Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Mangal Yuti: 5 એપ્રિલથી સર્જાશે મંગળ શનિનો લાભ યોગ, 5 રાશિના લોકો થશે માલામાલ, નોકરી-વ્યવસાયમાં થશે પ્રગતિ

Shani Mangal Yuti 2025: 5 એપ્રિલ 2025 થી મંગળ અને શનિ એકબીજાથી 120 ડિગ્રી પર સ્થિત હશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની આ ખગોળીય સ્થિતિને લાભ યોગ કહેવાય છે. આમ તો આ યોગની અસર દરેક રાશિને થશે પરંતુ 5 રાશિઓ માટે તે સૌથી વધુ લાભકારી છે. 
 

Shani Mangal Yuti: 5 એપ્રિલથી સર્જાશે મંગળ શનિનો લાભ યોગ, 5 રાશિના લોકો થશે માલામાલ, નોકરી-વ્યવસાયમાં થશે પ્રગતિ

Shani Mangal Yuti 2025: શનિવાર અને 5 એપ્રિલથી શનિ અને મંગળ ગ્રહ એકબીજાથી 120 ડિગ્રી પર સ્થિત રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં બે ગ્રહોની આ કોણીય સ્થિતિને શુભ ગણવામાં આવે છે. શનિ અને મંગળની આ સ્થિતિને લાભયોગ કહેવાય છે. માન્યતા છે કે આ યોગના પ્રભાવથી વ્યક્તિને કર્મ ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થાય છે. 

fallbacks

આ પણ વાંચો: શનિ અમાવસ્યા પર કરો આ 5 અચૂક ઉપાય, સાડાસાતીમાં પણ શનિદેવ મહેરબાન રહેશે અને ધન વધશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ સાહસ અને શનિ કર્મનો હિસાબ કરે છે. 5 એપ્રિલથી શનિ અને મંગળનો જે લાભ યોગ બનવાનો છે તે 5 રાશિના લોકોને માલામાલ કરી શકે છે. આ 5 રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ. 

શનિ મંગળના લાભ યોગની રાશિઓ પર અસર 

આ પણ વાંચો: વડોદરાની એકદમ નજીક આવેલું છે ખાસ મંદિર, અહીં દર્શન કરવાથી દુર થઈ જાય છે પૈસાની તંગી

મેષ રાશિ
 
મેષ રાશિના લોકો માટે મંગળ અને શનિનો આ યોગ શુભ રહેવાનો છે. મંગળના કારણે ઉર્જા અને આત્મવિશ્વાસ વધશે અને શનિ મહેનતનું સારું ફળ આપશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. પ્રયત્નોનું સારું ફળ મળશે અને નાણાકીય લાભ પ્રાપ્ત થશે. પરિવારમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે. 

આ પણ વાંચો: Shani Uday: 9 એપ્રિલથી ચાલશે આ 4 રાશિવાળાઓનું રાજ, શનિ ઉદય થઈને વધારી દેશે ધન, પદ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે આ સમયે કરિયર અને નાણાકીય દ્રષ્ટિએ સારો રહેશે. મંગળ અને શનિનો લાભ યોગ મહેનતનું ફળ અપાવશે અને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. પૈસા સંબંધિત બાબતોમાં સુધારો થશે અને રોકાણથી સારું રિટર્ન મળશે. સ્વાસ્થ્ય પર આ સમય દરમિયાન ધ્યાન આપવું જરૂરી રહેશે.

આ પણ વાંચો: મીન રાશિમાં શનિ ચાલશે ચાંદીના પાયે, 3 રાશિઓની આવક થશે ચારગણી, નોકરીમાં થશે પદોન્નતિ

કર્ક રાશિ 

કર્ક રાશિના લોકો માટે પણ આ સમય સારો રહેશે મંગળ અને શનિનો યોગ આર્થિક મજબૂતી પ્રદાન કરશે. જુના કર્જ ઉતરી શકે છે. રોકાણથી સારું પરિણામ મળશે. નાણાકીય લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં સારા પરિવર્તન આવશે. 

આ પણ વાંચો: પુષ્ય નક્ષત્રમાં મંગળનો પ્રવેશ 4 રાશિઓને કરાવશે લાભ, સંપત્તિ વધશે અને કાર્યો થશે સફળ

સિંહ રાશિ 

સિંહ રાશિ માટે પણ નાણાકીય રીતે આ સમયે શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા અને પ્રગતિ થશે. શનિ અને મંગળના સંયોગથી સતત સફળતા મળતી રહેશે. નોકરી અને વ્યવસાય સંબંધિત કાર્યો માટે લાભકારી સમય. અચાનક ધન લાભ થઈ શકે છે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ. 

આ પણ વાંચો: એપ્રિલ મહિનામાં શનિ દેવનો થશે ઉદય, 3 રાશિના લોકોને છપ્પરફાડ ધન લાભ થાય તેવી સંભાવના

મકર રાશિ 

મકર રાશિના લોકો માટે પણ આ સમયે ફાયદાકારક રહેશે. ખાસ કરીને આર્થિક દ્રષ્ટિ કોણથી લાભ મળશે. મંગળ અને શનિના પ્રભાવથી પૈસા સંબંધિત બાબતોમાં સંતુલન જળવાઈ રહેશે. નાણાકીય સફળતા પ્રાપ્ત થશે.  નોકરીમાં પ્રમોશન કે સન્માન પ્રાપ્ત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More