Skin Care Before and After Holi: હોળી રંગોનો તહેવાર છે અને આ દિવસે લોકો એકબીજાને રંગ લગાડીને તહેવાર ઉજવે છે. જોકે હોળી કેમિકલવાળા રંગોથી રમવામાં આવે છે તેના કારણે ત્વચા ડેમેજ પણ થઈ શકે છે. જો યોગ્ય રીતે સ્કીન કેર કરવામાં ન આવે તો કેમિકલવાળા કલર લગાવ્યા પછી ચહેરા પર એલર્જી પણ થઈ જાય છે. ઘણી વખત ત્વચા લાલ પડી જાય છે અને ખંજવાળ પણ આવે છે. કેમિકલવાળા કલરના કારણે થતી સમસ્યાઓથી બચવું હોય તો હોળી રમતા પહેલા અને હોળી રમી લીધા પછી સ્કીન કેરમાં આ બાબતોનું ધ્યાન રાખવું સૌથી પહેલા તો એ જાણી લો કે હોળી રમતા પહેલા ત્વચાની સંભાળ કેવી રીતે લેવી ?
આ પણ વાંચો: Skin Care: ઢીલી પડેલી સ્કિન પણ ટાઈટ થશે, લીંબુના રસમાં આ વસ્તુ ઉમેરી લગાડો સ્કિન પર
હોળીના કલરથી થતી સ્કિન પ્રોબ્લેમ
હોળી કલાકો સુધી રમવાની હોય છે જેના કારણે સ્કીન પર લાંબા સમય સુધી કલર રહે છે. સ્કિન પર કલાકો સુધી કેમિકલ વાળો કલર રહેવાથી સ્કીન પર ઇરીટેશન પીમ્પલ અને રેસીસ થઈ શકે છે.
આ પણ વાંચો: હોઠને નેચરલી પિંક બનાવવા અપનાવો આ 3 ઘરેલુ ઉપાય, લિપસ્ટિક કરવાની જરૂર નહીં પડે
હોળી રમતા પહેલા કરો આ કામ
રંગોથી હોળી રમવા જાવ તે પહેલા જ ચહેરા પર હોમમેડ ફેસ માસ્ક લગાડવું. ત્યાર પછી નાળિયેર તેલ સારી રીતે ચહેરા અને આખા શરીર પર અપ્લાય કરીને પછી હોળી રમવાની શરૂઆત કરવી. નાળિયેર તેલ લગાડી લેવાથી કલર સ્કીનની અંદર સુધી નહીં જાય અને સાફ કરવામાં પણ સરળતા રહેશે. નાળિયેર તેલ ઉપરાંત ચહેરા પર સન સ્ક્રીન પણ લગાડી શકાય છે જે તડકા થી થતા નુકસાનથી બચાવશે.
આ પણ વાંચો: Skin Care: જાયફળના પાવડરમાં આ વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાડો, ડેડ સ્કિન નીકળી જશે
હોળી રમ્યા પછી સ્કિન કેર
હોળી રમી લીધા પછી ચહેરા અને શરીર પરથી રંગ દૂર કર્યા પછી ઘરે બનાવેલું આ ફેસ માસ્ક લગાડી લેવું જેથી ત્વચા ઝડપથી રીપેર થઈ જાય. તેના માટે ચણાના લોટમાં ગુલાબજળ અથવા તો મલાઈ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર અપ્લાય કરો. 15 મિનિટ પછી ચહેરાને હુંફાળા પાણીથી સાફ કરી લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે