Shukra Shani Yuti 2025: શુક્રવાર અને 25 એપ્રિલે સવારે 5.25 મિનિટ પર શુક્ર અને શનિ એકબીજાથી ઝીરો ડિગ્રી પર સ્થિત રહેશે. શુક્ર અને શનિને આ કોણીય સ્થિતિને જ્યોતિષશાસ્ત્રમાં પૂર્ણ યુતી કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર અને શનિ વચ્ચે નૈસર્ગિક સંબંધ મિત્રતા પૂર્ણ નથી. જ્યારે શુક્ર અને શનિની પૂર્ણ યુતી સર્જાય છે તો તેને શુભ માનવામાં આવતી નથી. કારણ કે આ બંને ગ્રહ એકબીજાના વિરોધી છે.
આ પણ વાંચો: આ 4 દેવની સામે નથી ચાલતું શનિનું બળ, અહીં શરણે થઈ જનારનો વાળ પણ વાંકો ન કરી શકે શનિ
શુક્ર ગ્રહ સૌંદર્ય, ભોગ-વિલાસ, કલા, પ્રેમ, વૈભવ અને ભૌતિક સુખનો દાતા છે. જ્યારે શનિ ગ્રહ કર્મ, સંઘર્ષ, ન્યાય, તપસ્યા વધારનાર ગ્રહ છે. જ્યારે આ બંને વિરોધી ગ્રહની ઉર્જા એક થશે તો તેની યુતીથી દેશ દુનિયાની સાથે 12 રાશિઓ પર વ્યાપક અને ગંભીર અસર થશે. 25 એપ્રિલથી ખાસ તો 5 રાશિના લોકોને સંભાળીને રહેવું પડશે કારણ કે શનિ અને શુક્રની પૂર્ણ યુતીનો નેગેટિવ પ્રભાવ આ રાશિઓ પર પડશે.
આ પણ વાંચો: મે મહિનામાં ચમકશે આ રાશિઓનું ભાગ્ય, ધન વૃદ્ધિ સાથે નોકરીમાં પ્રમોશન મળવાના યોગ
મેષ રાશિ
મેષ રાશિના લોકોને સૂર્ય અને શનિની વિશેષ યુતિથી આર્થિક બાબતોમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. ધન પ્રબંધનમાં સમસ્યા આવી શકે છે. અનાવશ્યક ખર્ચ વધી શકે છે. ધનહાની અથવા તો રોકાણમાં નુકસાન જીવનની સંભાવના. આ સમય કોઈને ઉધાર આપવાથી બચવું. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો નથી. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારી સાથે મતભેદ થઈ શકે છે.
આ પણ વાંચો: 5 મે થી આ 5 રાશિઓ માટે સુવર્ણ સમય શરુ થશે, અણધાર્યા ધન લાભથી તિજોરી થશે છલોછલ
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે શુક્ર અને શનિની યુતી રોગ ભાવમાં બની રહી છે તેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વધી શકે છે. ખાસ કરીને પેટની તકલીફો માનસિક ચિંતા થાક વધારે રહે. નિયમિત ચેકઅપ કરાવવું અને હળવું ભોજન કરવું લાભકારી રહેશે. આર્થિક રીતે સમય મુશ્કેલ રહી શકે છે. અનાવશ્યક ખર્ચ વધી શકે છે. પરિવારમાં મતભેદની સ્થિતિ બની શકે છે.
આ પણ વાંચો: મે મહિનામાં સર્જાશે શક્તિશાળી નવપંચમ યોગ, ગુરુ-રાહુ આ રાશિઓને કરાવશે છપ્પરફાડ ધનલાભ
તુલા રાશિ
તુલા રાશિ માટે પણ શુક્ર અને શનિની યુતી માનસિક શાંતિ પર પ્રભાવ પાડનાર રહેશે. પારિવારિક સંબંધોમાં તળાવ આવશે. સ્પષ્ટ અને સકારાત્મક સંવાદ જળવાઈ રહે તે વાતનું ધ્યાન રાખવું. વેપારમાં નુકસાન કે રોકાણથી હાનિની સંભાવના ઊભી થઈ શકે છે. કોઈપણ નાણાકીય નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ થઈ શકે છે.
આ પણ વાંચો: તુલસીનો પાવર એક્ટિવ થઈ જાય તો ખરેખર કરી દેશે માલામાલ, આ ઉપાય ઘરમાં કરાવશે ધનના ઢગલા
ધન રાશિ
ધન રાશિ માટે પણ શુક્ર અને શનિની યુતી સંબંધો અને સ્વાસ્થ્યમાં બાધા ઊભી કરનાર રહેશે. ગેરસમજના કારણે વાદવિવાદની સ્થિતિ બની શકે છે. યાત્રા પર ખર્ચ વધારે થવાની સંભાવના. આર્થિક અસંતુલન ઊભું થઈ શકે છે. કરિયરમાં સમસ્યાઓ થઈ શકે છે. ધીરજ રાખી વિવાદોથી દૂર રહેવું.
આ પણ વાંચો: Rahu Gochar: રાહુ ગોચર કરી 4 રાશિનું જીવન બદલશે, નોકરીમાં પ્રમોશન મળશે, આવક બમણી થશે
મીન રાશિ
મીન રાશિના લોકો માટે પણ શુક્ર અને શનિની યુતી આર્થિક અને માનસિક સ્થિતિ પર પ્રભાવ પડનાર રહેશે આ સમયે આર્થિક નુકસાન છેતરપિંડીનો ભય ઊભો કરે છે. ધન સંચિત કરવા પર ધ્યાન આપવું. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સાવધાની રાખવાનો છે. અનિંદ્રા કે માનસિક ચિંતા ઊભી થઈ શકે છે. નોકરી કે કરિયરમાં સમસ્યાઓ આવી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે