White Discharge: અનેક મહિલાઓ સફેદ પાણી પડવાની સમસ્યાનો સામનો કરે છે. સફેદ પાણી આવવું એ નોર્મલ છે. લાઈટ ડિસ્ચાર્જ થવું તે સામાન્ય છે પરંતુ આ ડિસ્ચાર્જ જો સફેદ રંગનું વધારે પ્રમાણમાં આવતું હોય તો તે સંક્રમણનું લક્ષણ હોય શકે છે.
આ પણ વાંચો: Weight Loss: ઓટ્સ કે દલિયા ? વજન ઘટાડવા સવારે નાસ્તામાં શું ખાવું જોઈએ જાણી લો
ગાયનોકોલોજિસ્ટના જણાવ્યાનુસાર વધારે પ્રમાણમાં વ્હાઈટ ડિસ્ચાર્જ બેક્ટેરિયલ, ફંગલ અને યીસ્ટ ઈંફેક્શનના કારણે થઈ શકે છે. સંક્રમણના કારણે બળતરા, સોજો અને ખંજવાળ પણ આવી શકે છે. જો સફેદ પાણી વધારે પ્રમાણમાં પડતું હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
આ પણ વાંચો: Diabetes: રાત્રે આ 4 લક્ષણ દેખાય તો સમજી લેજો તમે બની ગયા ડાયાબિટીસના દર્દી
વ્હાઈટ ડિસ્ચાર્જના કારણો
PCOS હોય તો મહિલાઓમાં સફેદ પાણી પડવાની સમસ્યા થઈ શકે છે. જો સફેદ પાણી એટલું બધું આવતું હોય કે કપડા ભીના થઈ જાય તો તે સામાન્ય નથી.
આ પણ વાંચો: રોજના આહાર સાથે ખાવા લાગો આ વસ્તુઓ, કાળઝાળ ગરમીમાં પણ તમારું શરીર રહેશે એકદમ Cool
જો પ્રાઈવેટ પાર્ટ સંબંધિત હાઈજીનનું ધ્યાન રાખવામાં ન આવે તો પણ ઈન્ફેકશન વધી શકે છે. અંતરવસ્ત્રો યોગ્ય રીતે સાફ કરવા જરૂરી છે. સફાઈનો અભાવ હોય તો પણ સફેદ પાણી પડવાની સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો: Eye Care: આંખને હેલ્ધી રાખવા ભુલ્યા વિના રોજ કરો આ 2 કામ, ચશ્માના નંબર વધતા અટકશે
જો લાંબા સમયથી આ સમસ્યા થતી હોય તો તેને ઈગ્નોર કરવી નહીં. તુરંત ડોક્ટરનો સંપર્ક કરી સારવાર શરુ કરવી જોઈએ. કારણ કે વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યા લાંબા સમયથી હોય તો તે સંક્રમણ વધવાનો ઈશારો પણ હોય શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે