Google SmartPhones: ગૂગલને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટો ઝટકો લાગ્યો છે. પેટેંટ ઉલ્લંઘનના મામલે ગૂગલ વિરુદ્ધ આ દેશમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તે દેશ જાપાન છે, જેની અદાલત દ્વારા Google Pixel 7 અને Pixel 7 Pro સ્માર્ટફોનના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટના નિવેદન અનુસાર, ગૂગલએ વગર અનુમતિએ એક પેટેંટેડ LTE તકનીકનો ઉપયોગ કર્યો છે.
પેટેંટ કાયદાનું ઉલ્લંઘન
રિપોર્ટ અનુસાર, આ ઘટના 4G નેટવર્કમાં વપરાતી એક ખાસ સંચાર પદ્ધતિથી જોડાયેલ છે. તેમાં 'એક્નોલેજમેન્ટ સિગ્નલ' (ACK) નામક કંટ્રોલ સિગ્નલને ડિવાઈસ અને બેઝ સ્ટેશન પર કેવી રીતે મોકલામાં આવે છે તેના પર વિવાદ ચાલી રહ્યો છે. આ તકનીક નેટવર્કના સંચાલન માટે અત્યંત જરુરી છે જે જાપાનના પેટેંટ કાનૂન અંતર્ગત સુરક્ષિત છે.
વેચાણ અને જાહેરાત પર રોક
જોકે, Pantech નામની કંપની હવે સ્માર્ટફોનના વ્યાપારમાંથી બહાર નીકળી ગઈ છે પરંતુ તેનું પેટેંટ હજુ પણ માન્ય છે. ટોક્યો જિલ્લા અદાલતે જાહેર કર્યું છે કે ગૂગલના Pixel 7 અને Pixel 7 Proમાં આ તકનીકનો લાયસન્સ વગર ઉપયોગ થતો હતો. પરિણામે, તેના વેચાણની સાથે મોડલ્સની આયાત, જાહેરાત અને પ્રદર્શન પર સંપૂર્ણપણે રોક લગાવી છે.
કોર્ટે કરી કડક નિંદા
ચિંતાજનક બાબત એ છે કે અદાલતએ ગૂગલના રવૈયાની કડક આલોચના કરી છે. ન્યાયાધીશે ગૂગલના વ્યવહારને અસત્યનિષ્ઠ કહ્યો છે. એટલે જ કોર્ટએ કોઈપણ પ્રકારની સમજૂતી કે સજા વગર વેચાણ પર જ પ્રતિબંધ મૂક્યો છે.
બ્રાન્ડ ઈમેજ પર નકારાત્મક અસર થશે
આ નિર્ણય જાપાનમાં, જ્યાં પિક્સલ બ્રાંડે હાલમાં જ જબરદસ્ત લોકપ્રિયતા હાંસિલ કરી હતી ત્યારે ગૂગલ કંપની માટે ખૂબ નુકસાનકારક સાબિત થશે. જાપાનમાં પિક્સલ સ્માર્ટફોન એપલ કંપની બાદ સૌથી વધારે વેચાણ ધરાવતી બીજા નંબરની બ્રાંડ હતી. પિક્સલ 7 અને પિક્સલ 7aની સફળતાએ જ ગૂગલની બજારમાં પકડ રાખી હતી.
આગળની સીરીઝ ઉપર પણ બૅન મૂકવા વિચારણા
જોકે સમસ્યા અહીં સુધી જ સિમિત નથી. રિપોર્ટ અનુસાર, IdeaHub અને Pantech હવે આ બૅનને પિક્સલ 8 અને પિક્સલ 9 સીરીઝ સુધી વધારવાનું વિચારી રહ્યાં છે. હજુ સુધી આ નવા મોડેલ પર કોઈ સત્તાવાર ચુકાદો આવ્યો નથી પણ તેનાથી ચોક્કસપણે ગૂગલ જેવી મોટી કંપની પર કાનૂની દબાવ વધી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે