Saturn Jupiter Transit: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું ગોચર થવું તે એક નિયમિત પ્રક્રિયા છે. સમયે સમયે ગ્રહ રાશિ બદલે છે. ગ્રહો માર્ગી થાય છે, ઉદિત થાય છે, વક્રી થાય છે અને અસ્ત પણ થાય છે. ગ્રહોની ચાલમાં ફેરફાર થાય તેની સાથે 12 રાશિના લોકોના જીવનમાં પણ ફેરફાર થાય છે કારણ કે ગ્રહોનો પ્રભાવ રાશિઓ પર પણ પડે છે. હવે 500 વર્ષ પછી એવો મહાસંયોગ બનવા જઈ રહ્યો છે જે લોકોનું ભાગ્ય બદલી દેશે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 28 મે 2025: સિંહ રાશિના લોકોને પૈસા સંબંધિત ફાયદો થશે, આજનું રાશિફળ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનામાં ગુરુ ઉદય થશે અને શનિ વક્રી થશે. આ બે પાવરફુલ ગ્રહની સ્થિતિમાં જે ફેરફાર થશે તેના કારણે કેટલીક રાશીના લોકોને જબરદસ્ત રીતે ફાયદો થવાની શરૂઆત થશે. જુલાઈ મહિનામાં 14 તારીખે ગુરુનો ઉદય થશે. તે પહેલા 13 જુલાઈએ મીન રાશિમાં શનિ વક્રી થશે. શનિ અને ગુરુની ચાલમાં આ ફેરફાર થયા પછી ત્રણ રાશીના લોકોનો ભાગ્ય પલટી મારશે.
આ પણ વાંચો: ઘરની આ જગ્યાએ રાખેલું મોરપંખ આકર્ષિત કરે છે સમૃદ્ધિ, ખુલી જાય છે ધન આગમનના રસ્તા
વૃષભ રાશિ
આ ગોચરના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. મહત્વપૂર્ણ યોજના કે પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના. રોકાણ માટે પણ સારો સમય. કારકિર્દીમાં ઊંચાઈઓ પર પહોંચશો. નોકરીમાં ઇન્ક્રીમેન્ટ કે પ્રમોશન મળી શકે છે. આવકના સ્ત્રોત ઊભા થશે. આર્થિક રીતે મજબૂતી મળશે. જીવનસાથી સાથે પ્રવાસ થઈ શકે છે.
આ પણ વાંચો: Shani Jayanti 2025: શનિ જયંતિથી આ લોકોનો દાયકો શરુ થશે, 4 રાશિઓને શનિ રાજા જેવો વૈભવ
મિથુન રાશિ
500 વર્ષ પછી શનિ અને ગુરુનો મહાસંયોગ મિથુન રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધારશે. વિચારતા લોકો માટે સારો સમય આ સમયે ઈચ્છા પૂરી થઈ શકે છે. શાનદાર પેકેજ સાથે નોકરી મળી શકે છે. બેરોજગાર લોકોને નોકરી મળવાની સંભાવના. વેપારની યોજના પર કામ શરૂ કરવા માટે સારો સમય. ઘરમાં માંગલિક કે શુભ કાર્ય થઈ શકે છે.
આ પણ વાંચો: ઘઉં દળાવવા માટે કયો દિવસ શુભ ? જાણો કારણ કે ઘઉંના લોટનો સમૃદ્ધિ સાથે સીધો સંબંધ છે
ધન રાશિ
ધન રાશિના લોકો માટે ગુરુનો ઉદય થવું અને શનિનું વક્રી થવું અનુકૂળ સાબિત થશે. આ મહાસંયોગ રીયલ એસ્ટેટ અને પ્રોપર્ટી સંબંધિત કામમાં તેજી કરાવશે. વેપારીઓનો નફો ઝડપથી વધશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. અગાઉ કરેલા રોકાણથી પણ સારું રિટર્ન મળવાની સંભાવના.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે