Salt Vastu Tips: મીઠું રસોડાનું સૌથી મહત્વનું અંગ છે. મીઠું ઉમેર્યા વિના કોઈપણ ભોજન બનાવવું શક્ય નથી. આ મીઠું વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. વાસ્તુશાસ્ત્રમાં મીઠાને પાવર ફૂલ અને ચમત્કારી ગણવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં મીઠાના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેને કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. મીઠાની મદદથી વાસ્તુદોષનું નિવારણ પણ થઈ શકે છે. મીઠું ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવામાં પણ ઉપયોગી છે. તો ચાલો તમને જણાવીએ વાસ્તુદોષ દૂર કરવાના મીઠાના સરળ ઉપાયો વિશે.
આ પણ વાંચો: એપ્રિલ 2025 થી આ રાશિઓની આર્થિક સ્થિતિ સુધરશે, શુક્ર રાતોરાત બનાવી શકે છે અમીર
મીઠાના ઉપાય કરવાના ફાયદા
- જો ઘરમાં વાસ્તુદોષ હોય તો આર્થિક સમસ્યાઓ અને પરિવારમાં કલેશની સ્થિતિ રહે છે. જો વાસ્તુ દોષને દૂર કરી દેવામાં આવે તો ઘરમાં ધનની આવક પણ વધે છે અને પરિવારમાં પ્રેમ પણ જળવાઈ રહે છે. આ કામ કરવા માટે મીઠાને ઘરની અલગ અલગ જગ્યાએ રાખવાની જરૂર હોય છે.
આ પણ વાંચો: Budh Margi 2025: 7 એપ્રિલથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, માર્ગી બુધ અપાવશે સફળતા અને ધન
- જો ઘરમાં પૈસા સંબંધિત સમસ્યા રહેતી હોય તો ઘરમાં પોતું કરવાના પાણીમાં થોડું મીઠું ઉમેરી દેવું. તેનાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થશે અને ધનની આવક વધશે.
- ઘરમાં વારંવાર લડાઈ ઝઘડા થતા હોય અને પતિ-પત્ની વચ્ચે પણ બનતું ન હોય તો બાથરૂમની અંદર કાચની વાટકીમાં સિંધવ મીઠું રાખી દેવું. ઘરમાં બરકત અને માનસિક શાંતિ માટે મીઠું દર અઠવાડિયે બદલી દેવું.
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રીમાં મંગળ બદલશે રાશિ, કન્યા સહિત 3 રાશિઓને થશે જબરદસ્ત ધન લાભ
- જો કોઈ વ્યક્તિ કારણ વિના ગુસ્સામાં રહેતી હોય અને સ્વભાવ પણ ખરાબ થઈ ગયો હોય તો સ્નાન કરવાના પાણીમાં એક ચમચી સિંધવ મીઠું ઉમેરી દેવું. તેનાથી વ્યક્તિના મનમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થવા લાગશે.
- ચિંતા અને સ્ટ્રેસ દૂર કરવા માટે રૂમાલમાં સિંધવ મીઠું બાંધીને પોતાની પાસે રાખો તેનાથી માનસિક શાંતિ મળશે
આ પણ વાંચો: Shukra Gochar 2025: આ 3 રાશિઓનો દાયકો થયો શરુ, બગડેલા કામ પણ બનવા લાગશે, વધશે ધન
- કુંડળીમાં જો શુક્ર ગ્રહ નબળો હોય તો મીઠાનું દાન કરવું જોઈએ તેનાથી ધન સમૃદ્ધિ વધે છે.
- ઘરનો નજર દોષ દૂર કરવા માટે કપડામાં સિંધવ મીઠું બાંધી પોટલી બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર ટાંગી દેવી.
આ પણ વાંચો: Shani Gochar: 5 રાશિઓ માટે ઘોર સંકટનો સમય થશે શરુ, અઢી વર્ષ સુધી શનિ ભારે કષ્ટ આપશે
- ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય તે માટે ઘરના અલગ અલગ રૂમમાં કાચની વાટકીમાં સિંધવ મીઠું ભરીને રાખી દેવું. દર અઠવાડિયે આ મીઠું બદલી દેવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે