Shanishchari Amavasya 2025: શનિદેવ ન્યાયના કારક દેવ છે. જે વ્યક્તિ જેવું કામ કરે છે તેવું ફળ તેને શનિ આપે છે. કુંડળીમાં જ્યારે શનિની સ્થિતિ અશુભ હોય ત્યારે વ્યક્તિના જીવનમાં અલગ અલગ સમસ્યાઓ વધતી જાય છે. આ સિવાય જ્યારે શનિની સાડાસાતી અને ઢૈયા ચાલતી હોય ત્યારે પણ વ્યક્તિના જીવનમાં આર્થિક સામાજિક અને માનસિક સમસ્યાઓ વધે છે. આ બધી જ સમસ્યા અને શનિદોષથી મુક્તિ મેળવવી હોય તો અત્યંત શુભ દિવસ આવી રહ્યો છે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 17 માર્ચ: મકર રાશિ માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર
શનિ સંબંધિત કોઈપણ સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો વર્ષની પહેલી શનિશ્ચરી અમાસ ખાસ દિવસ છે. શનિશ્ચરી અમાસ પર શનિદેવ સંબંધીત કેટલાક ઉપાય કરવામાં આવે તો શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મેળવી શકાય છે. તો ચાલો તમને જણાવીએ વર્ષની પહેલી અમાસ ક્યારે આવે છે અને આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ.
આ પણ વાંચો: Weekly Horoscope: મેષ, ધન સહિતની રાશિઓને આ અઠવાડિયે નાણાકીય લાભ થવાના યોગ
શનિશ્ચરી અમાસનું મહત્વ
29 માર્ચ 2025 ના રોજ વર્ષની પહેલી અમાસ આવી રહી છે. અમાસની તિથિની શરૂઆત 28 માર્ચની રાત્રે 7.55 મિનિટથી થશે અને પૂર્ણાહુતિ 29 માર્ચ સાંજે 4.27 મિનિટે થશે. અમાસના દિવસે પૂજાનું મુહૂર્ત સવારે 7.46 મિનિટથી 9.19 સુધીનું રહેશે.
આ પણ વાંચો: મીન રાશિમાં બની ગયો ચતુર્ગ્રહી યોગ, 5 રાશિઓ માટે આવનારો સમય સૌથી શુભ
શનિશ્ચરી અમાસનો વિશેષ યોગ
આ અમાસ પર શનિદેવના આશીર્વાદ મેળવવાનો સારો મોકો છે. અમાસની તિથિ પર શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃદોષ, કાલ સર્પદોષથી છુટકારો મળી શકે છે. વર્ષની પહેલી શનિશ્ચરી અમાસ પર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ થશે. આ દિવસે એટલે કે 29 માર્ચે શનિ કુંભ રાશિ છોડી મીન રાશિમાં ગોચર પણ કરશે. આ દિવસથી કેટલાક લોકોની સાડાસાતી અને ઢૈયા શરૂ પણ થશે તેથી શની સંબંધીત આ સમસ્યાથી છુટકારો મેળવવા કેટલાક સરળ ઉપાય કરી લેવા જોઈએ
આ પણ વાંચો: Mangal Gochar 2025 : એપ્રિલ મહિનો 3 રાશિઓ માટે શુભ, છપ્પરફાડ ધન લાભ કરાવશે મંગળ
સાડાસાતી અને ઢૈયા માટેના ઉપાય
1. શનિ અમાસની તિથિ પર સૂર્યોદય પહેલાં સ્નાન કરી તાંબાના લોટામાં પવિત્ર જળ ભરીને સૂર્યને અર્ધ્ય આપો.
2. જે લોકો સાડાસાતી કે ઢૈયાથી પરેશાન હોય તેમણે શનિ અમાસની તિથિ પર તર્પણ કરવું જોઈએ. આ સિવાય પીપળાના ઝાડની પૂજા કરવી પણ શુભ ફળ આપે છે તેનાથી શનિ સંબંધિત દુષ્પ્રભાવ ઓછા થઈ જાય છે.
આ પણ વાંચો: Shani Dev: 10 દિવસમાં 2 વાર ચાલ બદલશે શનિ, એપ્રિલ મહિનાથી ચમકી જશે 5 રાશિઓનું ભાગ્ય
3. શનિ અમાસ પર શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો. વધારે લાભ માટે શનિદેવને કાળા તલ અર્પણ કરો અને 108 વખત ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે