Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Vakri 2025: 3 રાશિઓને ધનલાભ કરાવશે વક્રી શનિ, સાડાસાતી ચાલતી હોય તેમણે શનિકૃપા માટે કરવા આ ઉપાય

Shani Vakri 2025: મીન રાશિમાં ગોચર પછી શનિ વક્રી ચાલ ચાલશે. શનિ 13 જુલાઈએ વક્રી થશે અને 28 નવેમ્બર સુધી વક્રી રહેશે. આ સમય કેટલીક રાશિઓ માટે શુભ હશે તો કેટલીક રાશિઓ માટે ભારે. તો ચાલો તમને જણાવીએ વક્રી શનિનો રાશિઓ પર કેવો પ્રભાવ પડશે.
 

Shani Vakri 2025: 3 રાશિઓને ધનલાભ કરાવશે વક્રી શનિ, સાડાસાતી ચાલતી હોય તેમણે શનિકૃપા માટે કરવા આ ઉપાય

Shani Vakri 2025: મીન રાશિમાં પ્રવેશ પછી હવે શનિ વક્રી થવા જઈ રહ્યા છે. 29 માર્ચ 2025 ના રોજ શનિએ મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. શનિ 13 જુલાઈ 2025 ના રોજ વક્રી થશે. 13 જુલાઈ થી 28 નવેમ્બર સુધી શનિ વક્રી રહેશે. શનિની વક્રી ચાલ કેટલીક રાશિના લોકો માટે લાભની સ્થિતિ ઉત્પન કરશે તો જે લોકોને શનિની વક્રી ચાલના કારણે પરેશાની નો સામનો પણ કરવો પડશે. આ સમય દરમિયાન શનિની સાડાસાતી ચાલતી હોય તે લોકો એ ખાસ ધ્યાન રાખવું પડશે. તો ચાલો તમને જણાવીએ વક્રી શનિ કઈ રાશિઓને લાભ કરશે અને સાડાસાથી ચાલતી હોય તેમણે કયા ઉપાય કરીને શનિના પ્રકોપથી બચવું. 

fallbacks

આ પણ વાંચો: રસ્તા પર અચાનક નોળિયો દેખાય તો શુભ કે અશુભ ? જાણો નોળિયા સંબંધિત શુકન અપશુકન વિશે

વક્રી શનિ ત્રણ રાશિને કરશે લાભ 

કન્યા રાશિ 

શનિની વક્રી ચાલ કન્યા રાશિ માટે શુભ છે. વક્રી થઈને જીવનમાં લાભની સ્થિતિ ઉત્પન્ન કરશે. નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થશે. આવકના નવા સાધન ઉભા થશે. વેપાર કરતા જાતકોને ધન લાભ થશે. 

આ પણ વાંચો: 14 એપ્રિલથી સૂર્ય ઉચ્ચ રાશિ મેષમાં કરશે ગોચર, મેષ સહિત 3 રાશિનું ભાગ્ય પલટી મારશે

મીન રાશિ 

મીન રાશિમાં જ શનિ વક્રી થઈ રહ્યા છે તેથી આ રાશિના લોકોને પણ શુભ ફળ આપશે. આ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે. જીવનમાં પ્રગતિ થશે અને અગાઉ કરેલા રોકાણથી પણ લાભ મળે તેવા સંકેત મળી રહ્યા છે. 

આ પણ વાંચો: આ 3 રાશિના લોકો 51 દિવસ સુધી ભોગવશે રાજા જેવો વૈભવ, મળશે સફળતા અને સમૃદ્ધિ

મકર રાશિ 

મકર રાશિના લોકો માટે પણ વક્રી શનિ શુભ સમાચાર લઈને આવશે. ભાગ્ય સાથ આપશે. શનિના કારણે બગડેલા કામ બનવા લાગશે. અધિકારીઓનો સહયોગ મળશે. 

આ પણ વાંચો: Shanidev: આ 5 રાશિવાળાઓના દુઃખના દહાડા પુરા, શનિના ઉદયથી આજથી પલટાશે આ રાશિઓનું નસીબ

સાડાસાતી ચાલતી હોય તે લોકો કરે આ ઉપાય 

જે લોકોની સાડાસાતી ચાલતી હોય તેમણે શનિ વક્રી થાય તે સમય દરમિયાન વિશેષ ધ્યાન રાખવું પડશે. આ સમય દરમિયાન કેટલાક સરળ ઉપાય કરીને વક્રી શનિના પ્રકોપથી બચી શકાય છે. સાડાસાતી ચાલતી હોય તેમણે કયા ઉપાય કરવા તે પણ જાણી લો. 

- ઘરની પશ્ચિમ દિશામાં જો કોઈ વધારાની વસ્તુ કે ભંગાર એકઠો કરેલો હોય તો તેને દૂર કરો. 

આ પણ વાંચો: મીન રાશિમાં બનશે શનિ-શુક્ર-રાહુ-બુધનો ચતુર્ગ્રહી યોગ, 14 તારીખથી સુધરશે આર્થિક હાલત

- પશ્ચિમ દિશામાં ઘઉં સહિતના અનાજ ભરેલા ડ્રમ રાખેલા હોય તો તેને પણ દૂર કરો. ટૂંકમાં પશ્ચિમ દિશાને ભારથી મુક્ત કરી દો. 

- શનિવારના દિવસે પાણીના કળશમાં કાળા તલ અને ગોળ ઉમેરીને પીપળાના ઝાડને અર્પણ કરો. 

આ પણ વાંચો: હનુમાન જન્મોત્સવ પર આ વસ્તુઓનું દાન કરવાથી સુધરશે આર્થિક સ્થિતિ, હનુમાનજી રહેશે

- ગરીબ તેમજ જરૂરીયાતમંદ લોકોને મદદ કરો. શક્ય હોય તો શનિવારે ભૂખ્યાને ભોજન કરાવો. 

- અંધ આશ્રમમાં ભોજન સામગ્રી દાન કરવાથી પણ લાભ થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More