025માં કુંભ મીન અને મેષ રાશિના લોકો ઉપર સાડાસાતીનો પ્રભાવ રહેશે.
આ પણ વાંચો: Shani Gochar: હોળી પછી શરુ થશે 3 રાશિનો ગોલ્ડન ટાઈમ, દરેક કામ થશે સફળ, વધશે ધનની આવક
શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ દૂર કરવાના ઉપાય
સિંહ અને ધન રાશિ પર શનિની ઢૈયા 29 માર્ચથી શરૂ થશે અને કુંભ મીન તેમજ મેષ રાશિને સાડાસાતીનો પ્રભાવ સતાવશે. શનિના અશુભ પ્રભાવોને ઓછા કરવા માટે કેટલાક સરળ કામ કરી શકાય છે. જેમકે 11 શનિવાર સુધી શનિ મંદિરમાં જઈને છાયા દાન કરવું. શનિવારે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું. નિયમિત હનુમાન ચાલીસા કરવી. પીપળાના ઝાડની પૂજા કરવી અને ઘીનો દીવો કરવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે