નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિર ઉદ્ઘાટનની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી. દેશ અને દુનિયાના રામ ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. પાકિસ્તાનથી પણ કેટલાક લોકો અહીં આવ્યા હતા. પરંતુ બંને દેશો વચ્ચે તણાવને કારણે બધા માટે અયોધ્યા આવવું શક્ય બની રહ્યું નથી. પરંતુ હવે પાકિસ્તાની લોકો પણ રામ મંદિર બનાવી રહ્યાં છે.
સિંધ પ્રાંતના થારપાર્કર જિલ્લાના ગામમાં રામ મંદિર
પાકિસ્તાનના સિંધ પ્રાંતના થારપાર્કર જિલ્લાના એક ગામમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તેની જાણકારી પાકિસ્તાની બ્લોગર માખન રામે પોતાના બ્લોગમાં આપી છે. પાકિસ્તાનનું આ રામ મંદિર સ્થાનીક લોકો વચ્ચે ચર્ચાનો વિષય છે. મંદિરના પુજારી થારૂરામે પણ ત્યાં મંદિર બનાવવામાં યોગદાન આપ્યું છે.
પુજારી ભારતના અયોધ્યાના રામ મંદિરથી પરત ફર્યા
વ્લોગર માખન રામ પ્રમાણે જ્યારે પાકિસ્તાનમાં બની રહેલા રામ મંદિરમાં ગયા તો આ જગ્યા પર સત્સંગ માટે સ્ટેજ બનાવવામાં આવી રહ્યું હતું. તે સમયે ત્યાં રહેલ પુજારી ભારતના અયોધ્યાના રામ મંદિરથી પરત ફર્યા હતા. પુજારી ત્યાંથી પાકિસ્તાન ગંગાજળ પણ લાવ્યા હતા.
આ પણ વાંચોઃ એક ભૂલ વિઝા-ગ્રીન કાર્ડ કરાવી શકે છે રિજેક્ટ, USમાં ગુજરાતી સહિત ભારતીયો માટે એલર્ટ
લોકો કરી રહ્યાં છે મદદ
વ્લોગર માખન રામ પ્રમાણે પુજારી થારૂરામે જણાવ્યું કે તે જ્યારે અયોધ્યાના રામ મંદિર ગયા તો તેમણે ગંગા માતા પાસે માત્ર તે આશીર્વાદ માંગ્યા હતા કે તેમને પણ રામ મંદિર આપે. પુજારી પ્રમાણે આ મંદિર બનાવવામાં પાકિસ્તાનના અલગ-અલગ જગ્યાના લોકો મદદ કરી રહ્યાં છે. છ મહિના પહેલા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
પરિસરની અંદર નિર્માણ કાર્ય જારી
પુજારી થારૂરામના હવાલાથી વ્લોગરે જાણકારી આપી કે મુખ્ય મંદિર લગભગ બની ગયું છે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની બાકી છે. મંદિરની બાઉન્ડ્રી પણ પૂર્ણ થઈ ગઈ છે. પરિસરની અંદર અન્ય નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે