Home> LifeStyle
Advertisement
Prev
Next

Morning Skin Care: સવારે સ્કિન પર શું લગાડવાથી આખો દિવસ ચહેરા પર ગ્લો રહે છે ? જાણી લો આ સીક્રેટ

Morning Skin Care Routine: ચહેરા પર આખો દિવસ ગ્લો રહે તેના માટે જરૂરી છે કે સવારના સમયે સ્કિન કેર સારી રીતે કરવામાં આવે. મોર્નિંગ સ્કિન કેર રુટીન આ રીતે સેટ કરશો તો આખો દિવસ સ્કિન પર ચમક દેખાશે.
 

Morning Skin Care: સવારે સ્કિન પર શું લગાડવાથી આખો દિવસ ચહેરા પર ગ્લો રહે છે ? જાણી લો આ સીક્રેટ

Morning Skin Care Routine: સામાન્ય રીતે ચહેરા પર ચીપચિપ અને ડ્રાયનેસ બંને પ્રકારની સમસ્યા જોવા મળે છે. જેના કારણે કેટલીક યુવતીએ સ્કીન પર પીમ્પલ અને ઇન્ફેક્શન વધી જાય છે. આજ કારણ છે કે ઉનાળામાં સ્કીનની દેખરેખ વધારે રાખવી પડે છે. સૌથી વધારે જરૂરી છે સ્કીન કેરના મોર્નિંગ રૂટીન પર ધ્યાન આપવાની. 

fallbacks

આ પણ વાંચો: કુકરમાં દાળ મુકો તે પહેલાં ઢાંકણામાં લગાડી દો આ વસ્તુ, સીટીમાંથી પાણી નહીં ઉભરાય

જે રીતે રાત્રે સુતા પહેલા સ્કીનને સાફ કરીને સૂવું જોઈએ નહીં તો સ્કિનને નુકસાન થાય છે તેવી જ રીતે સવારે જાગીને પણ તમે સ્કિન પર શું લગાડો છો તે મહત્વનું હોય છે. સવારે જાગીને કેટલીક વસ્તુઓને સ્કિન પર અપ્લાય કરવાથી સ્ક્રીન પર ગ્લો આવી જાય છે. આ વસ્તુઓ એકદમ સામાન્ય હોય છે પરંતુ 99% યુવતીઓને એ ખબર હોતી નથી કે આ વસ્તુઓને રોજ સવારે ચહેરા પર લગાડવી જોઈએ. તો ચાલો તમને જણાવીએ રોજ સવારે ચહેરા પર કઈ વસ્તુઓ લગાડવાથી સ્કીન પર ગ્લો આવે છે. 

સવારે સ્કીન પર શું લગાડવું ?

આ પણ વાંચો: પેટની ચરબી ઉતારવાનો સૌથી સરળ રસ્તો, રોજ 1 મિનિટ આ પોઝિશનમાં રહો, ચમત્કારી ફરફ દેખાશે

ગુલાબજળ 

સ્કીનને ફ્રેશ અને ગ્લોઇંગ બનાવવા માટે ઉનાળાના સમયમાં સવારે ચહેરા પર ગુલાબજળ લગાડીને હળવા હાથે માલીશ કરી શકાય છે. ગુલાબજળ લગાડવાથી સ્કીન પોર્સ ટાઈટ થાય છે અને સ્કીન હાઇડ્રેટ રહે છે. સવારે પાણીથી ચહેરો ધોયા પછી ચહેરા પર ગુલાબજળ અપ્લાય કરીને આ પ્રોસેસ કરો. 

આ પણ વાંચો: કચરો સમજી ફેંકવી નહીં દાડમની છાલ, આ રીતે બનાવો હેર ડાઈ, આ કલર લાંબા સમય સુધી ટકશે

કાચુ દૂધ 

જો તમે ત્વચાને ડીપ ક્લિન કરવા માંગો છો તો કાચા દૂધમાં મીઠું મિક્સ કરીને ચહેરા પર લગાડો. દૂધ ચહેરા પર લગાડીને સારી રીતે માલિશ કરો અને પછી પાણીથી ચહેરો સાફ કરો. તેનાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાય છે. 

આ પણ વાંચો: ફુગ્ગા જેવી ફુલેલી રોટલી બનાવવા અપનાવો આ 5 ટ્રીક, કલાકો સુધી રહેશે રુ જેવી સોફ્ટ

એલોવેરા જેલ 

તમારે જાગીને જ્યારે તમે પોતાનો ચહેરો પાણીથી ધોઈ લો ત્યાર પછી ચહેરા પર એલોવેરા જેલ લગાડો. એલોવેરા જેલ ઓઇલી સ્કિનની ચિકાસ ઓછી કરે છે અને સ્કિનને હાઇડ્રેટ કરે છે. 

આ પણ વાંચો: સવારે નાસ્તામાં આ સફેદ વસ્તુ ખાવાનું રાખો, આખો દિવસ એનર્જી રહેશે અને ચરબી પણ નહી વધે

કાકડી અને મધ 

સવારે ચહેરા પર કાકડી અને મધ પણ લગાડી શકાય છે. એક કાકડીને ખમણી અને તેમાં થોડું મધ મિક્સ કરીને ચહેરા પર અપ્લાય કરો. 15 થી 20 મિનિટ પછી ચહેરાને પાણીથી સાફ કરી લો. 

આ પણ વાંચો: પાણીમાં આ 2 વસ્તુ મિક્સ કરી ટુવાલ-નેપકીન 10 મિનિટ પલાળો, પાણીમાં જ નીકળી જશે બધો મેલ

ફટકડીનું પાણી 

મોર્નિંગ સ્કીન કેર રૂટિનમાં તમે ફટકડીના પાણીનો સમાવેશ પણ કરી શકો છો. સવારે ચહેરો ધોયા પછી ફટકડી પલાળેલા પાણીમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ પાણી લગાડવાથી સ્કીન પરનું ઇન્ફેક્શન અને એકને જેવી સમસ્યા ઓછી થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More