Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Panoti Upay: શનિ પનોતીની નકારાત્મક અસરોને દુર કરવાના અચૂક ઉપાય, આ કામ ગુપ્ત રીતે કરવું જરૂરી

Shani Panoti Upay: આ વર્ષથી કેટલીક રાશિઓ પર શનિની નાની પનોતી એટલે કે ઢૈયા શરુ થઈ છે અને કેટલાક લોકો પર મોટી પનોતી એટલે કે સાડાસાતી શરુ થઈ છે. શનિની પનોતી દરમિયાન આવતાં કષ્ટ દુર કરવાના ગુપ્ત ઉપાયો આજે તમને જણાવીએ.
 

Shani Panoti Upay: શનિ પનોતીની નકારાત્મક અસરોને દુર કરવાના અચૂક ઉપાય, આ કામ ગુપ્ત રીતે કરવું જરૂરી

Shani Panoti Upay: શનિદેવ એ વર્ષની શરુઆતમાં મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓ માટે શુભ સમય શરુ થયો છે તો કેટલીક રાશિઓ માટે પનોતીનો કપરોકાળ શરુ થયો છે. શનિની સાડાસાતી અને ઢૈયા દરમિયાન વ્યક્તિને જે કષ્ટ થતા હોય તેને દુર કરવા માટેના જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ગુપ્ત ઉપાયો જણાવેલા છે. આ ગુપ્ત ઉપાયોને કરી લેવાથી શનિ ગ્રહ સંબંધિત પીડાને ઓછી કરવામાં મદદ મળે છે. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 1 જૂન 2025: મકર રાશિનો રવિવાર શુભ, પરંતુ બિનજરૂરી ખર્ચાથી સાવધાન રહેજો

આ વર્ષે કર્મ ફળના દાતા શનિદેવ એ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે કેટલીક રાશિની સાડાસાતી અને કેટલીક રાશિની ઢૈયા શરૂ થઈ છે. શનિની સાડાસાતીના આ સમય દરમિયાન વ્યક્તિના જીવનમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ વધી જાય છે. શનિ વ્યક્તિને આર્થિક, સામાજિક અને માનસિક કષ્ટ આપે છે. પરંતુ જે લોકો પર શનિની પનોતી ચાલતી હોય તેવો આ ત્રણ ઉપાય ગુપ્ત રીતે કરે તો તેમને શનિ સંબંધિત તકલીફોમાં રાહત મળી શકે છે. 

આ પણ વાંચો: Garuda Purana: ભુખ્યા રહી લેવું પણ આવા લોકોના ઘરે જમવું નહીં, બુદ્ધિ થઈ જશે ભ્રષ્ટ

પહેલો ગુપ્ત ઉપાય 

શનિ દેવને શાંત કરવા માટે આ ઉપાય સૌથી અસરકારક માનવામાં આવે છે. તેના માટે અડદની દાળ અને ચોખાની ખીચડી બનાવી લો. સાથે જ ગુલાબજાંબુ અને અપરાધિતાના ફૂલની માળા પણ લેવી. આ બધી જ સામગ્રીને શનિ મંદિરમાં જઈને શનિદેવને અર્પણ કરો. આ ઉપાય એવી રીતે કરવો કે કોઈને ખબર પડે નહીં. જો ગુપ્ત રીતે આ ઉપાય શનિવારે કરી લો તો વધારે સારું. 

આ પણ વાંચો: આ સંકેત મળે પછી નક્કી ઘરમાં ધન-ધાન્ય વધે, ભાગ્યના બંધ દરવાજા ખોલીને આવે લક્ષ્મી

બીજો ગુપ્ત ઉપાય 

શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીને લાલ કપડું અને બુંદીના લાડુ અર્પણ કરો. આ ઉપાય પણ એવી રીતે કરવો કે કોઈને ખબર પડે નહીં. હનુમાનજીને આ વસ્તુઓ અર્પણ કરીને પાછળ જોયા વિના જ ઘરે પરત ફરી જવું. 

આ પણ વાંચો: આગામી 23 દિવસ આ 6 રાશિઓએ સંભાળીને રહેવું જરૂરી, શુક્ર મેષ રાશિમાં બેસી કરાવશે નુકસાન

ત્રીજો ગુપ્ત ઉપાય 

શનિવારની સાંજે ઘરના મુખ્ય દરવાજા પર પંચમુખી દીવો કરો. તેનાથી પાંચેય દિશામાંથી આવેલી નકારાત્મકતા દૂર થશે. પનોતીના કારણે ઘર પર આવેલી સમસ્યાઓનો પ્રભાવ ઓછો થઈ જશે. આ ઉપાય પણ શા માટે છે તેના વિશે કોઈ પુછે તો પણ કહેવું નહીં. કોઈને કહ્યા વિના આ કામ કરતાં રહેવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More