Surya Gochar 2025: 17 ઓગસ્ટ 2025 અને રવિવારે ગ્રહોના રાજા સૂર્ય પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ આત્મા, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સન્માનનો કારક ગ્રહ છે. સિંહ રાશિમાં સૂર્યના પ્રવેશનો વિશેષ મહત્વ છે. કારણકે સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. પોતાની જ રાશિમાં જ્યારે કોઈ ગ્રહ પ્રવેશ કરે છે તો તેની શક્તિ અને પ્રભાવ વધી જાય છે. સૂર્યનું આ ગોચર બધી જ રાશિઓને અસર કરશે પરંતુ 5 રાશિઓ માટે સૂર્ય શુભ અને લાભકારી રહેશે.
આ પણ વાંચો: રક્ષાબંધન પર 95 વર્ષ પછી બનશે દુર્લભ મહાસંયોગ, આ સમયે ભાઈને રાખડી બાંધવી સૌથી ઉત્તમ
સિંહ રાશિ અગ્નિ તત્વની રાશિ છે જે સાહસ, નેતૃત્વ અને મહત્વકાંક્ષાનું પ્રતીક છે. આ રાશિમાં સૂર્યનો પ્રવેશ થતાં તેનો પ્રભાવ વધી જશે. સિંહ રાશિમાં સૂર્યના ગોચરને એક શક્તિશાળી જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. આ ગોચર કઈ કઈ રાશિઓ માટે લાભકારી છે ચાલો જાણીએ.
આ પણ વાંચો: કેટલીક પરિસ્થિતિમાં દહીં ખાવું અશુભ, જાણો દહીં સંબંધિત મહત્વના શુકન-અપશુકન વિશે
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર અત્યંત લાભકારી રહેશે. મેષ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ વધશે અને તેઓ પોતાની ક્ષમતાનો સારી રીતે ઉપયોગ કરી શકશે. વિદ્યાર્થીઓ આ સમયે લાભ પ્રાપ્ત કરશે. પરણીત લોકોના દાંપત્ય જીવનમાં સુખદ પરિવર્તન આવી શકે છે. કલા, લેખન કે મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ રહેશે. નોકરી કરતા લોકોને પણ લાભની તકો પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: Gajlaxmi Rajyog: 12 ઓગસ્ટથી આ 5 રાશિઓ માટે સારો સમય, ગજલક્ષ્મી રાજયોગ આપશે અપાર ધન
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે તો 17 ઓગસ્ટ પછીનો સમય ગોલ્ડન પિરિયડ હશે. સિંહ રાશિમાં સૂર્યનુ ગોચર થતાં વ્યક્તિત્વ, સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમય દરમિયાન સિંહ રાશિના લોકોની નેતૃત્વ ક્ષમતા અને આકર્ષણમાં વૃદ્ધિ થશે. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે. નવી યોજના શરૂ કરવા માટે સારો સમય. કારકિર્દીમાં પણ સમય અનુકૂળ. આ સમય દરમિયાન વેપારનો વિસ્તાર કરવાની તક મળી શકે છે.
આ પણ વાંચો: ઓગસ્ટ મહિનામાં આ 3 ગ્રહ કરશે ગોચર, 4 રાશિના લોકોને નોકરી-વેપારમાં થશે જબરદસ્ત લાભ
ધન રાશિ
ધન રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ભાગ્યવર્ધક રહેશે. 17 ઓગસ્ટ પછી દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે. જે લોકો ઉચ્ચ શિક્ષા, સંશોધન કે નોકરીમાં સારી તકો શોધી રહ્યા હતા તેમના માટે સમય અનુકૂળ. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિમાં રુચિ વધશે. વેપારમાં ભાગીદારીથી લાભ થઈ શકે છે.
આ પણ વાંચો: Good Luck: તમને મની મેગ્નેટ બનાવી દેશે સવારે કરેલા આ કામ, જ્યાં જશો ત્યાં ધન વરસશે
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે પણ સૂર્યનું ગોચર લાભ અને પ્રગતિકારક રહેશે. આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોને આવક વધી શકે છે. ભવિષ્યમાં લાભકારી યોજનાઓ અમલમાં મૂકી શકાય છે. નોકરી કરતા લોકોને આવક વધારવાના સ્ત્રોત મળી શકે છે. વેપારીઓ માટે અનુકૂળ સમય. મિત્રો અને સહકર્મીઓનો સહયોગ મળશે.
આ પણ વાંચો: સંતાન પ્રાપ્તિ માટે અચૂક ગણાય છે પુત્રદા એકાદશીનું વ્રત, જાણો આ વર્ષે કઈ તારીખે આવશે
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે પણ સૂર્યનું ગોચર અનુકૂળ છે. કરિયર અને સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સમય શુભ રહેશે. વૃશ્ચિક રાશિના લોકોનું માન-સન્માન કાર્યક્ષેત્રમાં વધી શકે છે. તેમને નવી જવાબદારીઓ મળી શકે છે. નોકરી કરતાં લોકોને પ્રમોશન કે સારી નોકરીને ઓફર પણ મળી શકે છે. વેપારીઓને મોટી ડીલથી લાભ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે