Home> Spiritual
Advertisement
Prev
Next

આવા સંકેત મળે તો સમજી લેજો ભગવાન તમારી સાથે છે, ખુદ પ્રેમાનંદ મહારાજે જણાવ્યું રહસ્ય

Premanand Maharaj: વૃંદાવનના લોકપ્રિય સંત પ્રેમાનંદ મહારાજ ભગવાનની શરણમાં રહેવાની શીખ આપે છે. તેમના જણાવ્યાનુસાર જ્યારે ભક્ત ભગવાનના શરણે થઈ જાય છે ત્યારે તેનો હાથ ભગવાન પકડી લેતા હોય છે. અને જ્યારે ભગવાન હાથ પકડે છે ત્યારે આવા સંકેત જીવનમાં મળે છે.
 

આવા સંકેત મળે તો સમજી લેજો ભગવાન તમારી સાથે છે, ખુદ પ્રેમાનંદ મહારાજે જણાવ્યું રહસ્ય

Premanand Maharaj: વ્યક્તિ સફળ થઈ જાય, અમીર બની જાય, સુખી થઈ જાય તો પણ સાચો આનંદ ભગવાનની શરણમાં રહેવામાં છે. તેથી જ લોકો ભગવાનની પૂજા, મંત્ર જાપ, નામ જપ કરે છે જેથી તેમને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ શકે. દેશના લોકપ્રિય સંત પ્રેમાનંદ મહારાજ લોકોને આ સુખ પ્રાપ્ત કરવા માટે જ નામજપ કરવાનું કહે છે. તેમના જણાવ્યાનુસાર નામજપમાં અત્યંત શક્તિ છે. નામજપ શ્રદ્ધાથી કરનાર વ્યક્તિને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. 

fallbacks

આ પણ વાંચો: મંગળનું નક્ષત્ર પરિવર્તન 5 રાશિઓ માટે શુભ, નોકરીમાં પ્રમોશન, ધન લાભ થવાની સંભાવના

પ્રેમાનંદ મહારાજે તેના સત્સંગમાં એમ પણ જણાવ્યું હતું કે ભારે સંકટની સ્થિતિ આવે ત્યારે ભગવાન ભક્તની રક્ષા કરવા પહોંચી જાય છે. જ્યારે ભક્તનો હાથ ભગવાન પકડે છે ત્યારે તેના કેટલાક સંકેત પણ મળે છે. આ સંકેત પરથી જાણી શકાય છે કે ભગવાન ભક્તની સાથે છે. 

ભગવાન સાથે હોય ત્યારે મળે છે આ સંકેત

આ પણ વાંચો: July 2025: જુલાઈમાં શનિ, બુધ સહિત 4 ગ્રહ થશે વક્રી, 7 રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ

શાંત પ્રવૃત્તિ

જ્યારે કોઈ વ્યક્તિ તમારું મોટુ નુકસાન કરે કે તમારો મોટો અપરાધ કરે તેમ છતાં તમે તેને ક્ષમા કરી શકો છો તો સમજી લેવું તમારા પર ભગવાનની કૃપા છે તેથી તેમને શાંત પ્રવૃત્તિ મળી છે. 

આ પણ વાંચો: Tulsi Puja: કયા દિવસે તુલસીના પાન તોડવા અને કયા દિવસે નહીં ? જાણો તુલસી પૂજાનો નિયમ

પવિત્રતા

જ્યારે કોઈ વ્યક્તિ પર ભગવાનની કૃપા થાય છે તો વ્યક્તિ બહારની સાથે અંદરથી પવિત્ર થઈ જાય છે. તેના મનમાં છલ, કપટ, લોભ, વાસના જેવા દોષ રહેતા નથી. આવા વ્યક્તિને કોઈની ઈર્ષા પણ થતી નથી.

આ પણ વાંચો: 30 વર્ષ પછી બનશે શનિ, મંગળ અને કેતુનો ખતરનાક યોગ, 3 રાશિઓ માટે સૌથી ખરાબ સમય શરુ થશે

ભગવાનની શરણ

જો કોઈ ભક્ત ભગવાનને તેની જીવન સમર્પિત કરે છે અને સાંસારિક સુખ કે વસ્તુઓ માટે ભક્તિ નથી કરતો ત્યારે ભગવાન તેના પર પ્રસન્ન થઈ તેનો હાથ પકડી રાખે છે. આવી વ્યક્તિને માંગ્યા વિના બધું મળી જાય છે. 

આ પણ વાંચો: જુલાઈમાં સર્જાશે અત્યંત શુભ ગજલક્ષ્મી રાજયોગ, મિથુન સહિત 4 રાશિઓનું ખુલશે ભાગ્ય

દયા અને સેવાની ભાવના

જે વ્યક્તિ પર ભગવાનના આશીર્વાદ હોય છે જેનો હાથ ભગવાન પકડે છે તેના મનમાં દયા અને સેવાની ભાવના ઉત્પન્ન થાય છે. માણસ, પશુ, પક્ષી દરેક માટે વ્યક્તિના મનમાં દયા ભાવ જાગે છે અને તે લોકો પ્રત્યે સારો વ્યવહાર કરે છે. આ બધું જ ભગવાન હાથ પકડે તો જ શક્ય બને છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More